________________
જાન-દશન-મિથ્યાશાન
ભેદો છે. ઉક્ત બને વિચારણામાં મતિજ્ઞાન આદિ ત્રણ ભેદ પ્રાચીન છે, કારણ કે આગમોમાં અજ્ઞાન 14 અને તેના ઉક્ત ત્રણ ભેદોને 315 ઉલ્લેખ મળે છે, જ્યારે સંશયાદિ ત્રણ બેદે પછીના કાળમાં દાખલ થયા હોય તેમ જણાય છે. અલબત્ત, પૂજ્યપાદના કાલમાં આ ભેદ રિથર થઈ ચૂક્યા હતા, 1 “સંભવ છે, જેનેતર દર્શનગ સરાવાદિની વિચારણાની અસરત જેનપરંપરામાં આ ભેદે દાખલ થયા હોય.
(૧) મતિજ્ઞાનાદિ ત્રણ ભેદો : મિથ્યાટિના મતિ અને ભૂત અનુક્રમે અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન છે. 31 () વિમંગ અંગે ભગવતીમાં એવી સ્પષ્ટતા મળે છે કે, કોધાદિ પાતળાં પડી જતાં, માર્દવાદિ ગુણે આવતાં, તદાવરણીય કર્મોને ક્ષયોપશમ થતાં અને દાં-પા-માળા-વેગળા કરતાં કરતાં વિભંગ ઉત્પન્ન થાય છે. વિર્ભાગજ્ઞાની જઘન્યતઃ આંગલના અસંખ્યાતમા ભાગ જેટલું અને ઉત્કૃષ્ટતઃ અસંખ્યાત હજાર એજનને જાણે છે-જુએ છે અને પોતે જે કંઈ જાણે છે જુએ છે, તેથી વિશેષ કંઈ નથી, એમ સમજે છે. પરંતુ જ્યારે મિથ્યાપર્યાય ક્ષીણ થાય છે અને સમ્યકત્વ પર્યાયે વધવા લાગે છે, ત્યારે ક્રમશઃ મિથ્યાત્વ સંપૂર્ણપણે ક્ષીણ થઈ જાય છે, પરિણામે વિભંગ અવધિમાં પરિણમે છે. વિભંગના ગ્રામસંસ્થિત, નગરસંસ્થિત, પશુસંસ્થિત વગેરે પ્રકાર છે. 31 8 અલબત્ત, આ પ્રકારો વિભંગના વિષયમદનું સૂચન કરે છે, આંતરિક સ્વરૂપનું નહી. સૂત્રકૃતાંગમાં વિભાગ શબ્દ વિભેદ અથપરક પણ છે. 310
ભગવતીમાં કહ્યું છે કે, જીવને જો બે અજ્ઞાન હોય તે મતિઅજ્ઞાન અને શ્રુઅજ્ઞાન હોય છે, કારણ કે શ્રતની પૂર્વે મતિ અવશ્ય હોય છે.) પરંતુ જે વિભંગની લબ્ધિ હોય તે ઉક્ત ત્રણેય અજ્ઞાન હોય છે. 2 0 એને અર્થ એવો
કે વિર્ભાગજ્ઞાનીની ઈયિજ્ઞપ્તિ પણ અજ્ઞાનરૂપ હોય છે. અજ્ઞાનના ત્રણ જ પ્રકાર હોવાથી એમ કહી શકાય કે મતિ, શ્રુત અને અવધિમાં જ મિથ્યાત્વની શક્યતા છે, જ્યારે મન:પર્યાય અને કેવલમાં મિથ્યાત્વની શક્યતા નથી. વિદ્યાનંદ એનું સમર્થન કરે છે.321
ઉક્ત ત્રણ મિથ્યાજ્ઞાને વિશે ભગવતી પછીના કાળમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે પરમાવધિ અને સર્વાવધિમાં વિપર્યય (મિથ્યાજ્ઞાન)ની શક્યતા નથી, કારણ કે અવધિના તે પ્રકારે મન:પર્યાયની જેમ વિશેષ પ્રકારના સંચમથી પ્રાપ્ત થાય છે. ફક્ત દેશાવધિમાં જ અર્થાત્ અવધિની પ્રથમ કક્ષામાં જ મિથ્યાત્વની શક્યતા છે. 32 2 મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાનમાં સંશયાદિ ત્રણેય હોઈ શકે છે,
જ્યારે વિર્ભાગમાં વિપર્યાય અને અધ્યવસાય એ બે જ હોય છે, સંશય હોતો નથી, કારણ કે વિલંગમાં ઈન્દ્રિયવ્યાપાર નથી. 32 3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org