________________
સ્વદેશ, Feil
ભારત આવવા ૧૨મી જૂન ૧૯૬૬ના રોજ તેઓ ગાડી દ્વારા, by road માન્ચેસ્ટર થઈ લંડન આવી પહોંચ્યા. ત્યાંથી ઍન્ટવર્પ આવ્યાં. યુરોપનો આઠ-દસ દિવસનો પ્રવાસ કરી ઇટાલી આવી પહોંચ્યાં.
ભારત આવવા ‘થૉમસ કૂક' દ્વારા સ્ટીમરમાં બુકિંગ તો થયેલું હતું. પરંતુ આ દિવસોમાં પ૬ દિવસની અભૂતપૂર્વ ‘પૅસેન્જર શિપ્સ’ની હડતાલ પડી. આ કારણે ટિકિટો બદલાવીને રોમથી મુંબઈ વિમાન માર્ગે આવવાનું નક્કી કર્યું.
યુરોપની નાનકડી યાત્રા સુખદ રહી. આપણા મગજમાં સામાન્ય રીતે એક ગ્રંથિ પૂર્વગ્રહરૂપે ઘર કરી ગઈ છે કે અંગ્રેજી ભાષા આવડે એટલે જગત ડહોળાય. અંગ્રેજી ભાષાનું પોતાની રીતે મહત્ત્વ છે અને અમુક દેશોમાં એની જરૂર ખરી પરંતુ દુનિયામાં બધે જ એનું પ્રભુત્વ છે એમ માનવું ભૂલ ભરેલું છે. યુરોપમાં જર્મની, ફ્રાન્સ વગેરે દેશોમાં પોત-પોતાના દેશની ભાષા બોલવાનો આગ્રહ હોય છે. એથી ઊલટું, આપણા ભારતમાં, જ્યાં માંડ ચારેક ટકાથી ઓછા લોકો અંગ્રેજી લખી-બોલી શકે છે ત્યાં અંગ્રેજીમાં બોલીએ તો જ પ્રતિષ્ઠા મળે છે એવો મિથ્યા ખ્યાલ ધરાવીએ છીએ. સોનેજી દંપતીએ પ્રવાસ દરમિયાન – વ્યવહારમાં આવતાં ફેંચ, જર્મન, સ્વિસ, ઇટાલિયન વગેરે ભાષામાંનાં વાક્યોની અનુવાદિત પુસ્તિકા સાથે રાખી હતી, જેથી પ્રવાસમાં તકલીફ ન પડે. પણ આદતના જોરે અંગ્રેજી બોલી જવાતું ત્યારે સૌથી વધારે તો જર્મનીમાં અને કંઈક અંશે ફ્રાન્સમાં ત્યાંની પ્રજામાં “અમારા પ્રત્યે અણગમો-અભાવ સ્પષ્ટ દેખાઈ આવતો હતો. ત્યારે તેમનામાં રહેલાં સ્વભાષાની ગરિમા અને પ્રેમનો ખ્યાલ આવતો હતો.'
શુદ્ધ શાકાહારી હોવાને કારણે પ્રવાસમાં ભોજનની તકલીફ ભોગવવી પડતી હતી. તેમાં શર્મિષ્ઠાબહેનના બાપુજી શંકરલાલ સાથે હતા. તેઓ તો ચુસ્ત વૈષ્ણવી હતા. પૅરિસમાં ડૉક્ટરે ભાત મંગાવ્યા. તેમણે ચુસ્ત શાકાહરી છીએ એવી સૂચના તો પહેલેથી આપી દીધી હતી પરંતુ ગમે તે કારણોસર કાં તો સમજણફેર હોય કાં તો ઈંડાને માંસાહારમાં ગણતા ન હોય પણ વેઇટર ભાતની અને તે પણ કલાત્મક રીતે બાફેલા ઈંડાના ટુકડાઓને ગોઠવીને સુંદર ડિશ લઈને આવ્યો. શાકાહારી હોવા છતાં ડિશની ગોઠવણી અને કલાની સૂઝ ઉપર વારી જવાય એવું હતું. આ જોઈ શ્રી શંકરલાલ તો ઘણા જ બેચેન બની ગયા અને ગુજરાતીમાં ઠીક-ઠીક ઊધડો લઈ નાખ્યો. ડૉક્ટર દંપતીએ વાતને વાળી લીધી, ઈંડાં કઢાવી નાંખ્યાં અને બીજો ઑર્ડર આપી કહ્યું : Only Rice, Sprouts and Tomato કંચ-અપ; અને તેનાથી કામ ચલાવ્યું. - આપણે અગાઉ જોયું કે ડૉક્ટરની સમજશક્તિ, પ્રેમ, સંસ્કાર અને જન્મજાત પડેલું વૈરાગ્યનું બીજ આ બધાંને લીધે અને સામે પક્ષે શર્મિષ્ઠાબહેનની પતિ પ્રત્યે અપાર શ્રદ્ધા, આંતરિક પ્રેમ અને સહનશીલતાને કારણે દંપતીજીવનનાં શરૂઆતનાં વર્ષો વિદેશમાં વીત્યા હોવા છતાં બન્ને એકબીજાંને સમજવાની કોશિશ માત્ર નહોતાં
45
દેશ મામી વરસાદેશ ભણી
સ્વદેશ ભણી સિકોક વિ કાળા Chaદેશ ભામી
સ્વદેશ ભણી
ગોળાટ ear2EED