________________
કરતાં; એને અનુકૂળ વાતાવરણ પણ ઊભું કરતાં હતાં; જેથી મનભેદ ક્યારેય ન થાય. આ એમનું સહજજીવન બની ગયું હતું; એટલે ક્યારેય ઊંચા અવાજે બોલવાનું બન્યું નહોતું. પરંતુ એક વખત ડૉક્ટર જણાવે છે એમ સ્ત્રીસહજ સ્વભાવને ઓળખવામાં એમણે થાપ ખાધી અને પરિણામે ગુસ્સો આવી ગયો.
પ્રવાસમાં એક દિવસ હોટલમાં જમવાનું થયું. લગભગ દોઢ વાગ્યો હતો. સૌને કકડીને ભૂખ લાગેલી, પોતપોતાને અનુકૂળ લાગે તે પ્રમાણે સૌએ મેનુ-ઑર્ડર આપ્યો. શર્મિષ્ટાબહેને ઑર્ડર આપ્યો. ફરી પાછા ઑર્ડરમાં ફેરફાર કરી ઑર્ડર આપ્યો. વળી પાછા કોઈક ઇચ્છા થઈ આવી એટલે ત્રીજી વાર મેનુમાં ફેરફાર કર્યો. આમ, વારંવાર થવાથી ડૉક્ટરને ગુસ્સો આવ્યો અને જરા કડકાઈથી કહ્યું, “આમ તમે વારેઘડીએ કેમ ઑર્ડર બદલો છો?”
ડૉક્ટર આ વાત ભૂલી ગયા હતા કે શર્મિષ્ટાબહેનની સગર્ભાવસ્થા હતી.
ગર્ભાવસ્થાને લીધે ઉત્પન્ન થતી સ્વાદની ઇચ્છા, અસ્થિરતા અને વિચિત્રતા, સ્રીની ભૂમિકા તત્ક્ષણ વિસ્મરણ થવાથી અને ખૂબ ભૂખ લાગી હોવાથી તેમજ તે નહીં સમજી શકવાથી શર્મિષ્ટાબહેનને ગુસ્સે થઈ ઠપકો આપેલ : “તમે જલ્દી નિર્ણય લઈ લો શું ખાવું છે.” આ સમયે શ્રી શંકરલાલ તથા જયાબહેને બાજી સંભાળી ડૉક્ટરને શાંત થવા કહ્યું હતું.
શાંતિ તો છવાઈ ગઈ. ભારતીય નારી બધું નજરઅંદાજ કરવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે એટલે જાણે કશું ન બન્યું હોય એમ રાબેતા મુજબ થઈ ગયું. પણ પાછળથી ડૉ. મુકુન્દને સ્ત્રીના સગર્ભાવસ્થાના સહજ-સ્વભાવને ઓળખવામાં જે નિષ્ફળતા મળી તેનો તેઓએ અફસોસ વ્યક્ત કર્યો. આ છે એમના સ્વ-સ્વભાવનું નિરીક્ષણ. કદાચ આવી નાનીમોટી બાબતો કે પ્રસંગો એમને ચોક્કસ દિશામાં લઈ જવામાં સિંચન કરતા હશે. પતિ-પત્ની વચ્ચેના આવા ખાટા-મીઠા પ્રસંગો કોને ઘડતા હશે એ કહેવું મુશ્કેલ છે.
શર્મિષ્ટાબહેન લગ્નજીવનના શરૂઆતના તબક્કામાં જે રીતે રહ્યાં, તેમાં તેમનાં મક્કમ સ્વભાવ, દઢતા તથા પ્રેમના સૂક્ષ્મ પ્રવાહનો પરિચય થાય છે. તે જેટલાં પ્રેમી છે એટલાં જ કાર્યદક્ષ અને બહાદુર છે. એક પ્રસંગ વર્ણવવા જેવો છે.
યુરોપની સફર દરમ્યાન બર્લિન જવાનું હતું. રાત્રે ૮-૦૦ વાગ્યે બર્લિન જવા રવાના થયાં. ડૉક્ટર ડ્રાઇવિંગ કરતા હતા. અર્ધો કલાક થયો હશે ત્યાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદનું તોફાન શરૂ થયું. ન્યૂ બર્લિન પહોંચવા હજુ લગભગ ૨૫૦ માઈલનું અંતર કાપવાનું બાકી હતું. આખા દિવસના ડ્રાઇવિંગનો થાક તો હતો જ, વચ્ચે લોખંડી દીવાલ એટલે ગાડી ઊભી રાખવાની સન્ન મનાઈ. લાઇટ બિલકુલ ઓછી (લગભગ અંધારું) અને પ્રતિકૂળ વાતાવરણ. ડૉક્ટરની ધીરજ ખૂટી, થાક તો હતો જ. શર્મિષ્ટાબહેનને ગાડી ડ્રાઇવિંગ માટે આપવા ઇચ્છા નહોતી છતાં પરિસ્થિતિ એવી હતી કે આપ્યા વિના છૂટકો નહોતો. મનમાં સંદિગ્ધતા પણ ખરી. ડૉક્ટરે ગાડી લેવા કહ્યું તો ક્ષણનાય વિલંબ વિના વિપરીત અને ભયાનક સંજોગો વચ્ચે, લેશમાત્ર હિચકિચાટ વિના ગાડી ચલાવવાનું શરૂ કર્યું. કોણ જાણે કેમ, સ્ત્રીમાં અદ્ભુત શક્તિ ભરેલી હોય છે તે જ્યારે વાપરવાની શરૂ કરે છે ત્યારે ભલભલા મોંમાં આંગળાં નાંખી જાય છે. તેમણે વરસાદી તોફાન વચ્ચે અંધારામાં હિંમત, સાહસ અને સમયસૂચકતાથી માત્ર અઢી કલાકમાં લગભગ ૧૭૫ માઈલ જેટલું અંતર કાપીને વેસ્ટ બર્લિન, એક્સપ્રેસ હાઇવે પર પહોંચાડ્યાં. તદ્દન અજાણી જગ્યાએ મોંઘી હોટલમાં રાત્રે ૧૨-૦૦ વાગ્યે સૌએ વિસામો લીધો. ‘પડ્યા ભેગા પાર’ તે સવારે ૮-૦૦ વાગ્યે ઊઠ્યાં. આ પ્રસંગ અંગે ડૉ. સોનેજી જણાવે છે :
“મુકુન્દને પોતાના દઢ સંકલ્પનો અને ડ્રાઇવિંગ-ક્ષમતાનો કંઈક તો૨ હતો તે આ પ્રસંગને જોઈ ઊતરી ગયો
Jain Education International
46
For Private & Personal Use Only
www.jainelibrary.org