SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્યા-યુ.કે.માંડવી હમપ્રભાવના પૂજયશ્રીના વિદેશના ધર્મપ્રવાસનો મંગળ પ્રારંભ ઈ.સ. ૧૯૮૪થી આ બે દેશોથી થાય છે. આ ધર્મપ્રવાસની શરૂઆત કેવી રીતે થઈ તે વાત ખાસ જાણવા જેવી અને પ્રેરણાદાયી છે. ઈ.સ. ૧૯૭૯માં જામનગર જિલ્લાના રાવલસર ગામના મૂળ વતની શ્રી નેમુભાઈ ચંદરિયા જેઓ થોડાં વર્ષોથી લંડનમાં વેપાર અર્થે રહેતા હતા તેઓ મિત્રો-સ્નેહીજનોને મળવા મુંબઈ આવ્યા હતા. તેઓએ શ્રી શશીકાંતભાઈ ધ્રુવના માટુંગાના નિવાસસ્થાને, પૂજ્યશ્રીનો મોક્ષમાળા-૧૬ પરનો સ્વાધ્યાય સાંભળ્યો. આ સ્વાધ્યાય સાંભળી તેઓને ખૂબ આનંદ અને આશ્ચર્ય થયું. તેઓએ પૂજ્યશ્રીને સ્વાધ્યાયનો લાભ આપવા લંડન પધારવા આમંત્રણ આપ્યું, પરંતુ પૂજ્યશ્રીએ પૂર્વભૂમિકા વિના ત્યાં આવવા સંમતિ આપી નહીં અને કહ્યું કે તમો લંડનમાં સત્સંગ-મંડળનો પ્રારંભ કરીને સ્વાધ્યાય-ભૂક્તિ ચાલુ કરો. શ્રી નેમુભાઈ નિશ્ચયના બરાબર પાકા હતા. તેમણે ‘વચનામૃત”, “સાધક-સાથી” તથા “દિવ્યધ્વનિ' મોટી સંખ્યામાં લંડન મંગાવ્યાં અને ત્યાં સ્વાધ્યાય-પ્રવૃત્તિ ચાલુ કરી. ઈ.સ.૧૯૮૩ના અંતમાં લગભગ ચાળીસેક ભાઈબહેનોને લઈને ભારત આવ્યા અને પૂજ્યશ્રી સાથે પશ્ચિમ ભારતના ગુજરાત-રાજસ્થાનનાં અનેક તીર્થોની યાત્રા કરી. ઈ.સ. ૧૯૮૪માં, તેમના સાળા શ્રી ગિરીશભાઈ બી. શાહ સાથે તેઓ ફરીથી કોબા આવ્યા અને પૂજ્યશ્રીને નૈરોબી-કેન્યા અને લંડનમાં ધર્મયાત્રા માટે પધારવા વિનંતી કરી. આમ તા.૨૨-૫-૧૯૮૪ થી ૧૩-૬૧૯૮૪ ની આ ધર્મયાત્રાની સ્વીકૃતિ મળી. નવનાત વણિક એસોસિએશન અને વીશા-ઓશવાલ સમાજે તેમાં પૂર્ણ સહકાર આપ્યો અને બહેનશ્રી ઇન્દુબહેન ધાનકે લંડનમાં ભક્તિનો સુંદર લાભ આપ્યો. આ બન્ને દેશોમાં થઈ ને ધર્મની પ્રયોગલક્ષી સમજ આપનારા લગભગ ૬૦ જેટલા સ્વાધ્યાય, છ શિબિરો અને ઇન્દુબહેનની દસ ભક્તિસંગીતની બેઠકો ગોઠવાઈ. Voice of Kenya તરફથી બે રેડિયોવાર્તાલાપો અને કેન્યા ટેલિવિઝન તરફથી તા. ૧૬-૫-૧૯૮૪ના રોજ ૨૦ મિનિટનો Interview પણ લેવાયો. ભારતીય વિદ્યાભવન સહિતની લંડનની અનેક અગ્રણી સંસ્થાઓએ, લંડનના સ્વામીનારાયણ મંદિરે, લીસ્ટરના જૈન સેન્ટર અને સનાતન મંદિરે પૂર્ણ સહકાર આપ્યો. આમ, આ યાત્રાથી ભારતીય સાંસ્કૃતિક મૂલ્યોનો અને વિશેષપણે જૈનધર્મની પ્રભાવનાનો એક નવા યુગનો મંગળ પ્રારંભ થયો. ત્યાર પછીથી આજ સુધીમાં પૂજ્યશ્રીની પાંચ ધર્મયાત્રાઓ યુ.કે.માં યોજાતી રહી છે અને સાંસ્કૃતિક-ધાર્મિક ચેતનાનો સારો સંચાર થયો છે; તેમજ બે મોટાં જૈન મંદિરો અને નેસ્ડનનું કલાત્મક સ્વામીનારાયણ મંદિર વગેરે પણ બંધાય છે. 180 કેન્યા-યુ.કે.માં ધર્મપ્રભાવતા કેન્યા-યુ.કે.માં ધર્મપ્રભાધતા કેન્યા-યુ..માં ધર્મપ્રભાવ Jain Education International
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy