SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુરુપ્રાસાદ યોગાનુયોગ કહો કે સદ્ગુરુકૃપા કહો, તા. ૯-૫-૧૯૭૫ના દિને જે સ્થળે “શ્રી સત્કૃત-સેવા-સાધના કેન્દ્રની સ્થાપના થયેલી તે મીઠાખળી છ રસ્તા પાસે “સદ્દગુરુપ્રાસાદ'ના નામે “પુષ્પવિલા’નું એક સુંદર આરાધના કેન્દ્રમાં પરિવર્તન થઈ ચૂક્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી આત્માનંદજી કોબા સ્થાયી થયા હોઈને અમદાવાદના ધર્મપ્રેમી જિજ્ઞાસુઓને તેમના સ્વાધ્યાયાદિનો લાભ ઓછો મળતાં અમદાવાદમાં કોઈ નિયત અને મોકાની જગ્યાએ તેમનો નિયમિત લાભ મળે એ હેતુથી ડૉ.શર્મિષ્ઠાબહેન સોનેજીનાં માતુશ્રી જયાબાએ મીઠાખળીના ‘પુષ્પવિલા” મકાનનું દાન કર્યું. અહીં એક સંસ્કારપ્રેરક, આધ્યાત્મિક ભવનનું નિર્માણ સન ૧૯૯૯માં ‘સદ્દગુરુપ્રાસાદ' રૂપે થયું. અનેક સંત-મહાત્માઓ અને દેશભક્તોની સુંદર કલાત્મક ચિત્રકૃતિઓ આ ભવનની દીવાલો શોભાવી રહી - અહીં દર બુધવારે રાત્રે ૮-૦૦ થી ૯-૩૦ સુધી સત્સંગ-ભક્તિના કાર્યક્રમો અત્યંત નિયમિતપણે આ પણ થઈ રહ્યા છે. આ કેન્દ્રના બાંધકામનું સમસ્ત શ્રેય ડૉ. રાજેશભાઈ સોનેજીની દીર્ઘદૃષ્ટિસંપન્નતા, સતત પરિશ્રમ અને સંસ્કારસમ્મુખ સમર્પણતાની ભાવનાથી સાકાર બની શક્યું છે અને હવે ત્યાં અન્ય સંસ્કારપ્રેરક પ્રવૃત્તિઓ કરવાની સંસ્થાની ભાવના છે. મંત્રલેખનની પ્રવૃત્તિનો યજ્ઞ - મનને શાંત અને પવિત્ર કરવાનું આ એક અતિ ઉત્તમ સાધન છે. પૂજ્યશ્રીના જીવનમાં આ પ્રવૃત્તિ કિશોરાવસ્થાથી ચાલુ થયેલ; જેથી તેઓ આ પ્રવૃત્તિમાં સક્રિય રસ લે છે. વિશાળ સાધક અને જિજ્ઞાસુ વર્ગ દ્વારા થતી મંત્રલેખનની આ પ્રવૃત્તિમાં ઈ. સ. ૨૦૦૬ના સપ્ટેમ્બર સુધીમાં લગભગ ૯ કરોડ મંત્રો લખાઈ ગયા છે. તેઓશ્રીની ભાવના આગામી બે-ત્રણ વર્ષોમાં ૧૧ કરોડ મંત્રો પૂરા કરવાની છે. - આ પ્રવૃત્તિ દેશવિદેશની સમસ્ત જનતા તેમાં ભાગ લઈ શકે તેવા આશયથી યોજેલ છે. કોઈ પણ મનુષ્ય પોતાના ઇષ્ટદેવનો મંત્ર લખી શકે છે. સામાન્યપણે આ મંત્રલેખન એક આસને બેસીને, પોતાના ઇષ્ટદેવનું કે સદ્દગુરુનું ચિત્રપટ સામે રાખીને, તેમનું સ્મરણ કરતાં કરતાં, કરવાનું હોય છે. નીચેના મંત્રો સૌથી વધુ લખાય છે. • નમો અરિહંતાણં • સહજાત્મસ્વરૂપ પરમગુરુ આતમભાવના ભાવમાં જીવ લહે કેવળજ્ઞાન રે • પરમગુરુ નિગ્રંથ સર્વજ્ઞદેવ • મમ સદ્ગુરુ ચરણ સદા શરણે • ૐ નમઃ સિદ્ધભ્યઃ • અરિહંતસિદ્ધ ૦ શ્રી રામ જય રામ જય જય રામ • ૐ સદ્ગુરુદેવાય નમઃ • શ્રીકૃષ્ણ શરણં મમ • સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ • મહાવીર, મહાવીર • એક આધેડ વયનો અભણ બહેને નીચે પ્રમાણે ત્રણેક નોટો ભરેલી એક લીટી કરેા - - - અને રામ.... રામ બોલે. Jan Education international For al Parcoal Unel www.jäin liitto
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy