SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાન-દશન-મિથ્યારાન કહે છે કે, સૂત્રમાં આવી વ્યવસ્થા નથી. કેટલાક આચાર્યો એવી રીતે સંમતિ બેસાડતા હતા કે સૂત્રગત વાસટ્ટ પદ સંભવિતતાના અર્થમાં છે, તે એ રીતે કે જો મન:પર્યાયજ્ઞાનીને અવધિજ્ઞાન હોય તે અવધિદર્શનથી જુએ અને જો અવધિજ્ઞાન ન હોય તે ન જુએ.88 2 કેટલાક આચાર્યો વાસટ્ટની એવી વ્યવસ્થા કરતા હતા કે મન૫ર્યાયજ્ઞાની મન:પર્યાયદર્શનથી જુએ છે. જો કે સૂત્રમાં મન પર્યાયદર્શનને ઉલ્લેખ નથી. તેમ છતાં કશી વિસંગતિ આવતી નથી, કારણકે જેમ સૂત્રમાં વિભંગદર્શનને ઉલ્લેખ ન હોવા છતાં અવધિદર્શનમાં તેને અંતર્ભાવ માનીને તેનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે, તેમ અવધિદર્શનમાં મન:પર્યાયદર્શનને અંતર્ભાવ માનીને તેનું અસ્તિત્વ સ્વીકારવું જોઈએ. જિનભક આ વ્યવસ્થા સાથે અસંમતિ દર્શાવતાં જણાવે છે કે મન:પર્યાય દર્શનનું અસ્તિત્વ છે જ નહિ કારણ કે ભગવતીસૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મન:પર્યાયજ્ઞાની જે અવધિજ્ઞાનવાળો હોય તો તેને ત્રણ દશને હોય અને અવધિજ્ઞાનવાળા ન હોય તે તેને બે દર્શન હોય છે કે આમ અવધિદર્શન અને મન:પર્યાયદર્શનવાળો મત સ્વીકાર્ય બની શક નથી. ઉપયુકત તમામ વિગતે તપાસતાં એમ કહી શકાય કે મોટા ભાગના જેનાચાર્યો મનઃપ્રાયજ્ઞાનીને દર્શન માનતા નથી. પ્રસ્તુત વિધાનમાં જિનભદ્રય વ્યવસ્થા વિસંગતિ ઉપસ્થિત કરતી નથી, કારણ કે તેમણે સ્વીકારેલું અચક્ષુદર્શન બાહ્ય અર્થ સાથે સંબંધિત છે. જેનેતર દશામાં પણ આવી જ વ્યવસ્થા જોવા મળે છે. જેમ કે સાંખ્યવેગ અનુસાર પુરુષ પિતાના ચિત્તની વૃત્તિઓને જોઈ શકે છે, પરંતુ અન્ય પુરુષના ચિત્તની વૃત્તિઓને જોઈ શકતો નથી, માત્ર જાણી શકે છે. બૌદ્ધદાર્શનિનું પણ આવું જ મન્તવ્ય છે કે, ચિત્ત પરિચિત્તને જાણે ખરું, પણ જુએ નહિ88 5. (ડ) કેવલીને પ્રાપ્ત થતું દશન:- આ અંગે જેનપરંપરામાં ત્રણ પક્ષ જેવા મળે છેકેવલજ્ઞાન-કેવલદર્શનને કમપક્ષ, યુગપત પક્ષ અને અભેદપક્ષ. આ પક્ષે અંગેની ઐતિહાસિક માહિતી અને અભેદપક્ષની વિચારણું પૂરું થઈ ચૂકી છે. 8 6 તેથી અહીં યુગપપક્ષ અને કમપક્ષની વિચારણા અભિપ્રેત છે. યુગ૫૫ક્ષ-કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપગ એક સાથે (યુગપત ) હેય છે એ સ્પષ્ટ ઉલ્લેખ સર્વપ્રથમ તવાર્થભાષ્યમાં જોવા મળે છે,88 7 જેનું સમર્થન મલવાદી, કુંદકુંદ, પૂજ્યપાદ, સમંતભદ્ર, 2 ક અકલંક અને વીરસેનાચાર્ય 2 8 9 આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy