SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય મૂળ સંસ્કૃતિનો વિશેષ વિકાસ થશે તેવી આપણી સંસ્કૃતિના પુરસ્કર્તાઓની અને ઉપાસકોની ભાવના ફળીભૂત થઈ નથી. પણ કેવળ ખેદ, ખેદ ન રહેતાં તેના પ્રતિકાર માટે સંસ્કારપોષક સાહિત્યનું પોતે લેખન કરે છે. આ ભાવનામાંથી આપણને પ્રાપ્ત થાય છે, ‘ચારિત્ર સુવાસ”. સમાજના બધા જ વર્ગોને પ્રેરક બની શકે એ રીતે જીવનનાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓના જીવતા-જાગતા ૭૯ બનાવો-પ્રસંગોનું આલેખન ડૉ. સોનેજીએ આ પુસ્તકમાં કર્યું છે. આમેય તત્ત્વજ્ઞાન કરતાં ચરિત્રપ્રસંગો જીવનનું ઘડતર કરવામાં વિશેષ પ્રેરણાદાયી અને માર્ગદર્શક બને છે, તેથી ડૉ. સોનેજીને આપણા મહાપુરુષો-સંતો-વીર પુરુષો વગેરે પ્રત્યેનું આકર્ષણ હંમેશાં વિશેષ રહ્યું છે. વિશેષ કરીને યુવા પેઢી જે ભૂલી-ભટકી છે, અણસમજ - કાચી સમજ કે અજ્ઞાનતાને કારણે ભ્રમિત છે, તેમના પ્રત્યે સહાનુભૂતિ રાખી ‘ચારિત્ર-ઘડતર’ કરવાના તેઓશ્રી સતત પ્રયત્નો કરે છે. એ વાત તો આપણને ઈ.સ. ૧૯૮૮થી આજ સુધી નિયમિતપણે સંસ્થા દ્વારા આયોજિત થતી યુવાશિબિરોમાં તથા ગુરુકુળની પ્રવૃત્તિમાં જોવા મળે છે. એમનો ‘ચારિત્ર' વિશેનો ખ્યાલ કહો કે વ્યાપ, માત્ર વ્યક્તિગત શારીરિક ચારિત્ર સુધી મર્યાદિત નથી પણ એથી આગળના ચારિત્ર સુધી પહોંચે છે. સમષ્ટિગત સાધક માટેની સીડીનું આ પાયાનું પહેલું પગથિયું છે. આ ન હોય તો સાધક આગળ વધી જ ન શકે. આત્મોન્નતિ સાધી ન શકે. એટલે તેઓ આના પર વિશેષ ભાર મૂકે છે. આથી એમણે સમય જતાં દીપાવલી પ્રસંગે મોકલાતા શુભેચ્છા-કાર્ડને, નવો જ સંદર્ભ પૂરો પાડી, કોબા શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર દ્વારા પ્રેરક પુસ્તિકાઓ મોકલવાનું આયોજન કર્યું. એક તો દિવાળી-કાર્ડનો કોઈ વિશેષ ઉપયોગ હોતો નથી. આવી પુસ્તિકા જીવનઘડતર કરે, નવા વર્ષે નૂતન પ્રેરણા અને સંકલ્પ આપે. આ રીતે જીવન-મંથન, જીવન-અમૃત, જીવન-જાગૃતિ, જીવન-પ્રભાત, જીવન-સુવાસ જેવી ૨૬ પુસ્તિકાઓ પ્રકાશિત કરી છે અને નૂતનવર્ષાભિનંદનરૂપે વ્યાપક જનસમુદાય પાસે તે પહોંચે છે. એમનું લેખન એમના જીવનનું પ્રતિબિંબ બની રહ્યું છે. જીવનમાં વિવેકયુક્ત આંતર-બાહ્ય ત્યાગ એ જ તેમનું મુખ્ય લક્ષ છે. ધર્મ અને ધર્મી જુદાં નથી, ધર્મ એ જીવન જીવવાની ઊંચી કળા છે. એ જેને સાધ્ય બને તેનું જીવન ધન્ય થઈ જાય. અલ્પપરિચિત એવા ડૉ. મુકુન્દ સોનેજીને એમના લેખન દ્વારા ગુજરાતમાં અનેક સાધકો-મુમુક્ષુઓ અને અન્યજનો પણ ધીમે ધીમે ઓળખતા થયા. આ માટે સૌથી મોટો કોઈનો ફાળો હોય તો તે સંસ્થા દ્વારા છેલ્લાં ત્રીસ વર્ષોથી પ્રકાશિત થતું માસિક ‘દિવ્યધ્વનિ' છે. લેખન-પ્રવૃત્તિને વેગ આપવાનો ફાળો તથા સંસ્થાના વિકાસનો પરિચય આપવાનો તથા આમ જનતા સુધી પહોંચાડવાનો ફાળો પણ આ માસિકનો જ છે, એમ કહી શકાય; જેમાં તેમને સર્વશ્રી હરિભાઈ મોહનલાલ શાહ, પ્રકાશભાઈ ડી. શાહ, મિતેશભાઈ શાહ અને સુરેશભાઈ રાવલનો વિશિષ્ટ સહયોગ મળતો રહ્યો છે. વર્ધમાન સંદેશ’માંથી “દિવ્યધ્વનિ' અત્યાર સુધી અમદાવાદ પંચભાઈની પોળમાં દરરોજ થતા સાહેબજીના સ્વાધ્યાય હવે દર શુક્રવારે રાત્રે ઉસ્માનપુરા પટેલ વાડીમાં પણ નિયમિતપણે થવા લાગ્યા. વળી, દર સોમવારે સારંગપુર, અમદાવાદમાં મુરબ્બી સુશ્રાવક શ્રી શકરાભાઈ ગિ. શાહને ઘરે તળિયાની પોળમાં પણ ચાલુ થયા. તે સમયમાં, ૧૯૭૩માં શ્રી જશવંતભાઈ સાંકળચંદ શાહ તેઓશ્રીના વિશેષ પરિચયમાં આવ્યા. તેમણે ડૉક્ટરસાહેબની સંમતિથી એક ૨૫-૩૦
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy