SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ-પ્રવક્તા બાળપણથી જ આધ્યાત્મિક સાધના પ્રત્યેની જે રુચિ લગભગ નવ વર્ષની વયથી પ્રારંભ થઈ, તેમાં શાસ્ત્રોનું સર્વાંગ અધ્યયન અને સંત-ધર્માત્માઓનો વિનયપૂર્વકનો સમાગમ ઉમેરાતો જ ગયો; જે આજ પર્યંત ચાલુ છે. ગુજરાતી, હિંદી, અંગ્રેજી, સંસ્કૃત, મરાઠી ભાષાના સેંકડો ગ્રંથોના ક્રમશઃ અધ્યયન સાથે સાથે, છેલ્લાં ૩૬ વર્ષમાં તેઓના લગભગ ૧૨,૦૦૦ સ્વાધ્યાય-પ્રવચનોનું આયોજન થયું. એમાંનાં ૮૦૦૦ ઉપરાંત તો ઑડિયો-વિડિયો ૫૨ અંકિત પણ થયેલ છે. તત્ત્વજ્ઞાનના ફરી ફરી ચિંતન અને અનુપ્રેક્ષાના ફળરૂપે તેમને જે અદ્ભુત સ્મૃતિસંપન્નતા મળી છે, તેના પ્રતાપે પરમાત્મા-સદ્ગુરુની સ્તુતિનાં પદો, સિદ્ધાંત-સૂત્રો, આધ્યાત્મિક ગાથાઓ ઇત્યાદિ વિના પ્રયાસે પ્રવચનોમાં સરી પડે છે. સમસ્ત ભારતીય સમાજને ઉપયોગી થાય અને સમજણ પડે તેવી તેમની ગદ્ય-પદ્યમય, ગંભીર, સાપેક્ષ દૃષ્ટિયુક્ત અનુભવવાણીનો લાભ ગુજરાતનાં નાનાં ગામડાંથી માંડીને, ભારતનાં વિવિધ નગરો અને મહાનગરોથી પણ પાર, દુનિયાના બધા જ ખંડોમાં અને ૧૯૯૩ની શિકાગોની વિશ્વધર્મ પરિષદ સુધી વિસ્તરેલ છે. કોઈ પણ સાત્ત્વિક કે તાત્ત્વિક વિષય વિશે તમો તેમના તરફથી અધિકૃત, સરસ, ઉપયોગી અને અધ્યાત્મરસથી ભરપૂર ગદ્યપદ્યમય અભિવ્યક્તિ સહજપણે પ્રાપ્ત કરી શકો છો. સરસ્વતીના ઉપાસક સરસ્વતી-સાધના બહુમુખી રહી. તેઓનાં રુચિ અને વાચનનો મુખ્ય વિષય આધ્યાત્મિક રહ્યો. વાચન, શ્રવણ, મનનનું ક્ષેત્ર ઘણું વિસ્તરતું રહ્યું. ભારતીય સંસ્કૃતિના વિવિધ ગ્રંથો, જૈનદર્શનનું આધ્યાત્મિક, સૈદ્ધાંતિક અને તત્ત્વજ્ઞાનવિષયક સાહિત્ય, ચારિત્ર-કથાનકોનું સાહિત્ય, શ્રીમદ્ રાજચંદ્રજીનું સાહિત્ય, ભારતીય ઇતિહાસનું સાહિત્ય અને વિશ્વના વિવિધ ધર્મો વિશેનું સંક્ષિપ્ત સાહિત્ય – આ બધાંનો સારો એવો પરિચય તેમણે છેલ્લાં લગભગ ૬૦ વર્ષો દરમ્યાન કર્યો. આ બધાંનું પ્રતિબિંબ તેમના વિવિધ ગ્રંથોમાં અને પ્રવચનોમાં જાણી-માણી-અનુભવી શકાય છે. જે વિષય વાંચે તેનો તલસ્પર્શી અભ્યાસ કરી તે અંગેની નોંધ કરવી અને ઘણાં વર્ષો સુધી રોજનું ૧૦-૧૨ કલાક અધ્યયન કરવું; એ તેમની સહજચર્યા બની ગઈ. તેમની વિવિધ નોંધપોથીઓ જે હાલ ઉપલબ્ધ છે, તે અભ્યાસીઓને પ્રેરણા આપે તેવી છે. તેઓના વિસ્તૃત અને બહુઆયામી સાચન અને ગહન ચિંતનના ફળરૂપે અને લગભગ ૫૫ વર્ષની સાધનાના નવનીતરૂપે, તેઓએ આપણને ગુજરાતી, હિંદી, અંગ્રેજીમાં ૫૦ જેટલા ગ્રંથોની ભેટ આપી છે, જેનો ઉલ્લેખ અન્યત્ર થયેલ છે. તેમની આ સાહિત્યરચનાઓ ગુરુજનોની અને સરસ્વતી માતાની એમના પર થયેલી કૃપાનું દર્શન કરાવે છે. સાચા અર્થમાં ‘હિતેન સહ વર્તતે ઇતિ સાહિત્યમ્' એવા તેમના જ્ઞાન-સિંધુથી સમાજ લાભાન્વિત થાઓ એ જ ભાવના. પ્રમાણિક સાધક પૂજ્યશ્રીની સાધનાનો માર્ગ અવિરત સત્યાન્વેષણનો છે. ‘સાચું તે મારું' - એ દૃષ્ટિને આરાધવાથી ‘સત્યમ્ 3962 Jain Education International 119 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy