SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ©) સંસ્થાના પ્રકારના પીજ, પૂ, પી ખ્યાનંદ, ઇ ૧. ચારિત્ર્ય-સુવાસ આધ્યાત્મિકતા જો ચારિત્ર્યથી સુવાસિત ન હોય તો તે શુષ્ક જ કહેવાય. ચારિત્ર્ય-સુવાસ ચારિત્ર્યની સુવાસ એટલે જીવનને વિવિધ ગુણોની સુગંધથી મઘમઘતું બનાવવું અને તે માટેનું પ્રબળ અવલંબન, મહાપુરુષોનો સમાગમ અને તેમના પ્રેરક જીવનપ્રસંગો સિવાય બીજું શું હોઈ શકે ? આ નાની પુસ્તિકા “ચારિત્ર્ય સુવાસ’ આવું જ ઉત્તમ અવલંબન પૂરું પાડવાનો હેતુ સાધે છે. આ કોઈ વાર્તાસંગ્રહ નથી; પરંતુ જીવનમાં વિવિધ ક્ષેત્રોએ વિશિષ્ટ મહત્તાને પ્રાપ્ત થયેલી વ્યક્તિઓના જીવતા-જાગતા બનાવોનું આલેખન છે. તે ચારિત્ર્ય-પ્રસંગોમાં એક બાજુ સત્ય, અહિંસા, વિશ્વપ્રેમ, ઈશ્વરભક્તિ આદિ સાત્ત્વિક ગુણોનું પ્રતિપાદન છે તો બીજી બાજુ શૌર્ય, પ્રમાણિકતા, ફરજનિષ્ઠા, શ્રમનું મહત્ત્વ, કલારસિકતા, આદિ માનવીય ગુણોનું પણ વર્ણન છે. દરેક ચારિત્ર્ય-પ્રસંગનું આલેખન ટૂંકમાં છે, પરંતુ હૃદયસ્પર્શી છે અને તેથી ફરી ફરી વાંચવાનું મન થાય છે. દરેક કક્ષાના ચારિત્ર્ય-વિકાસમાં આ પુસ્તિકા ઘણી જ ઉપકારી નીવડશે એવી અમને શ્રદ્ધા છે. વર્તમાન આવૃત્તિ ૧૧, કુલ પુસ્તકસંખ્યા ૨૮,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૧૦૧. નાના ના કપ આપણો સંસ્કાર વારસો ૨. આપણો સંસ્કાર વારસો પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી-લિખિત આ પુસ્તકમાં, રોજબરોજના જીવનમાં ઉપયોગી અને ઉપકારી થાય તેવા વ્યવહારુ મુદ્દાઓનું આલેખન થયું છે. જીવનની સામાન્ય શુદ્ધિ, સદાચાર, સદ્ગુણોની વૃદ્ધિ, કોઈ પણ કાર્ય કરતાં સતત જાગૃતિ રાખવાની કળા, જીવનવિકાસ માટેનો પાયારૂપ અભિગમ તેમજ વર્તન કેવાં રાખવાં કે જેથી સત્પાત્રતા આવે, સમયનો સદુપયોગ, નિવૃત્ત જીવનનું આયોજન, આરોગ્યનું જતન, વાણીનો વિનય વગેરે મૂળભૂત પરંતુ મહત્ત્વની ભારતીય જીવનપદ્ધતિના વિવિધ અંશોને રોજબરોજના જીવનમાં કેવી રીતે વણી લેવા તે અંગેનું અનુભવસિદ્ધ અને અધિકૃત માર્ગદર્શન આ નાના પુસ્તકમાંથી સમાજના વિવિધ વર્ગોને મળી રહે છે. ડો. કુમારપાળ દેસાઈએ લખેલ ‘સંત બતાવે પંથ’ પ્રસ્તાવના આ પુસ્તક પર સર્વતોમુખી પ્રકાશ પાડે છે. વર્તમાન આવૃત્તિ સાતમી, કુલ પુસ્તકસંખ્યા ૧૭,૦૦૦, પૃષ્ઠસંખ્યા ૭૪. 184 નીમ જય કિ સમય એક ell સીસીસી a Personal use only Jain Education Internationa e www.helby
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy