SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ આવું જ કંઈક પૂજ્યશ્રી મનુવર્યજી મહારાજે પણ કહ્યું હતું. મુકુન્દ યોગ-સાધન-આશ્રમમાં નિયમિત જતો. રંગ એટલો ચડ્યો હતો કે ડૉક્ટરી અભ્યાસમાં ખલેલ પડશે એમ સમજી મહારાજે કહ્યું : “ભક્તિમાં નહિ આવશો તો ચાલશે.” આમ, લૌકિક નિજ કર્મ શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરવામાં ચોતરફથી અજબની પ્રેરણા મળતી હતી. આ ગાળા દરમિયાન ભક્તિ અને ભણતર બંને સરસ રીતે ચાલતાં હતાં. એક રીતે જોઈએ તો મુકુન્દ ઉપર ત્રણ પરિબળોની ઘેરી અસર હતી. બીજી બાજુ મુકુન્દ હવે યુવાન થયો હતો. તેના સમવયસ્કો આ ઉંમરે સંસારી બની ચૂક્યા હતા. સ્વાભાવિક છે કે માતા-પિતા એ દિશામાં વિચાર કરે. યુવાવસ્થા હોવાથી ‘લગ્નના પ્રસ્તાવ’ આવતા હતા. પણ તેમણે ‘મૌન’ સેવ્યું એટલે તત્કાળ તો એમાંથી ઊગરી શક્યા. આ સમય વિશે સ્વયં મનુવર્યજીએ મુકુન્દની સાધના બાબત આલેખતાં પાછળથી કહ્યું હતું : “મુકુન્દમાં સેવાની પ્રબળ ભાવના હતી. માતા-પિતાની અને સંતોની સેવાની જાણે કે લગની લાગી હતી. ભજન સાંભળવા આવે પણ ખૂબ નિયમિતતાથી આવે. રમવા-ખેલવા કે ઇતર મોજ-શોખ માટેની ઉંમર હોવા છતાં આટલી નાની ઉંમરે, બધું પડતું મૂકીને આવવું એ મને તો પૂર્વજન્મના સંસ્કારોનો યોગ જણાય છે. વળી એનો સ્વભાવ ગુણગ્રાહી. જ્યાં સારું અને સાચું દેખે ત્યાં દોડી જાય. એના પ્રત્યે સહજભાવ - વાત્સલ્ય ઉત્પન્ન થાય. આગળ ઉપર આટલી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચશે એવો ખ્યાલ મને તે વખતે તો નહોતો આવ્યો પણ એનું વાંચન એટલું બધું વિશાળ હતું કે એક જિજ્ઞાસુ તરીકે પણ એના પ્રત્યે પ્રેમ ઊપજે.’* આ ગાળામાં, તેમના પર સૌથી વધારે ત્રણ પરિબળોની અસર હતી : (૧) કુટુંબની, એમાંય વિશેષ મોટાભાઈ તથા માતા-પિતાની; (૨) અભ્યાસેતર વાચનની; (૩) સંતપુરુષોનાં દર્શન-સમાગમની. તેમના વિકાસમાં માતા-પિતાનું યોગદાન ઘણું મહત્ત્વનું છે. ઘરનું વાતાવરણ અત્યંત પ્રેમભર્યું અને સ્નેહાળ હતું. ઘરના બધાને પરસ્પર ગાઢ વિશ્વાસ હતો. ભક્તિભાવ, દાન, સંસ્કાર, શિક્ષણનિષ્ઠા અને વાત્સલ્ય જેવા ગુણો કુટુંબના સૌ સભ્યોમાં આત્મસાત્ થઈ ગયા હતા. માતા-પિતા બન્નેના ફાળામાં મૌલિકતા હતી. માતાને એમનાં ફોઈબા તરફથી ગીતાવાચન, સંસ્કૃતભાષા અને સ્પષ્ટ ઉચ્ચારથી લયબદ્ધ રીતે શ્લોક ગાવાના સંસ્કાર મળેલા અને એનો પ્રભાવ ગર્ભાવસ્થાથી જ થયેલો. જ્યારે પિતાજી તરફથી દૃઢતા, કર્તવ્યનિષ્ઠા, કડક શિસ્તબદ્ધતા અને પ્રામાણિકતા પ્રાપ્ત થઈ. પિતાજી પોતે બીડી પીએ, પણ પોતાની કુટેવ વિશે કુટુંબ સમક્ષ અવારનવાર અફસોસ વ્યક્ત કરતા. મોટે ભાગે તેઓ પોતાનાં સંતાનોના દેખતા બીડી પીતા જ નહિ. જીવનના આખરી શ્વાસ સુધી કુટુંબીજનોને અપ્રમાદી જીવન જીવવાનું શીખવતા ગયા. તેઓ ક્યારેય નવરા બેસે નહીં. કપડાં સંકેલવાં, શાક સમારવું, ફૂલઝાડ ઉછેરવાં અને રાત્રે તથા સવારે પ્રણાલીગત સ્તુતિ, ભજન બોલવાનો તેમનો ક્રમ હતો. આ ક્રમ તે સમયે એક સાંસ્કૃતિક અને પરંપરાગત ક્રમ હતો; આધ્યાત્મિકતાની પ્રાપ્તિ માટેનો ક્રમ નહોતો. આત્માનંદજી આ અંગે જણાવે છે કે “નિષ્પક્ષપણે વિચારતાં, ધાર્મિક સંસ્કારોનું પ્રદાન બાપુજી કરતાં ‘બા’નું ઠીક ઠીક પ્રમાણમાં વધી જાય એવી કબૂલાત કરવી જોઈએ.” ત્યારપછી ઈ.સ. ૧૯૧૬ થી ૧૯૨૫-૩૦ સુધી ‘મૂળી’(જિ. સુરેન્દ્રનગર)ના રહેવાસ દરમિયાન ત્રિભોવનદાસ અને રતનબાને ત્યાં રાત્રે કલાકો સુધી ભજન-કીર્તન ચાલ્યા કરે. ત્યારપછી અમદાવાદમાં પણ ચાલે, * લેખકે પૂજ્ય મનુવર્યજીની પ્રત્યક્ષ મુલાકાત તા. ૦૯-૦૫-૧૯૯૯ના રોજ લીધેલી તેમની સાથેના વાર્તાલાપમાંથી. 17 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy