SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ અહો! સાનંદાશ્ચર્ય ! વીર્ષોલ્લાસ! પરમ પ્રેમ! સર્વસમર્પણતા! જે વડે આત્મા પરમાત્માની કૃપા પામ્યો જે વડે આત્મા પુરુષની ચરણરજને પામ્યો જે વડે આત્મા નિજસ્વરૂપને પામ્યો જે વડે આત્મા લોકોત્તરતાને પામ્યો. જે વડે આત્મા સ્વભાવભાવને પામ્યો જે વડે આત્મા અપૂર્વ આત્મવિશ્વાસને પામ્યો જે વડે આત્મા નિઃશંકતાને પામ્યો જે વડે આત્મા નિર્ભયતાને પામ્યો જે વડે આત્મા નિઃસંગતાની ભાવનાવાળો થયો - જે વડે આત્મા શુદ્ધતાને પામ્યો જે વડે આત્મા જ્ઞાયકરૂપ રહેવા લાગ્યો જે વડે આત્મા શેયમગ્નતામાંથી નિવ જે વડે આત્મા દ્રષ્ટામાત્ર રહેવા લાગ્યો. - જે વડે આત્મા રત્નત્રયરૂપ થયો જે વડે આત્મા સ્વાનુભવ-અનુગામી થયો જે વડે આત્માએ અજ્ઞાનનો પરાભવ કર્યો જે વડે દેહભિન્ન નિજતત્ત્વસ્વરૂપને પામ્યો જે વડે આત્મા તત્ત્વતઃ મુમુક્ષપણાને પામ્યો જે વડે આત્મા ‘ચારિત્રમાર્ગને અનુસરતો થયો. જે વડે આત્મા પ્રતિબુદ્ધતાને પામ્યો. જે વડે આત્મા “સ્વ” આશ્રયને પામ્યો બસ જય થાઓ! વિજય થાઓ ! આત્મા પરમ પ્રેમથી તે જ સત્પરુષોનાં વચનોનું, માર્ગનું અને ભાવનું અનુસરણ કરો, જે વડે તે સત્પષો પૂર્ણપુરુષો બન્યા. આત્મસાક્ષાત્કારનો આ એક એવો ધન્ય દિવસ હતો જયારે જીવનને એક નવો જ વળાંક મળ્યો. આ દિવસ ડૉ. સોનેજીનો એક અભૂતપૂર્વ સીમાચિહ્નરૂપ દિવસ બન્યો. વિધિનો કોઈ વિશેષ સંકેત હતો. સાચા અને વાસ્તવિક અર્થમાં ‘દ્વિજ” બન્યા. ભવોભવના સંસ્કાર, બાલ્યાવસ્થાના સવિચાર, યુવાવસ્થાનું સદ્વાચન અને છેલ્લા થોડા મહિનાઓથી ચાલતું તીવ્ર જિજ્ઞાસા સહિતનું ઊંડું ચિંતન-મનન, આ બધાંનું સમુચ્ચયબળ એક નિર્ણાયક ઊંડા ધ્યાનમાં પરિણમ્યું, જે નવ-પરિવર્તન લાવ્યું. બીમારી પૂરી થઈ. શરીર સ્વસ્થ અને તંદુરસ્ત થયું. સામાજિક અને સાંસારિક જવાબદારીઓ શરૂ થઈ. નોકરી અને પ્રેક્ટિસ પણ ચાલુ થઈ ગઈ. બાહ્ય રીતે જીવન કંઈક પહેલાંના જેવું જિવાવા લાગ્યું, પરંતુ અંતર ફરી ગયું હતું. દિશા અને લક્ષ બદલાઈ ગયાં હતાં.
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy