________________
૫o
જૈનસમંત જ્ઞાનચર્ચા સંશયરૂપ છે કે કેમ, પરધમથી મિશ્રિત–નિશ્રિત (બહુઆદિ ભેદગત) ભેદ વિપર્યયા છે કે કેમ અને અવગ્રહ અને વ્યવસાય રૂપ છે કે કેમ, તેની વિચારણા કરીને, તે જ્ઞાને સમદષ્ટિનાં હેવાથી જ્ઞાનરૂપ છે, એવી સ્પષ્ટતા કરી.
વિદ્યાનંદ વિપર્યયને સંકુચિત અર્થ (સંશયાદિગત વિપર્યય) કરે છે અને કહે છે કે તત્વાર્થગત “ચ” (ક) શબ્દ સંશય અને અધ્યવસાય ભેદનું સૂચન કરે છે. તેઓ સંશયાદિ ત્રણ મિથ્યાજ્ઞાનના સહજ અને આહાય એમ બે ભેદ કરીને જેનેતર માન્યતાઓને અંતર્ભાવ તે ભેદોમાં કરે છે.331 આમ વિદ્યાનંદ આદિ કેટલા ક આચાર્યોએ સંશયાદિને અંતર્ભાવ મતિઅજ્ઞાન આદિમાં કરીને પરંપરાપ્રાપ્ત મતિજ્ઞાન આદિની વિચારણું અને પછીથી જેનપર પરામાં દાખલ થયેલ સંશયાદિની વિચારણાને સમન્વય કર્યો, જ્યારે હેમચન્દ્ર ૩ ૪ આદિ કેટલાક આચાર્યોએ સંશયાદિની વિચારણા મતિઅજ્ઞાનાદિથી નિરપેક્ષપણે કરી.
(ગ) મિથ્યાજ્ઞાનની શાન-અજ્ઞાનરૂપતા ઃ આ અંગે જૈન પરંપરામાં એ રીતે વિચારણા થયેલી છે: તાર્કિક પરંપરાના આચાર્યો વિષયના સંદર્ભમાં વિચારણા કરે છે, જ્યારે આગમિક પરંપરાના આચાર્યો સ્વામીના સંદર્ભમાં વિચારણું કરે છે.
(૧) વિષયના સંદર્ભમાં : હેમચંદ્ર કહે છે કે, વિષયના સંદર્ભમાં સંશયાદિ મિથ્યાજ્ઞાન છે.૩૦ (પછી તે સંશયાદિ સમ્યદૃષ્ટિનાં હોય કે મિથ્યાદષ્ટિનાં) ન્યાય અને બૌદ્ધદર્શન પણ આવો જ મત ધરાવે છે.
(૨) સ્વામીના સંદર્ભમાં ૬ નંદિમાં જણાવ્યા અનુસાર સમદષ્ટિ જીવનું જ્ઞાન સમ્યજ્ઞાન છે. મિથ્યાદષ્ટિ જીવ જ્ઞાન અજ્ઞાન છે અને સમ્યફદષ્ટિ જીવનું મિથ્યાશ્રત સમ્યફ છે. 310 એનો અર્થ એ થયો કે સમ્યક્દષ્ટિ જીવની કઈ પણ જ્ઞપ્તિ અજ્ઞાનરૂપ છે . આ વ્યવસ્થાને સુસંગત રહીને સ્પષ્ટતા કરે છે કે, (ક) સમ્યદૃષ્ટિ જીવના જ્ઞાનપગમાં જ્ઞાતા માટે સંશયાદિ જ્ઞાનરૂપ છે, કારણ કે આગમમાં કહ્યું છે કે જે એકને જાણે છે, તે સર્વને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણે છે. 341 આમ પ્રત્યેક વસ્તુ સર્વપર્યાત્મન્ હોવાથી સંશયગમ્ય ધર્મો પણ તે મૂળ વસ્તુના જ હોય, જેમ કે થડને પુરુષ માનવાની પ્રક્રિયામાં પરષના ધર્મો પણ થડના જ ગણાય. અહીં એક સ્વાભાવિક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે પ્રત્યેક વસ્તુ સર્વ પર્યાત્મક છે તે મિથ્યાદષ્ટિને પણ કશું વિપરીત ગ્રહણ ન થાય. અર્થાત તેની જ્ઞપ્તિ પણ સમ્યક્રજ્ઞાન જ સ્વીકારવી જોઈએ. એનું સમાધાન એ છે કે મિથ્યાદષ્ટિ જીવ નિર્ણય વખતે પણ મૂલ વસ્તુને સવ પર્યાત્મક જાણ નથી, વળી તે સાધ્ય સાધનના યોગ્યતા-અયોગ્યતા જાણતા નથી, જ્યારે સમ્યક્દષ્ટિને તેનું ભાન હોય છે. (ખ) મિથ્યાદષ્ટિ જીવની જ્ઞતિ અજ્ઞાન છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org