SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 96 ચિંતનની. કેડીએ વાચન-મનન-ચિંતનના પરિપાકરૂપે ડૉક્ટરસાહેબે ત્રણ-ચાર વર્ષના ગાળામાં, શિષ્ટ, સંસ્કારી અને યુગાનુરૂપ એવાં ત્રણ પુસ્તકોનું લેખન કર્યું : સાધના સોપાન (૧૯૭૬), ચારિત્ર સુવાસ (૧૯૭૭) અને સાધકસાથી ભાગ-૧, ૨ (અનુક્રમે ૧૯૭૮-૭૯). સાધક સાથીના બીજા ભાગનું વિમોચન, જાણીતા વિદ્વાન પ્રાધ્યાપક સ્વ. ડૉ. ચીનુભાઈ નાયકના હસ્તે થયું હતું. આ ત્રણે પુસ્તકને એકસાથે લઈ વિચારીએ તો ડૉક્ટરસાહેબના આંતરિક પાથેયને આપણે સમજી શકીએ છીએ. ઈ.સ. ૧૯૬૯ થી ૧૯૭૫ દરમ્યાન આધ્યાત્મિક સાધનાનું જે બહુઆયામી દોહન ડૉ. સોનેજીએ કર્યું એની ફળશ્રુતિરૂપે તેમને ત્રણ બાબત બહુ મહત્ત્વની લાગી હોય એમ જણાવે છે : (૧) એમણે જે પ્રાપ્ત કર્યું છે, સાધના કરી છે એ વ્યક્તિગત સીમિત ન રહેતાં સમષ્ટિગત બને, કહો કે સ્વયં તરે અને અન્યને પણ સન્માર્ગમાં ચાલવા પ્રેરણા અને માર્ગદર્શન આપે. (૨) એ રીતે સાધક દિવ્યજીવન જીવવાની રીત શીખે, કલ્યાણનો માર્ગ જાણે, આત્મોન્નતિની દિશા પકડે અને જીવનપરિવર્તન કરે. | (૩) ઉપરની બે બાબતોના અમલ માટે કેવળ ભાષાના બળે કોઈને આંજી દેવા કે વિદ્વત્તા બતાવી વિદ્વાન તરીકેની છાપ પાડ્યા વિના, વર્તમાનકાળના જિજ્ઞાસુ સાધકોને સૈદ્ધાંતિક, પ્રયોગલક્ષી અને રોજબરોજના જીવનમાં અમલમાં મૂકી શકાય તેવું, બહુમુખી માર્ગદર્શન મળી રહે એવી સરળ ભાષામાં, સરળ સાહિત્ય ઉપલબ્ધ બને એવો પ્રયત્ન. એટલે તો તેઓશ્રી ‘સાધના સોપાન'ના પ્રાકથનમાં લખે છે : “આ ગ્રંથ ચુસ્ત સંપ્રદાયવાદીને ઉપયોગી નથી. જે શબ્દજ્ઞાનથી, વાજાળથી અને શુષ્કજ્ઞાનથી જનમનરંજનને કે જીવનનિર્વાહને ઇચ્છે છે તેને; તથા વિવેક વગરના બાહ્યક્રિયાકાંડનો જે આગ્રહ રાખે છે તેને પણ આ ગ્રંથથી કાંઈ સાર્થકતા નથી. દૃષ્ટિરાગ અને વ્યક્તિરાગ છોડીને, પક્ષપાતરહિતપણે સત્યની સાધનામાં અનુરક્તિવાળા, આત્મશુદ્ધિથી આત્મસિદ્ધિને પામવાની જિજ્ઞાસાવાળા અન્વેષકોને, આ ગ્રંથ મુખ્યપણે ઉપયોગી છે.'' | આપણું ઉત્તમ કોટિનું આધ્યાત્મિક અને દાર્શનિક સાહિત્ય મોટે ભાગે સંસ્કૃત-પ્રાકૃત અને જૂની હિંદી-ખડી બોલીમાં લખાયેલું હોવાથી સમજવામાં અઘરું બને, ગુજરાતના ધર્મપ્રેમી સમુદાયને માટે તે સમજવું મુશ્કેલ બને છે. તેથી સાધનાના માર્ગે પ્રયાણ કરવાનો પ્રારંભ કરનાર સાધકવર્ગને ધ્યાનમાં રાખી “ડૂબનારને નાવ મળે તે દૃષ્ટિએ ડૉક્ટરસાહેબે ઉપરનાં ત્રણે પુસ્તકનું આલેખન કર્યું છે. ડૉક્ટર સોનેજી એક બાબતનો રંજ અનુભવે છે. આઝાદી મળ્યા બાદ, રાજકીય સ્વતંત્રતા બાદ, આપણી 69 નctી તો શી on ચિંતનની કેડીએ સિંહ હાંડી ચિંતનની કેડીએ ચિંતક હતી ર
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy