________________
જ્ઞાન-દર્શન-મિથ્યાશાન
૪૮
(૩) મતિજ્ઞાનાદિ અને સંશયાદિ : પૂવે' કહેવામાં આવ્યું છે કે જેના પરંપરામાં મતિઅજ્ઞાનાદિ ત્રણની વિચારણું આગમકાળથી ચાલી આવે છે, પછીના કાલમાં સંશયાદિ ત્રણની વિચારણું દાખલ થઈ.33 2 વિપર્યય શબ્દ તત્ત્વાર્થમાં મળે છે, પરંતુ ઉમાસ્વાતિ તેને અર્થ મિથ્યાજ્ઞાન સામાન્ય કરીને તેમાં મતિઅજ્ઞાનાદિ ત્રણને અંતર્ભાવ માને છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે, જેમ ઉન્મત્ત પુરુષ ક્યારેક મારીને સુવણે, ક્યારેક સુવર્ણને માટી, તો ક્યારેક મારીને મારી માને છે, તેમ મિથ્યાદર્શનને કારણે મત્યાદિ ત્રણ જ્ઞાને અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન છે. પૂજ્યપાદ અને અકલંક ઉમાસ્વાતિનું સમર્થન કરે છે. ૨૪૩ પૂજ્યપાદ કારણદિની દષ્ટિએ વિપર્યયના કારણવિપર્યય, ભેદભેદ વિપર્યાસ અને સ્વરૂપ વિપર્યાય એમ ત્રણ ભેદ કરીને મતિજ્ઞાન આદિને સમજાવે છે અને જેનેતર માન્યતાઓને અંતર્ભાવ તેમાં કરે છે, જ્યારે અકલંક કારણવિપર્યાસ આદિ ભેદને ઉલ્લેખ કર્યા સિવાય જેનેતર માન્યતાઓને અંતર્ભાવ મિથ્યાજ્ઞાનમાં કરે છે 18%
પૂજ્યપાદ કહે છે કે, કારણની બાબતમાં વિપરીતજ્ઞાન હોવું વિપર્યાસ છે, જેમ કે કેટલાક ગમતવાદી) કહે છે કે પૃથ્વી આદિનાં ૪, ૩, ૨, ૧, ગુણ ધરાવતાં પરમાણુઓ તુલ્ય કાર્યનાં આરંભક છે અને કેટલાક વેદાન્તીઓ) કહે છે કે રૂપ ગુણ આદિનું એક કારણ અમૂર્ત અને નિત્ય છે. ભેદ-અભેદની બાબતમાં વિપરીત અજ્ઞાન ભેદભેદ વિપર્યાય છે, જેમ કે કેટલાકના (ગદર્શન) મતે કારણ અને કાર્ય ભિન્ન છે અને કેટલાકના (સાંખ્યદર્શન) મતે તે બન્ને અભિન્ન છે. સ્વરૂપની બાબતમાં વિપરીત અજ્ઞાન સ્વરૂપવિપર્યા છે, જેમ કે કેટલાકના (ભાષિત) મતે રૂપાદિ નિવિકલ્પક છે અથવા નથી અને કેટલાકના (વિજ્ઞાનાતિવાદી) મતે તદાકારપરિણત વિજ્ઞાનનું જ અસ્તિત્વ છે, ઘટાદિ બાહ્ય અર્થનું નહિ. આમ મિથ્યાદર્શનને ઉદય થવાની આવી વિરુદ્ધ કલ્પનાઓમાં શ્રદ્ધા જાગે છે ત્યારે તેવા જીવને મતિજ્ઞાન આદિ મિથ્યાઅજ્ઞાન હોય છે, જ્યારે શ્રદ્ધાનરૂપ દર્શનને કારણે મતિજ્ઞાન આદિ સમ્યજ્ઞાન હોય છે. આમ ઉમાસ્વાતિ અને પૂજ્યપાદ વિપર્યય પદને સંશયાદિત વિપર્યય એવો સંકુચિત અથ કરતા નથી. આમ છતાં સર્વાર્થસિદ્ધિમાં સંશયાદિ ત્રણને ઉલલેખ મલે છે 35 (ક) આથી એવું અનુમાન કરી શકાય કે ઉમાસ્વાતિ પછીના કાલમાં સંશયાદિની વિચારણું જૈન પરંપરામાં દાખલ થઈ હશે.
જિનમ ઈહા અને સંદિગ્ધગ્રાહક અનિશ્ચિત (બહુઆદિ ભગત) ભેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org