________________
આપણે અગાઉ જોયું એમ ડૉક્ટરને ૧૯૫૪થી ૧૯૬૦ના સમયગાળા દરમિયાન, આધ્યાત્મિક લગની વિશેષપણે લાગી હતી. તદનુસાર વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ પણ ડૉ. સોનેજીએ કર્યો હતો. નોકરી, વિદેશગમન અને અનુસ્નાતક અભ્યાસનું ચોક્કસ લક્ષ્ય હોવાને કારણે આધ્યાત્મિક લગની સુષુપ્તાવસ્થામાં રહી. દરમિયાન દામ્પત્યજીવનનો પણ અનુભવ કરી લીધો અને પરિણામે એક બાલ-રત્ન પણ પ્રાપ્ત થયું. અંદર પડેલું આધ્યાત્મિકતાનું બીજ કોઈક શુભ પળની રાહ જોઈ રહ્યું હતું. સંસારમાં કોઈ કૃતિ કે કર્તા પક્ષે ઉપેક્ષાભાવ નહોતો એટલે અન્યને કશું કળાતું નહીં.
Jain Education International
51
For Private & Personal Use Only
www.jirvellbrary.org