SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ પ્રચારનો નહિ પણ આચારનો વિષય છે. ‘આચરી બતાવે તે આચાર્ય' એ વ્યાખ્યાને પૂ. આત્માનંદજી સાકારિત કરી રહ્યા છે. દંભ, આડંબર કે પ્રદર્શનને મહત્ત્વ આપવાને બદલે તેઓ સત્ય અને સન્નિષ્ઠ દર્શનનું ગૌરવ કરે છે. મેથીની ભાજી જલદી ઊગે અને થોડા જ વખતમાં કરમાઈ જાય, વટવૃક્ષને વિકસતાં વાર લાગે પણ પછી સેંકડો વર્ષ છાંયડો આપે. પાયાનું કામ કરનારા માણસો બહુ મૂલ્યવાન હોય છે. | કોબા આશ્રમની વિવિધ પ્રવૃત્તિઓમાં યુવાશિબિરો દ્વારા યુવાનોને રસ લેતા કરવા એ આજના કાળમાં પ્રશસ્ય ઘટના છે. સંકુચિતતા કે વાડાબંધીથી પર રહીને કેવળ વિચારનિષ્ઠા અને વ્યક્તિસ્વાતંત્ર્યનું ગૌરવ કરનાર સદા વંદનીય છે. પ્રભુ એમને નિરામય દીર્ધાયુ અને અવિરત કાર્યશક્તિ પ્રદાન કરે એ જ પ્રાર્થના. શ્રી વિનોદભાઈ ઠાકર (પ્રાર્થના ચળવળના પ્રણેતા) દેહદુરસ્તીના વ્યવસાયમાં જેમણે નિષ્ણાત તરીકે નામના મેળવી હતી તેવા પરમ શ્રદ્ધેય શ્રી આત્માનંદજી, પોતાના જ દેહની નાદુરસ્તીના સમયાવકાશે સ્વસ્થ મનના નિર્માણ કાર્યના શિલ્પી બનાવી દીધા. વાચન, મનનથી શરૂ કરેલ આધ્યાત્મિક યાત્રા દ્વારા તેઓશ્રી અંતરયાત્રાના પ્રવાસી બની ગયા. એમના ‘અમૃત મહોત્સવ વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે “પ્રાર્થના પરિવાર’ તેમના મોક્ષલક્ષી સ્વસ્થ દીર્ધાયુ માટે વિશ્વનિયતાને મંગલમયી પ્રાર્થના કરે છે. તેમનું અત્યાર સુધીનું જીવન સાધના અને સમાધિમાં જ સમાધાન શોધવામાં પસાર થયું છે. એટલું જ નહિ, તેમના સંપર્કમાં આવનાર તમામ મુમુક્ષુઓને પણ તેમણે સાધના અને સમાધિનો રાહ દર્શાવી તેમનાં જીવન ઉજાળ્યાં છે. પૂજયશ્રીના દિવ્ય મંગલમય પ્રસંગે તેમની આધ્યાત્મિક શુભ યાત્રા અવિરત ચાલુ રહે એ જ અભ્યર્થના - શુભકામના સહ ચરણવંદના. આદ. શ્રી સુનંદાબહેન વોહોરા (અમદાવાદ) | પૂજયશ્રી આત્માનંદજીના અમૃત મહોત્સવના મંગળ પ્રસંગે પૂરું વર્ષ વિવિધ આયોજનયુક્ત રહ્યું કારણ કે પૂજયશ્રીનો સ્વ-પર શ્રેયભર્યો અભિગમ સૌના હૃદય સુધી પહોંચ્યો છે. શાસ્ત્રકારો કહે છે કે અબજોની સંખ્યામાં માનવવસ્તી ધરાવતી આપણી ભૌતિક દુનિયામાં જ્યારે આત્મશ્રેયની અભિલાષા ધરાવતા જીવોની તારવણી કરવામાં આવે તો આંગળીના વેઢા વધી પડે! યદ્યપિ સ્વ-પર સુખની ઇચ્છા ધરાવતો માનવી અન્ય રીતે ધરાને કંઈક પ્રદાન કરે છે. તેમ છતાં જેને આપણે અધ્યાત્મ કે આત્મિક વિકાસ આત્મસાત કરનારી કહીએ તેવી વિરલ વિભૂતિઓ આ ધરતી પર પ્રગટ થતી રહી છે તેવું આપણે પૂજ્ય શ્રી આત્માનંદજીમાં અનુભવીએ છીએ. પુણ્યયોગે મને ૧૯૮૨ થી ૧૯૮૮ સુધી પૂજયશ્રી પ્રેરિત – સ્થાપિત શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં તેઓની નિશ્રામાં આરાધનાનો અવસર પ્રાપ્ત થયો હતો. ત્યારે તેઓનો આંતર-બાહ્ય પરિચય નિકટથી થયો. તેઓ ધીર, ગંભીર, સમતાયુક્ત પ્રતિભા ધરાવે છે. તેઓ કહેતા કે પૂર્ણતા પ્રાપ્ત ન થાય સુધી મોહનીય કર્મ ક્યાંથી ક્યારે લૂંટી લે, તેનો ભરોસો ન રાખવો. ભક્તિ, સત્સંગ દ્વારા સંયમનું દૃઢતાથી પાલન કરવું. ઈ. સ. ૧૯૮૨ માં આશ્રમ દ્વારા તેઓએ વાવેલું બીજ આજે વટવૃક્ષ થઈને વિકસ્યું છે. આશ્રમાર્થી તેઓની 146
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy