SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૫ સ્વાધ્યાયની ગંગા - ધ્યાનની ઉત્કૃષ્ટતા કાકા એ છે JS - ફિશી પરમ કાકી A A ના માતા પિતાને SAVE AWG રબા છે (વિજાઇને ધર્મરૂપી સપુરુષાર્થ સાધીને પોતાના જીવનને બોધિ-સમાધિમાં આગળ વધારવું અને તેની સાથે સાથે share, care & prosper (જીવનમાં જે કંઈ સારું મળ્યું તે વહેંચો, મૈત્રીભાવ વધારો અને સામૂહિક વિકાસની વૃદ્ધિ થાય તેવું પણ કરો.) આવું વલણ તેઓશ્રીનું મુખ્યપણે રહ્યું છે; એટલે તો વિષયના મૂળ સુધી પહોંચવા બોર્ડ ઉપર જુદાં જુદાં કોઠાઓ, ચિત્રો અને અવતરણો દ્વારા કડીબદ્ધ વિષયોનું વિશ્લેષણ પોતાનાં સ્વાધ્યાય-પ્રવચનોમાં કર્યું છે; બોર્ડ ઉપર સ્વાધ્યાય આપતી વેળાએ જે ઉચ્ચ-સાધક અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને ખૂબ જ પ્રેરક અને ઉપકારક બને છે. માત્ર શ્રોતાઓ સાંભળે એવું નહીં. સ્વાધ્યાયમાં વચ્ચે વચ્ચે પદો, ધૂનો ગાય અને ગવડાવી શ્રોતાવર્ગને સ્વાધ્યાયમાં સહભાગી બનાવે. કોબા આશ્રમના જૂના સ્વાધ્યાય હૉલમાં (૧૯૯૧ની દિવાળી સુધીના ગાળામાં) સવાર-સાંજની ભક્તિ-બેઠકોમાં ઘણી વાર પદો બોલતાં બોલતાં શાંત થઈ જાય. થોડી મિનિટોમાં, તેઓનું શરીર પદ્માસનમાં જ જાણે મૂર્તિ જેવું બની જાય. અડધો કલાકથી માંડીને, અઢી કલાક સુધી તેઓ આવી ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે. ભાવસમાધિમાંથી બહાર આવ્યા પછી તેઓ કોઈની સાથે બોલતા નથી, શારીરિક સેવા સ્વીકારતા નથી અને ઘણી વાર તો સંતકુટિરમાં જઈને પાછા ધ્યાનમાં બેસી જાય છે. આવી ધ્યાનદશામાં પોતે શું શું ચિંતન કરતા હતા અને કેવો અનુભવ થયો તેનો ચિતાર તેઓ મુમુક્ષુઓ સમક્ષ યથાસંભવ ક્યારેક પ્રગટ કરે છે. નવા સ્વાધ્યાય હૉલમાં પણ આ સિલસિલો ચાલુ જ છે; પરંતુ અવસ્થા પ્રમાણે આસનસ્થિરતા થોડી ઘટી છે. | ક્યારેક તો તેઓ અડધો કલાકથી બે કલાક સુધી ઊભા રહી કાયોત્સર્ગ ધ્યાન કરી શકે છે. અનેક સાધક ભાઈ-બહેનોને તેમની આ ધ્યાનદશા નિહાળવાનો લાભ સ્વાધ્યાય હૉલમાં કોઈ કોઈ વાર મળતો રહે છે. ક્યારેક પ્રભુભક્તિ, ગુરુભક્તિ કે જ્ઞાનીઓની અનુભવવાણીનું વર્ણન કરતાં કરતાં તેઓ એવા ભાવમાં આવી જાય કે શ્રોતાઓ તેમની ભાવુકતા-સ્તબ્ધતાધ્યાનમાં મગ્ન પૂજ્યશ્રી અશ્રપાત દશા આદિ જોઈ સ્તબ્ધ બની જાય છે. 97 Aક્ટિાકાનોdinary IPIT થાનની ઉત્કટતીer Private & લાઈથશયની ગગા ને ધ્યાનની ઉજવણી
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy