________________
ઘણી મોટી ડિગ્રીઓ તો હતી, પણ જ્યાં સુધી સામાન્ય દર્દીઓ સુધી એના લાભ પહોંચે નહીં ત્યાં સુધી બધું નકામું. પ્રજામાં Specializationની સમજ અને જાગૃતિ આજે જેટલી છે તેટલી તે વખતે નહોતી. તેથી તેના પ્રત્યે વિશ્વાસ અને આદર જમાવવાની જરૂર હતી. મુશ્કેલીઓ તો હતી. પૂર્વ અમદાવાદના નાના નાના ડૉક્ટરોને પણ મળવું પડે. બંનેને અનુકૂળ સમય તો રાત્રે ૯-૦૦ વાગ્યા પછીનો મળે. ઘણી વાર ડૉ. મુકુન્દભાઈ કન્સલ્ટિંગ પૂરું કરી ઉપર આવે ત્યારે તેમનાં માતુશ્રી, પુત્ર રાજેશ અને શર્મિષ્ટાબહેનને ઊંઘમાંથી ઉઠાડવા પડે. આખા દિવસનો થાક, નિદ્રા અને બાલ રાજેશ પ્રત્યેનો પુત્રપ્રેમ છોડીને પણ પાંચ જ મિનિટમાં તૈયાર થઈને શર્મિષ્ટાબહેન ડૉક્ટર સાથે નીકળી પડતાં.
આવી કર્તવ્યનિષ્ઠા, કઠોર ઉદ્યમ અને પ્રેમમય સ્વભાવને કારણે તેઓ સ્થાનિક સ્ત્રી-નિષ્ણાતોમાં ત્રણ-ચાર વર્ષના નાના ગાળામાં જ લોકપ્રિય સ્થાનને પામ્યાં.
આવા કપરા કાળમાં ઘણાં ડૉક્ટરો તથા સ્નેહીજનોએ તેમને સહકાર આપ્યો; જેમ કે ડૉ. રમણીકભાઈ પટેલ, ડૉ. પરિહાર, ડૉ. જે. એમ. ત્રિવેદી, ડૉ. એચ. સી. પટેલ, ડૉ. આર. કે. શાહ, ડૉ. ઇન્દુબહેન અને એમના પતિ ડૉ. ફકીરભાઈ પટેલ, ડૉ. વર્ષાબહેન દવે, ડૉ. કિન્નરીબહેન મહેતા, ડૉ. લવિંગિયા, ડૉ. ભંડારી, ડૉ. વસંત પરીખ (વડનગરવાળા), ડૉ. શૂરવીરભાઈ શાહ તથા શ્રી વિષ્ણુભાઈ રાવલ, ઇત્યાદિ અનેક.
ડૉક્ટર દંપતી આજે પણ આ બધાનું ઋણ માથે ચડાવે છે. એમના કોઈ ને કોઈ પ્રકારના સહયોગનું સ્મરણ કરીને, સ્મૃતિને તાજી કરે છે.
આ ઉપરાંત ઈ.એસ.આઈ. સ્કીમના અનેક ડૉક્ટરોએ સહકાર્યકર્તાઓ તરીકે સારો સહયોગ આપ્યો તેમને કેમ ભૂલી શકાય? તેઓનો સહયોગ આજ દિન સુધી (૧૯૮૮) મળતો રહ્યો છે. તેમાંના કેટલાક જોઈએ તો ડૉ. જે. એમ. શાહ, ડૉ. પી. સી. પરીખ, ડૉ. બગડિયા, ડૉ. જૈન, ડૉ. રમેશ પરીખ, ડૉ. જે. સી. શાહ, ડૉ. ત્રિપાઠી, ડૉ. સવજીભાઈ પટેલ, ડૉ. મોદી, ડૉ. દાણી, ડૉ. અમરીષ પરીખ, ડૉ. ભરત ભગત, ડૉ. એસ. એચ. મહેતા વગેરે ગણાવી શકાય.
આ લોકોનો પ્રારંભનાં ત્રણ વર્ષ સુધી તો વિશેષ સહયોગ મળતો રહ્યો; તેથી ક્લિનિક તથા હૉસ્પિટલની ખ્યાતિ સ્થાનિક લોકોમાં સારા એવા પ્રમાણમાં સ્થિર થઈ. આજે લગભગ ૩૯ વર્ષ પછી પણ ડૉ. સોનેજીના મેટરનિટી હોમ-હૉસ્પિટલની ખ્યાતિ, સ્થાનિક હૉસ્પિટલોમાં ગણનાપાત્ર છે. આ બધાની પાછળ ડૉ. શર્મિષ્ટાબહેનની નિષ્ઠા, પ્રામાણિકતા, દર્દીઓ પ્રત્યે આત્મીયતા તેમજ સ્નેહપૂર્ણ અને ઉદારતાભર્યો વ્યવહાર મુખ્ય પરિબળો ગણી શકાય.
બાળ રાજેશના જીવનના પ્રથમ બાર મહિના, ઝાડા-ઊલટી-પીળિયો (Jaundice) વગેરે પ્રકારની અવારનવાર બીમારીને કારણે તબિયત નાજુક રહી. એક બાજુ નવી હૉસ્પિટલનું સખત કામ, બીજી બાજુ બાળઉછેર અને ત્રીજું ઘરકામ તો ખરું જ. આમ ત્રેવડી જવાબદારી અને ફરજ બજાવતાં છતાં પ્રેમાળ તથા સહનશીલ સ્વભાવને કારણે શર્મિષ્ટાબહેન સંયુક્ત કુટુંબમાં સુંદર રીતે ભળી ગયાં. આ અંગે ડૉ. મુકુન્દભાઈ જણાવે છે કે “એક ઉત્તમ આર્ય નારી તરીકે, ઘરના સભ્યોનો, બૃહદ્ શ્વસુર પક્ષના અને પિયરના સભ્યોનો, આડોશીપાડોશીઓનો તેમજ વિશાળ દર્દીવર્ગનો પ્રેમ જીતી લીધો.” છેલ્લાં લગભગ દશ વર્ષથી ડૉ. રાજેશભાઈ અને તેમનાં પત્ની ડૉ. શીતલબહેને, આ નર્સિંગહોમને વધારે લોકપ્રિય, સુવિધાયુક્ત અને આધુનિક ટેક્નૉલોજીથી સુસજ્જ બનાવ્યું છે.’
Jain Education International
50
For Private & Personal Use Only
www.jainellbrary.org