________________
યોગ, સ્વાધ્ય
અને માનવ મૂલ્યો (એક શિક્ષણિક શાળોપણોગી તેલિક અાપ્યાસક્રમ)
૩. યોગ, સ્વાચ્ય અને માનવ મૂલ્યો
આજનો માનવી જ્યારે પ્રકૃતિથી વિમુખ થઈ અનેક શારીરિક તેમજ માનસિક રોગોનો ભોગ બની રહ્યો છે ત્યારે, માણસનું શરીર તંદુરસ્ત બને તેમજ તેનું મન અને સમગ્ર જીવન તનાવમુક્ત થઈ પવિત્ર બને એ હેતુથી યોગ, સ્વાચ્ય અને માનવમૂલ્યોના ત્રિવેણી સંગમરૂપ આ લઘુ પુસ્તિકા છે, જેમાં આહાર-વિહાર-નિહારના નિયમો, પૂજયશ્રી આત્માનંદજી દ્વારા યોગનાં આઠ અંગોની ટૂંકી સમજણ અને જીવનઉન્નતિના માર્ગદર્શનથી સોનામાં સુગંધ ભળી છે. પહેલું સુખ તે જાતે નર્યા' અને ‘પહેલું સુખ તે સમજણસાર' આ બન્ને ઉક્તિઓનો સુભગ સમન્વય આ લઘુ પુસ્તિકામાં થયો છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાથ્ય જાળવવાનું શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓને, શિક્ષકોને અને સાધકોને ઘણી ઉપયોગી થાય તેવી આ પુસ્તિકા છે. યોગાચાર્ય શ્રી દુષ્યતભાઈ મોદી દ્વારા માર્ગદર્શિત યોગાસનો અંગેની માહિતી પણ આ પુસ્તિકામાં સમાવવામાં આવી છે.
વર્તમાન આવૃત્તિ ત્રીજી, કુલ પુસ્તકસંખ્યા ૧૦,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૪૫.
કરતા સાદાઈ
GER
Gewa
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર કય દર , | (જિ. ગૌતમ) - (ન
ય, ર, કાદ
૪. તીર્થ સૌરભ
સાધના-કેન્દ્રની રજત-જયંતિ નિમિત્તે પ્રકાશિત થયેલો, આ એક નયનરમ્ય, માહિતીપૂર્ણ અને આકર્ષક ગ્રંથ છે. સમાજના બધા વર્ગોને તીર્થ સૌરભ વાંચવામાં રસ પડે અને ઉન્નત જીવન જીવવાનું વિવિધલક્ષી પાથેય મળી રહે એ હેતુથી વિવિધ વિદ્વાનો અને સંતોના લેખો અહીં અવતરિત છે; જેમાં અધ્યાત્મ, સંસ્કાર અને શિક્ષણ, દર્શન અને ચિંતન તેમજ પ્રેરણાત્મક ચારિત્રલેખન જેવા વૈવિધ્યપૂર્ણ વિષયો આવરી લેવાયા છે. આ સંકલન માત્ર ઔપચારિક ગ્રંથ ન બનતાં એક સંગ્રહણીય ગ્રંથ બની રહે છે.
રજત-જયંતિ વર્ષને પ્રસંગોચિત, શરૂઆતમાં સંસ્થાના આજ સુધીના વિકાસક્રમનો ઉલ્લેખ શબ્દો અને ૭૫ રંગીન, ભાવવાહી અને આબેહૂબ 'ચિત્રોમાં દર્શાવાયો છે. ત્યારબાદ પૃષ્ઠ ૩૮ પર આપેલ અનુક્રમણિકા પ્રમાણે વિવિધ વિષયોની રજૂઆત કરેલ છે.
| ગુજરાતી ન જાણનાર ભારતીય સમાજ અને વિદેશસ્થિત નવી પેઢીને પણ તેમાંથી પ્રેરણા મળે તે હેતુથી હિન્દી અને અંગ્રેજીમાં પણ ઘણા સુંદર લેખોને આ ગ્રંથમાં સમાવવામાં આવ્યા છે.
વર્તમાન આવૃત્તિ ૧૧મી, કુલ પુસ્તકસંખ્યા ૫,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૮૨.
શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર (ધી સબ્યુન એશા માધના કના સંયમિત ) કોલા ઉદ૨૦ઘE ( જિ. ગાંધીનગર)
185
For Private & Personal use only
www.ainelibrary or