SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શિકાગોમાં ૧૯૯૩માં યોજાયેલી વિશ્વધર્મ પરિષદ. (World Religion Parliament of Chicago - U.S.A. Centenary)માં તેઓએ પ્રાર્થનાની શક્તિ (Power of Prayer), અને “આત્મ-અનુભૂતિ માટે જૈન તત્ત્વજ્ઞાનનો અભિગમ” (Jainological approach to self-realization) જેવા ગહન વિષયો પર આધ્યાત્મિક પ્રવચનો આપ્યાં હતાં. એ જ બતાવે છે કે એમના કાર્યની સુવાસ છેક અમેરિકા સુધી . “વિશ્વધર્મ પરિષદ”માં ફેલાયેલી છે. શ્રી આત્માનંદજીની યુ.કે., યુ.એસ.એ. અને લોસ એન્જલસ (તા. ૨૫-૬-૧૯૯૮ થી ૩-૮-૧૯૯૮)ની વિદેશયાત્રા દરમ્યાન ચેરીહિલ (ન્યૂજર્સ), એડિસન ન્યૂયૉર્ક, લોંગ આઇલેન્ડ, બોસ્ટન, હ્યુસ્ટન, ફિનિક્સ વગેરે સ્થળોના કાર્યક્રમોનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. નેસ્તનના સ્વામીનારાયણના અધિષ્ઠાતા પૂ. શ્રી આત્મસ્વરૂપસ્વામીની મુલાકાત અને તા. ૨૮-૬-૧૯૯૮ના રોજ એડિસન (ન્યૂજર્સી)ના સ્વામિનારાયણ મંદિરમાં ‘સંગત સંતન કી કરી લે..., જન્મકા સાર્થક કછું કર લે...' પદ પરનો સ્વાધ્યાય ઉપસ્થિત સમસ્ત શ્રોતાસમૂહમાં વિશેષ પ્રભાવક બની રહ્યો. આ યાત્રા દરમિયાન લોંગ આઇલેન્ડમાં ત્રણ દિવસની શિબિર અને લૉસ એન્જલસમાં બબ્બે દિવસની બે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. “વિશ્વધર્મ પરિષદ”માં ઉબોધન આ દિવસો દરમિયાન જાણે ભારતના કોઈ તીર્થક્ષેત્રની શિબિર હોય તેવું આપતા પૂજ્યશ્રી વાતાવરણ સર્જાયું હતું. લોંગ આઇલેન્ડમાં લાખાણી ભુવનમાં યોજાયેલ ગુરુપૂર્ણિમાની ઉજવણી નિમિત્તે ગુરુમહાભ્યનું પારાયણ તથા શ્રી હર્ષદભાઈ પંચાલ તથા મહેન્દ્રભાઈ, પ્રજ્ઞાબહેનનો ભક્તિ-સંગીતનો કાર્યક્રમ રોચક રહ્યો. ધર્મયાત્રા દરમિયાન કેટલાક જાહેર કાર્યક્રમો, ‘Young Jains'ના નેજા હેઠળ મુખ્યપણે લંડનમાં યોજાયા. યુવા પેઢી રસ લેતી થઈ છે એ નોંધવા જેવી બાબત ગણાય. લગભગ ૫૨ (બાવન) દિવસની આ યાત્રા ખૂબ જ સફળ અને પ્રેરણાદાયી રહી. અમેરિકામાં થયેલ આજ સુધીની સમસ્ત ધર્મયાત્રાનું આલેખન ‘વિશેષ વાચન' વિભાગમાં “અમેરિકામાં ધર્મપ્રભાવના” શીર્ષક હેઠળ છે. શ્રી આત્માનંદજીએ એમનું સમગ્ર જીવન માનવજીવનના સર્વાગીણ વિકાસ તથા ઉચ્ચતમ મૂલ્યોની અગત્ય ઉપર ભાર મૂકી ધર્મપ્રભાવનાનું પવિત્ર કાર્ય કરવામાં અર્પી દીધું છે. આજેય ૭૫ વર્ષની વયે તેઓ, સ્વ-પર-કલ્યાણકારી કાર્યક્રમોમાં અને સ્વાધ્યાય, ભક્તિ આદિમાં દિવસના ૧૦ થી ૧૨ કલાક સતત જાગૃતિપૂર્વક ગાળે છે અને સપ્ટેમ્બર ૨૦૦૬માં હિમાલયની યાત્રા પણ સંપન્ન થઈ. હિમાલય યાત્રા 195 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001649
Book TitleHirde me Prabhu Aap
Original Sutra AuthorN/A
AuthorJayant Modh
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy