________________
સમાજ અને જૈન સંઘોમાં ઘણી જાગૃતિ આવી. જૈનકુળના ધાર્મિક સંસ્કારો હોવા છતાં પરદેશ વસતા જૈનોમાં અધ્યાત્મની જાણે ભૂખ ઊઘડી. સાધર્મિક વાત્સલ્ય વધ્યું. પૂ. શ્રી આત્માનંદજીએ અમેરિકામાં જૈન ધર્મની પ્રભાવનામાં આ રીતે વિશિષ્ટ યોગદાન આપ્યું. આ ધર્મયાત્રાઓની સફળતામાં અમેરિકા, કૅનેડા અને લંડનમાં વસતાં અનેક સાધકો અને મુમુક્ષુઓનો ઘણો મોટો ફાળો રહ્યો છે.
અમેરિકાની છ ધર્મયાત્રાની સંક્ષિપ્ત નોંધ નીચે આપેલ છે. ૧. ૧૯૮૭ : જૂન-જુલાઈમાં સાહેબજી આવેલ અને ૧૨ શહેરોમાં (લોસ એન્જલસ, સાન્ડ્રાન્સિસ્કો, ફિનિક્ષ,
શિકાગો, વૉશિંગ્ટન ડી.સી, ન્યૂયૉર્ક, ન્યૂજર્સી, બોસ્ટન, ડેટ્રોઇટ, સિદ્ધાચલમ્, ટોરોન્ટો, ક્લીવલેંડ વગેરે) સ્વાધ્યાય-સત્સંગનો લાભ આપ્યો. શ્રી મહેન્દ્રભાઈએ પૂજયશ્રી આત્માનંદજી સાથે એક મહિનો ધર્મયાત્રામાં બધે તેમની સાથે જોડાઈને લાભ લીધો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીની ડિવિનિટી સ્કૂલમાં મુલાકાત હતી. પૂ. આચાર્યશ્રી સુશીલમુનિજી અને પૂ. ગુરુદેવ શ્રી ચિત્રભાનુજી સાથે વિચાર-વિમર્શ કરેલ. પૂજ્યશ્રી શિવાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી સ્થપાયેલ હિન્દુ હેરિટેજ સેન્ટર (PA)માં શ્રી રાજરાજેશ્વરી પીઠના બાળકોને સંબોધેલ
(અંગ્રેજીમાં). ૨. ૧૯૯૩ : ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં પૂજ્યશ્રી પધારેલ, મુખ્યપણે શિકાગોમાં ભરાયેલ બીજી વિશ્વધર્મ પાર્લામેન્ટમાં
આમંત્રિત સંત તરીકે ત્યાં “આત્મજ્ઞાન (સમતિ)” અને “પ્રાર્થનાની અદ્ભુત શક્તિ” વિશે પ્રવચનો આપ્યાં. તે ઉપરાંત અન્ય શહેરોમાં જૈન સંઘોમાં સ્વાધ્યાય-પ્રવચન આપ્યાં. ૧૯૯૮ : જૂન-જુલાઈમાં પૂજયશ્રી પધારેલ. દસેક શહેરોમાં સ્વાધ્યાય તો આપેલ પણ તે ઉપરાંત ઘનિષ્ઠ સત્સંગ-શિબિરોનું આયોજન કરેલ. કોબા સંસ્થાના પ્રમુખ શ્રી જયંતભાઈના સુપુત્ર મુમુક્ષુ સ્નેહલભાઈપરેશાબહેન(NJ)ને ત્યાં પ્રતિષ્ઠા કરાવેલ. હાર્વર્ડ યુનિ.માં પર્યાવરણ કૉન્ફરન્સમાં પૂજયશ્રીએ “જૈન દર્શન અને ભગવાન મહાવીરનું પર્યાવરણમાં યોગદાન” વિષે વક્તિવ્ય આપેલ. શ્રી સ્વામીનારાયણ મંદિર (એડિશન, NJ)માં જાહેર પ્રવચન હતું. શ્રી સિદ્ધાચલમ્ જૈન તીર્થમાં સાધકો અને બાળકો માટેની શિબિરો રાખેલ. ૨૦OO : જૂન-જુલાઈમાં સાહેબજી આવેલ. કોબા સંસ્થાની રજતજયંતી, ભગવાન મહાવીરનું ૨૬OOમું જન્મકલ્યાણક, શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રી વીરચંદ ગાંધીની દેહોત્સર્ગ શતાબ્દી વગેરે નિમિત્તે આ વર્ષ વિશિષ્ટ હતું. આ સંદર્ભમાં પૂજ્યશ્રીએ ધર્મ-સંસ્કાર-ભક્તિ-અધ્યાત્મ વગેરે સંબંધી સ્વાધ્યાય-સત્સંગ-શિબિરનો લાભ મુખ્ય શહેરોના સંઘોમાં આપ્યો. બાળકો અને નવી પેઢી માટે યુથ પ્રોગ્રામો તથા ધર્મવાર્તા અંગ્રેજીમાં રાખેલ. ૨૦૦૪ : જુલાઈ-ઑગસ્ટમાં પૂજયશ્રી પધારેલ. સપાત્રતા, જીવનની સફળતા, જીવન જીવવાની કળા, ભગવાન મહાવીરનું જીવન અને સંદેશ, સદ્ગુરુની આવશ્યકતા, ક્રિયા અને ઉપયોગ, વૈરાગ્ય, ભક્તિ વગેરે વિવિધ વિષયો પર અનેક જગ્યાએ પૂજ્યશ્રીએ પ્રકાશ પાડેલ. ૨૦૦૫ : જૂન માસમાં, ન્યૂયૉર્કમાં ક્વીન્સના દેરાસરના નવનિર્માણ અને શ્રીમદ્જીના ચિત્રપટ-પાદુકાની પ્રતિષ્ઠા પ્રસંગે, પૂજ્યશ્રી અતિથિવિશેષ તરીકેના ખાસ આમંત્રણને માન આપીને ટૂંકા સમય માટે આવેલ.
સદ્ગૃહસ્થ – એક સર્વાગ વિહંગાવલોકન” જેવા સાધકોને ઉપયોગી અને રોજના જીવનમાં વણી લેવાય તેવા વિષય પર, પૂજ્યશ્રીએ ત્રણ સ્વાધ્યાય આપેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org