SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ આપનો સેવક છું, સૌનો મિત્ર છું' આદિનું વારંવાર રટણ કરવાથી શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર જેવા ગુણોમાં શુદ્ધિની વૃદ્ધિ થતી હોય એમ વેદાય છે અને અવચેતન મનમાં સુસંસ્કારોનું બળ વધતું જતું હોય એમ અનુભવાય છે. શ્રી સુધાબહેન લાખાણી, યુ.એસ.એ. પરમ ઉપકારી એવા પૂજયશ્રીના આત્માના અનુભવમાંથી નીતરતી વાણીથી, અંતર આત્મામાંથી પ્રરૂપિત થયેલ દિવ્યબોધથી, તેઓની કૃપાથી અને તેમના પ્રત્યક્ષ જીવનમાંથી આ જીવને ઘણી ઘણી પ્રેરણા અને સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થયાં છે અને પ્રાયે આત્માની વિશુદ્ધિ (નિર્મળતા) થવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. આવા દુઃષમકાળમાં તેઓએ આવો બહોળો આત્માનો અનુભવ કરી અમૂલ્ય આત્મજ્ઞાનરૂપી દિવ્ય જ્યોત પ્રગટાવેલ છે અને ઘણાં ઘણાં શાસ્ત્રોનાં ઊંડાં ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા ઊંડું તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું અને હજારો શાસ્ત્રોનો અભ્યાસ કરી ઘણાં પદો મુખપાઠ કરેલ છે. જૈન હોય કે જૈનેતર; આવી સાચી ધર્મદશા પ્રાપ્ત કરેલ આ વિરલ વિભૂતિ છે. તેમના વિશિષ્ટ ગુણો એ છે કે તેઓને સતત આત્મજાગૃતિ વર્તે છે. તેઓનો આત્મા અતિ નિર્મળ છે, સદ્ગુણોથી ભરપૂર છે. તેમને સર્વ જીવો પ્રત્યે પ્રેમ, કરુણા અને વાત્સલ્યભાવથી આત્માના કલ્યાણની ભાવના રહે છે. પોતાના તથા અન્ય જીવોના આત્માની વિશુદ્ધિ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. કેવળ કરુણામૂર્તિ, દયાળુ સદ્ગુરુદેવ, સાચા જિજ્ઞાસુ જીવોને હેય-શેય-ઉપાદેય તત્ત્વ સમજાવી, જ્ઞાન-ધ્યાન-વૈરાગ્ય વધારી અને સ્વપરનું ભેદજ્ઞાન કરાવી, સમાધિ પામવા સુધીનો મર્મ સમજાવે છે. - આ જીવને પણ અત્યંત દેઢ શ્રદ્ધા છે કે તેઓની કૃપા દ્વારા જ આ જીવના મોહ-કષાય-મિથ્યાગ્રહ-સ્વચ્છંદપ્રમાદ-વિષયલોલુપતાની ભસ્મ થઈ, આત્મકલ્યાણનું સૌભાગ્ય અવશ્ય પ્રાપ્ત થશે જ. શ્રી પ્રફુલભાઈ લાખાણી, યુ.એસ.એ. માતા-પિતા અને વડીલો પાસેથી મળેલા સંસ્કારથી જમીન ખેડાઈને તૈયાર થયા પછી અને અંશે સાંસારિક રીતે સફળતા મળ્યા છતાં હજી કંઈક વધારે મેળવવાનું બાકી હતું તેની ખોજમાં ઘણું ભટક્યો અને છેવટે ૧૯૯૪માં પૂજયશ્રીને ગુરુ તરીકે સ્થાપિત કર્યા. મારા જીવનમાં તે સમય પછી ઘણા મોટા ફેરફાર થયા. પૂજ્યશ્રી પાસેથી માર્ગદર્શન લઈને “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે’નો સહજ અનુભવ કરી શક્યો. જોકે મારી ક્ષમતાને હિસાબે આ ચાર શબ્દો જીવનમાં ઉતારતાં લગભગ ૫ વર્ષ ગયાં. ત્યાર પછી ‘ગુરુઆજ્ઞા'ની ઓળખાણ પૂજ્યશ્રી પાસેથી થઈ અને ‘ગુરુઆજ્ઞા’એ મારામાં એક અનન્ય શક્તિ પ્રગટાવી. તેમના માર્ગદર્શનથી મારો આ ભવ સફળ થશે તેની મને ખાતરી છે, તેમના માર્ગદર્શનથી સેવા દ્વારા સાધનાનું પ્રતિપાદન મારા જીવનમાં થયું. આવી વિરલ વ્યક્તિએ મને સંસારના કાદવ-કીચડમાંથી ઉઠાવી અને એક નવી જિંદગીની દોર આપી મારા ઉપર જે કૃપા કરી છે, તે શબ્દોથી કહેવા કરતાં મારું જીવન જ તેની પ્રતીતિ કરાવશે તે આશા સાથે ગુરુના ચરણમાં ભાવપૂર્વક વંદન.
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy