SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કરે. આમ, બહિર્મુખ અને અંતર્મુખ બન્યા કરે. આ સ્થિતિમાં કંઈ શૂન્યાવકાશ તો હોય નહીં. સુષુપ્તાવસ્થામાં પડેલું બોધબીજ જાગ્રત થયું. શારીરિક અક્ષમતાને કારણે ભૌતિક તો કશું કરવાનું નહોતું. કોઈ પણ જવાબદારી વિનાનો આના જેવો સુવર્ણ સમય ક્યારે મળે? પહેલા બે-ત્રણ દિવસમાં જ અભરાઈ પર પડેલાં શાસ્ત્રો અને આધ્યાત્મિક ગ્રંથો ઉતરાવ્યાં. સાચા અર્થમાં ધૂળ ખંખેરી અધ્યયન શરૂ કર્યું. દિવસના ૮-૧૦ કલાક જેટલું અધ્યયન ચાલવા લાગ્યું. બાળપણથી જ સત્સંગ-સ્વાધ્યાયાદિ દ્વારા જે ઊંડા અધ્યયન અને ચિંતનના સંસ્કારો સુષુપ્ત અવસ્થામાં પડ્યા હતા, તે ક્રમશઃ જાગ્રત થવા લાગ્યા અને વર્તમાનમાં થયેલા અધ્યયનની સાથે તેનું અનુસંધાન થતાં સતત, ઊંડું અને ઘનિષ્ઠ ચિંતન શરૂ થયું. અગાઉના વાચને એમાં પૂરક તેલ પૂર્યું. એક પછી એક વિષયની સમજ અને સ્પષ્ટતા થવા લાગી. અતિ આનંદ આવવા લાગ્યો; જેના પરિણામે મોહનાં પડળો ધીરે ધીરે ખસવા લાગ્યાં. આ વાચન-ચિંતન માત્ર ફાજલ-સમય પસાર (Time Pass) કરવા માટે નહોતાં. અત્યારે જેમ કંઈ કામ ન હોય તો ટી.વી. જોવા બેસી જઈએ છીએ અને સમય બરબાદ કરીએ છીએ, તે પ્રકારનું નહોતું. આ એક ગહન સંકેત હતો. દઢ સંકલ્પબળ પ્રમાદમાં પડી ગયેલું, તેમાંથી આત્મા જાગી ઊઠ્યો, કહો, કકળી ઊઠ્યો અને અંતરાત્મામાંથી અવાજ આવ્યો : જીવનનું અંતિમ લક્ષ્ય શું? તું જ તારો ગુરુ થા. Be a beacon light unto thyself. આત્માને ઓળખ. એ જ સાચી દિશા છે. કાંકરિયા તળાવ નજીકની હરિનગર સોસાયટીની ડૉ. સોનેજી હૉસ્પિટલનો પહેલા માળનો આરામ માટેનો પથારીખંડ જાણે એક ગુરુકુળ આશ્રમખંડ બની ગયો! એકલવ્યના જેવી આરાધના શરૂ થઈ! તદ્દન બાળપણથી જ કંઈક સર્વોત્તમ પ્રાપ્ત કરવાની જે ધૂન લાગી હતી તે પ્રબળ બની. પ્રવચનસાર, શ્રીમદ્ રાજચંદ્ર, જ્ઞાનેશ્વરી ગીતા આદિ શાસ્ત્રોનો ગહન અભ્યાસ ચાલુ થયો. ચિંતન-મનન સતત ચાલ્યાં. એક દિવસ નહીં, બે દિવસ નહીં પણ સતત લગભગ છે મહિના જેટલું ચાલ્યું. એના પરિપાકરૂપે, દોહનરૂપે તા. ૧૪-૨-૧૯૬૯ (સંવત ૨૦૨૫, મહા વદ ૧૨, શુક્રવાર)ના રોજ “રાત્રે ૨-૦૦ વાગ્યાની આસપાસ છેલ્લા લગભગ ત્રણ કલાકના ધ્યાનસ્થ દશામાં ચાલેલા આંતરમંથનના ફળરૂપે, એક સોનેરી અપૂર્વ પળે, ડૉક્ટર સોનેજી આત્મધ્યાનના પરમાર્થ ફળની રૂડી દશાને પામ્યા.” આમ, ૩૭મા વર્ષે અપૂર્વ એવા આત્મસાક્ષાત્કારનો આનંદ પ્રગટ્યો. જીવનનું અદ્ભુત, અભૂતપૂર્વ અને અંતરંગ આમૂલ પરિવર્તન થયું. એ અનુપમ અનુભવનું શબ્દ A અંતરચેતનાને અજવાળે આલેખન રાત્રે અઢી વાગ્યે તેઓએ આ પ્રમાણે કર્યું : 53.
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy