SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ કેન્દ્રમાં સુગતિમરણનો અભ્યાસ અને દેહત્યાગ : કેન્દ્રમાં આયોજિત થતી વિવિધ અધ્યાત્મપ્રેરક પ્રવૃત્તિઓમાં ઉપરોક્ત પ્રવૃત્તિનો પણ સમાવેશ થાય છે; જેમાં આગળ વધેલા સાધક-મુમુક્ષુઓને જીવનના છેલ્લા દિવસોમાં ધર્મ-આરાધના સહિત સમભાવપૂર્વક, પ્રભુગુરુ-ધર્મના સ્મરણ અને શરણપૂર્વક કેવી રીતે દેહત્યાગ કરવો તેનો અભ્યાસ કરાવીને તેમાં પ્રોત્સાહિત કરવામાં આવે છે. જીવન દરમ્યાન કરેલી સાધનાની પરીક્ષા મૃત્યુ સમયે આવે છે, કારણ કે મૃત્યુ સમયની સ્થિતિ જીવન દરમ્યાન કરેલી વૃત્તિ અને પ્રવૃત્તિના સરવાળારૂપ હોય છે. માટે જેણે મૃત્યુ સુધારવું હોય તેણે પોતાનું જીવન સુધારવા માટે ખૂબ જ વિવેકપૂર્વક અને પરાક્રમપૂર્વક પુરુષાર્થ કરવો જોઈએ. સાધના કેન્દ્રમાં જ દેહ છોડવો અને છેલ્લા શ્વાસ સુધી ધર્મ-આરાધના કરતા જ રહેવું” – એવા દેઢ સંકલ્પપૂર્વક નીચેના મહાનુભાવો પૂજયશ્રીના સાન્નિધ્યમાં રહ્યા અને પોતાના ભાવોને ઉજ્જવળ કરીને સમતાપૂર્વક દેહત્યાગ કર્યો. ' (૧) શ્રી વસનજીભાઈ ગાલા : તેમણે ૨૧ દિવસના ઉપવાસપૂર્વક દેહ છોડ્યો. ઘણાં વર્ષો કોબામાં રહ્યા અને તા. ૩-૯-૯૬થી તેમણે બે ગ્લાસ પાણી સિવાય અન્નનો ત્યાગ કરી પ્રભુ-સ્મરણ સહિત સમતાભાવ રાખ્યો અને તેમના અંતિમ સંસ્કાર પણ કોબામાં જ કર્યા. તેમના સુપુત્ર શ્રી પ્રકાશભાઈ હજી પણ તેમના દેહોત્સર્ગ દિવસે કોબા આવીને ભોજનશાળામાં સ્વામીવાત્સલ્ય કરાવીને દાનરાશિ આપે છે. (૨) શ્રી અનુપચંદભાઈ શેઠ (રાજકોટવાળા) તેઓનું વસનજી ગાલાના સમાધિમરણ પ્રસંગે જીવન છેલ્લાં ઘણાં વર્ષોથી ધર્મમય હતું. શ્રી વસનજીદાદા પાસેથી પ્રેરણા લઈને, તેમણે તા. ૨૪-૧૨-૯૮ના રોજ દવા-પાણી સિવાય બધા પ્રકારના આહારનો ત્યાગ કર્યો. તા. ૨૯-૧૨-૯૮ના રોજ તેમનાં અનેક સ્નેહી, સ્વજનો અને મુમુક્ષુઓની ઉપસ્થિતિમાં પ્રભુ-સ્મરણપૂર્વક દેહત્યાગ કર્યો અને કોબામાં જ અગ્નિસંસ્કાર કર્યો. તેમના સુપુત્ર શ્રી રજનીભાઈ અને કુટુંબીજનો અવારનવાર કોબામાં આવીને સત્સંગ-ભક્તિનો લાભ લે છે. (૩) શ્રીમતી પદ્માબહેન શિરીષભાઈ મહેતા : તેઓને ‘Brain Tumour’ની બીમારી હતી અને Bombay Hospitalમાં દાખલ કર્યા હતાં. પરંતુ તેમણે પોતાનો દેઢ નિર્ણય જણાવેલ કે, પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં જ દેહ છોડવો છે. તેથી તેઓએ સ્વેચ્છાએ હૉસ્પિટલમાંથી રજા લઈ લીધી અને કોબા આવ્યાં. છેલ્લા દિવસે પણ અમુક પદ સંભળાવો તેમ બોલીને, ડૉ. શ્રી શર્મિષ્ઠાબહેન તથા અન્ય મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે પોતાના રૂમમાં ભક્તિ કરતાં. તા. ૨૩-૩-૦૪ના રોજ શાંતિપૂર્વક ભક્તિ સાંભળતાં સાંભળતાં તેઓએ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં દેહ છોડ્યો. તેમના પતિ શ્રી શિરીષભાઈ મહેતા તથા અન્ય કુટુંબીજનો સાધના-કુટિર બનાવીને વર્ષમાં આઠ-દસ મહિના ઉપરાંત કોબામાં રહીને સાધના કરે છે. (૪) શ્રી ચન્દ્રકાંતભાઈ ગુલાબચંદ શાહ : તેઓ ૩૫ વર્ષથી પૂજ્યશ્રીના પરિચયમાં હતા અને અવારનવાર ઉપવાસ એકાસણું કરતા. દર વર્ષે મંદિરજીના ધ્વજારોહણની સર્વ વ્યવસ્થા તેઓ સંભાળતા અને સાદું તથા સાત્ત્વિક 173
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy