SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પરંતુ એક ‘સંસ્કાર’ તરીકે અને સમયની મર્યાદામાં. પરંતુ જ્યારે પિતાજીને ઈ.સ. ૧૯૪૯માં આંતરડાની બીમારી થઈ ત્યારથી, ભજન-ભક્તિના ઉપક્રમનો દોર વધારે પ્રમાણમાં ચાલ્યો. આ ક્રમ થોડેઘણે અંશે તેમના જીવન પર્યંત રહ્યો. પિતાજી તરફથી વારસામાં મુકુન્દને બીજી ભેટ મળી હોય તો તે સંગીતની. પિતાશ્રીના સંગીતકળાના સંસ્કાર મુકુન્દ અને બીજા ભાઈ-બહેનોમાં, ખાસ કરીને ભાવનગરવાળા મોટાં બહેન કુસુમબહેનમાં અને ચિ. ડૉક્ટર રાજેશભાઈમાં ઊતર્યા. સૌથી વધુ વિકાસ મુકુન્દમાં જોઈ શકાય છે. એમના પિતાજી તબલાં પણ સારા વગાડતા. અત્યારે આપણે આત્માનંદજીમાં જે ચોક્કસતા, ચીવટ, ઝીણી બાબતની કાળજી, વ્યવસ્થાશક્તિ, જાતે કરી લેવાની ટેવ વગેરે જોઈએ છીએ તે ગુણો એમને પિતાજી પાસેથી વારસામાં મળ્યા હોય એવું લાગે છે. આ લેખકને પણ અલ્પ પરિચયમાં એનો અનુભવ થયો છે. | એક દિવસે ડૉ. શર્મિષ્ઠાબહેનને ત્યાં વાતચીત માટે અમારે ઉપરના માળે જવાનું થયું. તરત જ પાછા વળી નળ ટપકતો હતો તે બંધ કરી દીધો. ધાર્યું હોત તો તેઓ કોઈને કહી શક્યા હોત. એવો જ બીજો પ્રસંગ કોબા તેમની સાથે આવવાનું થયું તે સમયનો છે. ગાડીમાં અમે સહજાનંદ કૉલેજ આગળ ઊભા હતા ત્યાં શર્મિષ્ઠાબહેન અને તેઓ આવ્યાં. ગાડીમાંથી ઊતરી ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો. એમાં સામાન પડેલો. અમે વિચારીએ તે પહેલાં જાતે જ ઊંચકી, અમે બેસી શકીએ એ રીતે વ્યવસ્થિત ગોઠવી દીધો. કેટલી બધી ચીવટ અને સરળ આત્મીયતા હતી ! અમને થોડીક શરમ પણ ઊપજી. કોબા આશ્રમમાં રવિવારે અને બુધવારે સવારે સામૂહિક સાફ-સફાઈ કરવાની હોય છે. એનાથી શ્રમનો મહિમા વધે. તે દિવસે આત્માનંદજી જાતે ઝાડુ લઈ સફાઈ કરવા નીકળે. કોઈને એમ ન કહે કે તમે ચાલો, સફાઈ કરો કે કોઈને સફાઈનો ઉપદેશ આપે નહિ, પણ જાતે જ કરવા લાગી જાય. સૌ પહેલું આચરણ પોતાનું હોય. એની ધારી અસર પણ થાય. મુમુક્ષુઓ પણ એમની સાથે જોડાય. ક્યારેક મનની નબળાઈ મુમુક્ષુઓને કામ કરતા રોકે તો આ મોટી પ્રેરણા કામ કરવાનો ધક્કો મારે. એવું જ સંગીતનું ગણી શકાય. તેમના સ્વાધ્યાયો તેમજ આધ્યાત્મિક વ્યાખ્યાનોમાં મધ્યકાલીન તેમજ અર્વાચીન કવિઓ-સંતોના ભક્તિ-ગીતોની પંક્તિઓ સુમધુર, ભાવોત્પાદકતા સહિતની તન્મયતાથી જ્યારે સહજપણે તેમના મુખમાંથી પ્રવકતી હોય ત્યારે સ્પંદનોનું અદ્ભુત અને પ્રેરણાદાયી વાતાવરણ ઉત્પન્ન થાય છે; જે ગંભીર શ્રોતાઓને ભક્તિની સાચી મસ્તીમાં ગરકાવ કરી દે છે. ક્વચિત્ દેહભાન ભૂલીને તેઓ ભાવસમાધિમાં સરકી જાય છે અને અગ્રુપાત કે કંઠ રૂંધાઈ જતો હોય તેવું દશ્ય શ્રોતાઓને પણ ભાવવિભોર કરી મૂકે છે. ક્વચિત્ શ્રોતાઓ પણ એમની સાથે જોડાય છે. સંગીતના શોખનું મુખ્ય ધ્યેય તેમના પિતાશ્રીને જાય છે. 18
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy