SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્ચા (૪) શ્રુતિનિશ્રિત શ્રતનિબ્રિતિમતિ : શ્રતનિશ્ચિત-મશ્રતનિશ્ચિતનો સર્વ પ્રથમ ઉલ્લેખ નંદિમાં મળે છે. ત્યાં તે બે ભેદોને કેન્દ્રમાં રાખીને મતિજ્ઞાનની વિચારણા થયેલી છે. અલબત્ત, ત્યાં શ્રત અમૃતનિશ્રિતની પરિભાષા મળતી નથી. એ પરિભાષા આપવાને પ્રથમ પ્રયાસ વિશેષાવશ્યક ભાષ્યમાં થયેલો જોવા મળે છે. ત્યાં જણાવ્યા અનુસાર જે બુદ્ધિ વ્યવહારકાળની પૂર્વે શ્રતના સ્પર્શવાળી છે, પણ વ્યવહારકાળે મૃતની અપેક્ષા રાખતી નથી તે શ્રતનિશ્ચિત છે, જ્યારે ઈતર મથુનિશ્ચિત છે, અર્થાત જેને શ્રતસ્પર્શ નથી તે પ્રશ્રતિનિશ્ચિત છે. જિનદાસગણિ આદિ નંદિના ટીકાકારોએ અને યશોવિજયજીએ આ પરિભાષાનું સમર્થન કર્યું છે 8 23 અહીં એક સ્વાભાવિક પ્રશન ઉપસ્થિત થાય છે કે, વનયિકીમાં શ્રતસ્પર્શ છે, તેથી શ્રતસ્પર્શ–અસ્પર્શ ઉક્ત ભેદનું વ્યાવર્તક લક્ષણ શી રીતે બની શકે ? પ્રસ્તુત શંકાનું સમાધાન કરતાં જિનભદ્ર કહે છે કે, મૃતનિશ્રિતમાં શ્રુતસ્પર્શનું બાહુલ્ય છે, જ્યારે અશ્રુતનિશ્રિતમાં શ્રુતસ્પશનું અ૫ત્વ છે. આથી શ્રુતસ્પર્શનું બાહુલ્યઅલ્પત્વ ઉત ભેદોનું વ્યાવર્તક લક્ષણ છે. 224 (જ્યારે વ્યવહારકાળે શ્રુતની અને પેિક્ષા બને ભેદોમાં સમાન છે.) (૨) મથુતનિશ્રિતમતિ : મૌરવૃત્તિ, વૈથિી ફર્મન્ના અને વારિણામ અંગે કેટલીક ચર્ચા પૂર્વે થઈ ગઈ છે. ત્યાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમૃતનિશ્રિતાતિના ભેદ તરીકે આ ચારને સર્વ પ્રથમ ઉલેખ નંદિમાં મળે છે.28 5 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, આ ચારેય બુદ્ધિના પણ મવગ્રહ, ટૂં, અવાય અને ધારણા એમ ચાર ભેદો છે. જેમકે, ગૌરવત્તિના કુફ્રકુટ’ ઉદાહરણમાં પ્રતિબિંબ સામાન્યનું ગ્રહણ અવગ્રહ છે; (પાણીમાં પડતું પ્રતિબિંબ ઉપયોગી નીવડશે કે દર્પણમાં ૫હતું ? એમ) બિંબનું અન્વેષણ કરવું તે ઈહ છે; દર્પણમાં પડતું પ્રતિબિંબ ઉપયોગી નીવડશે, એમ બિંબવિશેષને નિર્ણય અવાય છે.28 6 આવશ્યક નિયુક્તિમાં મૌરવત્તિ આદિ ચારનાં લક્ષણે આપ્યાં છે. આ બુદ્ધિઓનું સ્વરૂપ સ્પષ્ટ કરવા અપાયેલાં ઉદાહરણોની સૂચિમાં કર્યાં અને પારિwાશિનાં અનુક્રમે ૧૨ અને ૧૫ ઉદાહરણોની સૂચિ મળે છે, જ્યારે મૌરવૃત્તિ અને વનવિર્સનાં ઉદાહરણની સૂચિ મળતી નથી.88 7 ઉક્ત ચારેય બુદ્ધિઓનાં લક્ષણે અને ઉદાહરણે નંદિમાં ઉદ્દધૃત થયેલાં છે. વિ. ભાષ્યમાં નંદિગત બધી જ ગાથાઓ મળે છે.22 8 આ નિયુક્તિ, નંદિ અને વિ૦ ભાષ્યગત નિરૂપણ તપાસતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy