SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શિવમ્-સુંદરમ્'ની પ્રાપ્તિ થતી ગઈ, અને તેને જીવનમાં આત્મસાત્ કરવાનો યોગ બન્યો. I અપ્રામાણિકતા જૂઠનો નિર્દેશ કરે છે. આ વિશ્વમાં છૂપું પાપ ખરેખર કોઈ કરી શકતું જ નથી; કારણ કે કોઈ ન જુએ તો પણ અંતર્યામી તો હાજર જ છે. આવો દૃઢ નિર્ણય પૂજયશ્રીને થયો હોવાથી શરીરથી, વચનથી, મનથી, અભિપ્રાયથી – એમ સર્વ પ્રકારે જીવનમાં સત્યમય વિચારો અને સત્યમય આચરણનો જ ઉદ્યમ અને આગ્રહ રહ્યો. જયાં જયાં ચૂકી જવાયું ત્યાં ત્યાં પ્રભુ-ગુરુ પાસે તેની સાચા અંતઃકરણથી માફી માગી, પાપ-કલંકને ધોવાની ઉત્સુકતા બની રહી. સત્ય એ આત્માનો સ્વભાવ છે અને તે જ અંતે વિજયી બને છે; માટે આપણે પ્રામાણિકતા દ્વારા જ સાચી આધ્યાત્મિકતાને પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિદ્ધાંતનું અનુસરણ રહ્યું. પરમાર્થ ભક્તિપરાયણતા - ભક્તિ એ આત્માનંદના જીવનની મુખ્ય સાધના રહી છે. તેમાં પૂર્વસંસ્કારોનું તથારૂપ બીજ, ભાવપ્રધાન વ્યક્તિત્વ અને પ્રભુ-ગુરુ-સંતો-તીર્થોના અભુત-અલૌકિક ગુણો પ્રત્યેનો આત્મીયતાપૂર્ણ અહોભાવ – આ બધાં મુખ્ય કારણરૂપ રહ્યાં છે. કોઈ વસ્તુનો અતિરેક જીવનમાં ન કરવો એવી પિતાજીની સૂચના સાંભળી ‘ભગવાનની ભક્તિ ખૂબ કરીએ તો શું નુકસાન?' એવો પ્રશ્ન પૂછેલ જે અનુત્તર જ રહેવા પામેલ. ભજનો ગાવાની સહજવૃત્તિ અને શક્તિ ધીમે ધીમે વધારે ખીલતી ગઈ અને જયારે ૨૦-૨૨ વર્ષની અવસ્થા પછી મહાપુરુષોનાં ચરિત્રો અને દિવ્ય બોધનો અલૌકિક લાભ તેમાં ભળ્યો ત્યારે તે ભક્તિગંગામાં મોટાં ઘોડાપૂર આવવા લાગ્યાં. ફળસ્વરૂપે, ભક્ત-ભક્તિ-ભગવાનના ઐક્યનો અનુભવ થતાં ૧૯૬૯થી આગળના ગાળામાં પરાભક્તિનો ઉદય થયો અને જીવનમાં એક દિવ્ય આનંદામૃતની લહેર વ્યાપી ગઈ જેની ખુમારી ક્યારેય ઊતરતી નથી. ગમે તેવાં ગહન અધ્યાત્મશાસ્ત્રોનું અવગાહન થાય તો પણ જ્યારે પ્રભુ-સાધુ-મુનિ-આચાર્યો-સંતો અને સન્શાસ્ત્રોનો વિષય આવે ત્યારે તેમની ભાવશુદ્ધિ અને ભાવાભિવ્યક્તિ ચરમસીમાએ પહોંચે છે. ભજનો-પૂજાપારાયણ-સ્તુતિ આદિમાં ચિત્ત તુરત જ ભિજાય અને એકાગ્ર થાય. સ્વાધ્યાય-પ્રવચનોમાં જ્યારે ભગવાનના ગુણો, મુનિજનોની નિર્વિકલ્પ સમાધિ અને સંતોની જીવનસુરભિની વાતો આવે ત્યારે હૈયું ઝાલ્યું રહેતું નથી તથા ભાવાવેશ અને હર્ષાશ્રુનું સહજ પ્રાગટ્ય થઈ આવે છે. ભક્તિમાર્ગની આરાધના અને ચારિત્ર-વિષયક ગ્રંથોની રચના પણ અંતરની ભક્તિનું બાહ્ય પ્રતિબિંબ જ ગણી શકાય. પૂજ્યશ્રી કહે છે : “અહંકારનો વિલય કરવા, ચિત્તની શુદ્ધ વધારવા, જ્ઞાનપ્રાપ્તિ માટેની સાધકની સત્પાત્રતા વધારવા, ભાવોને સાત્ત્વિક, સરસ અને પ્રસન્ન રાખવા, પોતાના જીવનના આદર્શને ફરી ફરી તાજો કરવા અને પોતાના દોષોનું અવગાહન થવા માટે આવો પ્રભુ-ગુરુનો ભક્તિમય સેવકભાવ પરમ ઉપકારી છે - એવો અમે પ્રગાઢ અનુભવ કર્યો છે. શેષ જીવન પ્રભુ-ગુરુ-સંતોના ચરણમાં વ્યતીત થઈ સમાધિમરણ થાઓ!” સર્વધર્મસમભાવના ઉપાસક પૂજ્યશ્રી મહાવીર પ્રભુની અને શ્રીમદ્ રાજચંદ્રની સાધનાપદ્ધતિના ઉપાસક હોવાથી તેઓશ્રીના જાહેર જનતા માટેનાં પ્રવચનો સાંભળીએ તો ખ્યાલ આવે કે તેમાં કોઈ સંપ્રદાયનો કે મતપંથનો સિક્કો નથી. જ્યાંસત્યાંથી રાગદ્વેષ અને અજ્ઞાનને ઓગાળીને જીવનની શુદ્ધિ દ્વારા સમતાભાવને કેળવવો અને તે માટે 120 Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy