SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકોના પ્રતિભાવો (ઘણાં મુમુક્ષુ-સાધકોના પ્રતિભાવ આવેલ છે; પણ બધાને અત્રે સમાવી શક્યા નથી, તે બદલ તેમજ વિસ્તારથી આવેલ પ્રતિભાવોને સંક્ષેપમાં જ આપવા પડેલ છે – આ માટે સંબંધિત વ્યક્તિઓના અમે ક્ષમાપ્રાર્થી છીએ.) શ્રી મણિભાઈ ઝ. શાહ, અમદાવાદ પૂજ્યશ્રીનો એક પ્રસંગ યાદ આવે છે. રસ્તામાં મોટેરા નજીક એમણે ગાડીને જોરથી બ્રેક મારી. મેં પૂછ્યું કે શું થયું? એમણે કહ્યું કે એક ખિસકોલી જતી હતી એટલે બ્રેક મારી. જીવદયા નજરોનજર જોઈ. મની સૂચના મુજબ કરેલા ધ્યાનમાં, ક્યારેક મારી અંદર રહેલા આનંદનો અણસાર આવી જતાં એમની તરફ અહોભાવ પ્રગટ્યા વગર રહી શકતો નથી. બસ, આત્માના આનંદનો અણસાર આવતાં મારી પાસે અનંત આનંદનો ચરુ ભરેલો છે એ જેણે બતાવ્યું એને પગે પડ્યા વગર રહી શકાય નહિ. - આ જીવનમાં પૂ. આત્માનંદજીનો સંયોગ ન થયો હોત તો હું કોણ છું અને મારા જીવનનું ધ્યેય શું છે?' એ મેં જાણ્યું જ ન હોત. અનુભવની વાત તો બહુ દૂર રહેત. શ્રી જયંતભાઈ એમ. શાહ, મુંબઈ પૂજ્યશ્રીએ જૈનદર્શનનો અને તેને સંબંધિત અનેક સન્શાસ્ત્રોનો બહોળો અભ્યાસ કરેલો હોવાને કારણે, તેમજ તત્ત્વનો યથાર્થ નિર્ણય થયેલ હોવાથી તેઓશ્રીના સ્વાધ્યાયમાં નિર્ણયાત્મક પ્રરૂપણા થતી જોવા મળી. નિવૃત્તિક્ષેત્રમાં અને સંતના સાન્નિધ્યમાં રહેવાથી સેવા કરવાનું અને પારમાર્થિક સાધનામાં આગળ વધવાનું કોઈ એક ગજબનું બળ મળે છે, તેવો પ્રત્યક્ષ અનુભવ થયો છે. પૂજ્યશ્રીના જીવનમાં મેં કદીય નિરાશા જોઈ નથી. ‘હંમેશાં આશાવાદી જ રહો અને ધીરજ ન ગુમાવો’ તે જ તેમની સતત શિક્ષા રહે છે. પૂજયશ્રીના માર્ગદર્શનથી મારા જીવનમાં અનેક ફાયદાઓ થયા છે. નિઃસ્પૃહતાપૂર્વક સંસ્થાની દરેક પ્રકારની સેવા કરવાની તક મળવાથી સેવકભાવના અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના ઉદિત થઈ. પૂજ્યશ્રીના આત્મજ્ઞાનનો નિશ્ચય થવાથી તેઓશ્રીના આશ્રયે આધ્યાત્મિક સાધનામાં સારી એવી પ્રગતિ થવા પામી છે. પૂજ્યશ્રીમાં વૈરાગ્ય અને ઉપશમ જેવા અનેક સદ્દગુણો જોઇ, મારા જીવનમાં આ ગુણો અંગેની પાત્રતા આવી રહી હોય તેવો પ્રત્યક્ષ અનુભવ થાય છે. પૂજ્યશ્રીને મેં લૌકિક વ્યવહારમાં કે અધ્યાત્મક્ષેત્રમાં નિરાશ થતા કદી જોયા નથી; તેથી સાધનામાં કોઈક વાર નિરાશા આવી જાય તોપણ તેઓશ્રી અમારું યોગ્ય સ્થિતિકરણ કરે છે. પૂજ્યશ્રીના સૂત્રાત્મક બોધ જેવા કે ચાલશે ફાવશે, ભાવશે અને ગમશે’ - તથા વાણીમાં ‘હિત, મિત અને પ્રિય વચન બોલો’ અને ‘હું આત્મા છું, SSC ) ed \'ver] પહd Live 201 152 -
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy