SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્રાના ઉપકારી છે. પાત્ર જીવોએ તેમના બોધ દ્વારા જીવનને ઉજમાળ કર્યું છે. દેશ-વિદેશમાં તેઓનું પ્રદાન ઘણું વિશદ છે. વળી, આશ્રમાર્થીઓના સદ્ભાગ્યે વાત્સલ્યપૂર્ણ માતા સમાન શ્રી શર્મિષ્ઠાબહેનનું સાન્નિધ્ય મળ્યું છે. ગૃહસ્થના પૂર્વ જીવનના નાતે ધર્મપત્નીનું પૂજ્યશ્રીના જીવનમાં અને આ ક્ષેત્રે ઉદાત્ત પ્રદાન અનુમોદનીય છે. તેને કેમ ભુલાય ? હું તેઓને ઋષિપત્ની કહેતી તે સાકાર થતું જાય છે. સ્વ-પર શ્રેયરૂપ પૂજ્યશ્રી પ્રત્યે સૌનો સદ્ભાવ અવિરત વહે છે. વિશિષ્ટ પ્રસંગે પ્રગટ થાય છે. તેઓશ્રી પ્રત્યે શુભેચ્છા વ્યક્ત કરવાનો મને યોગ મળ્યો તે પુણ્યયોગ છે. પૂજ્યશ્રી આત્માનંદજીના મારા આશ્રમના નિવાસ દરમ્યાન, સાધનામાર્ગે જે નિશ્રા મળી તે માટે આભારી છું. તેઓશ્રીના અમૃત મહોત્સવ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. તેઓ ભાવિત કરેલ સન્માર્ગે સિદ્ધિ પ્રાપ્ત કરે, તંદુરસ્ત દીર્ધાયુષી રહી સ્વ-પર શ્રેયની સાધના સાધ્ય કરે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના. આનંદ હો, મંગળ હો, ઇતિ શિવમ્. પૂજ્ય શ્રી ગાંગજીભાઈ માતા (શ્રીમદ્ રાજચંદ્ર સાધના કેન્દ્ર, રાજનગર, કુકમા - કચ્છ) આદરણીય શ્રી આત્માનંદજી સાહેબ, “અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા કરે છે કે પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.” (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત પત્રાંક-૧૩૨) પરમકૃપાળુ દેવનાં આ વચનામૃતને આત્મસાત કરી, એમના ચરણે જીવન સમર્પિત કરી જે પરમાર્થયાત્રા આપે આદરી છે, તેમાં ‘અમૃત-મહોત્સવરૂપ’ ૭૫ વર્ષની ઉજવણી એના વિસામારૂપ માત્ર છે એમ માનીએ છીએ. આ પરમાર્થયાત્રા હજી પણ અવિરતપણે ચાલુ રહી નવા સીમાચિહનને આંબે (શતાબ્દીરૂપ મહોત્સવને) એવી અંતઃકરણપૂર્વકની શુભેચ્છા. | આપનું અત્યાર સુધીનું જીવન જે રીતે અન્ય જીવોને પ્રેરણારૂપ, ઉપયોગી નીવડ્યું છે તેમ શેષ જીવનની એક એક પળ પણ સૌને ઉપયોગી થાય અને આપના દ્વારા અમોને પરમકૃપાળુદેવનાં વચનામૃતોની પ્રસાદી પ્રાપ્ત થતી રહે એવી પરમકૃપાળુદેવ પાસે પ્રાર્થના. બા. બ્ર. શ્રી ગોકુળભાઈ શાહ (અમદાવાદ) - ઈ.સ. ૧૯૭૩ની સાલથી શ્રદ્ધેય શ્રી મુકુન્દભાઈ સોનેજીસાહેબના પરિચયમાં પંચભાઈની પોળમાં આવવાનું બન્યું. સાહેબજી સાથે ઘણાં વર્ષો સુધી ઘણું નજીક રહેવાનું બન્યું છે. તેઓ મંદકષાયી, પ્રેમાળ અને વાત્સલ્યસભર છે. શાસ્ત્રોનો અભ્યાસ પણ ઘણો ગહન કરેલ છે. પૂજયશ્રી સાથે શ્રી કુંદકુંદાચાર્યની સાધનાભૂમિનાં તથા અનેક તીર્થસ્થાનોનાં દર્શન થયાં અને સાથે સાથે તેમના સત્સમાગનો પણ લાભ મળતો રહ્યો. પૂજ્યશ્રીની સાધના અવિરતપણે ચાલુ રહે એવી પ્રભુને પ્રાર્થના કરું છું. પૂજ્ય સંત શ્રી જેસિંગબાવજી, ગોધમજી (તેમની સાથેનાં સંસ્મરણોની નોંધમાંથી) પૂ. જેસિંગબાવજી શિબિરમાં તેમના મોટા શિષ્યવૃંદ સાથે પધારતા. કોબામાં સંતકુટિરનું ઉદ્ઘાટન એમના હસ્તે કરવામાં આવેલ. (તા. ૫-૯-૧૯૯૪)
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy