SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ M જૈનસં મત જ્ઞાનચર્ચા આચાર્યોએ કર્યું. પૂજ્યપાદ કહે છે કે, નિરાવરણ હોવાથી કેવલજ્ઞાન અને કેવલદર્શનને ઉપયોગ યુગપત છે. અકલંક અને વીરસેનાચાર્ય એનું સમર્થન કરે છે 290 અકલંક સ્પષ્ટતા કરે છે કે, જેમ નિરાવરણ સૂર્યને તાપ અને પ્રકાશ એક સાથે રહે છે, તેમ કેવલજ્ઞાન અને કેવલદર્શન એક સાથે રહે છે 2 91 આ સિવાય જિનભદ્રની પૂર્વેના કાલના યુગપતવાદીઓની દલીલ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે, જેનો ઉલ્લેખ ક્રમવાદમાં માનતા જિનભદ્ર પૂર્વપક્ષરૂપે કર્યો છે :(૧૧) કેવલજ્ઞાન–ક્વલદર્શનનો ઉપયોગ યુગપત માનવાથી બનેનું સૂત્રોક્ત સાદિઅપર્યાવસિતત્વ અને તુલ્યાસ્ત્રવત્વ સંગત બને છે,898 (ર) બન્નેને ઉપગ ક્રમથી માનવામાં કેટલીક વિસંગતિઓ પ્રાપ્ત થાય છે, જેમ કે, (ક) ક્રમમાં માનવાથી બને સાદિસપર્યાવસિત ગણવા લાગશે, કારણ કે એકની હાજરી વખતે બીજુ ગેરહાજર હોય છે. (ખ) બનેના આવરણને ક્ષય નિરર્થક બને, કારણ કે આવરણનો ક્ષય થયા પછી પણ બંનેમાંથી એક ગેરહાજર રહે છે, તેથી એકના અભાવ માટે બીજાને જ આવરણ તરીકે સ્વીકારવું પડે, કેમકે તદાવરણકમક્ષય તે પહેલેથી થઈ ચૂક્યો છે. આ રીતે કમપક્ષ સ્વીકારતાં તરેતરાવરણદોષ પ્રાપ્ત થાય અને જે તે ન સ્વીકારવામાં આવે તો નિષ્કારણુંવરjષ પ્રાપ્ત થાય. (ગ) કેવલીને પાક્ષિક સવજ્ઞત્વ-સર્વદશિત્વ પ્રાપ્ત થશે, કારણ કે તે જ્યારે સર્વજ્ઞ છે ત્યારે સર્વદશી* નથી અને જ્યારે સવંદશી છે ત્યારે સર્વજ્ઞ નથી. (ધ) કેવલજ્ઞાન દર્શનાવરણને ક્ષય થતાં બન્નેમાંથી પ્રથમ ઉત્પત્તિ કોની તેને નિશ્ચય થઈ શકતો નથી.29 () વઢિળો જેવોવો વઢના (નો માઢના એ આગમપ્રમાણુ યુગપત પક્ષનું સમર્થન કરે છે.29 4 (ચ) ભગવતી’ અને પ્રજ્ઞાપનામાં પ્રાપ્ત થતો જ સમયં ૬ જ્ઞાતિ વિવાતિ29 5 ઉલ્લેખ યુગપત વાદમાં કશી વિસંગતિ ઉપસ્થિત કરતો નથી, કારણ કે અહીં જિ ને અર્થ જિન જે કે જિનશાસિત અર્થાત છદ્મસ્થ એવો કરવાનો છે. 29 છે કમપક્ષ-નિયુક્તિકાર, જિનભદ્ર, જિનદાસગણિ, હરિભદ્ર અને મલયગિરિ આદિ અચાયો આ પક્ષનું સમર્થન કરે છે. યુગપત પક્ષ સામે તેઓની મુખ્ય મુખ્ય દલીલે આ પ્રમાણે છે : નિયુક્તિકાર કહે છે કે, કેવલીને બને ઉપયોગો યુગપત હોતા નથી. 7 નિભદ્ર કહે છે કેઃ (૧) જેમ અત્યાદિ ત્રણ જ્ઞાનના ૬૬ સાગરપમ સુધીના પશમની વાત ઉપયોગનિરપેક્ષ લવિના સંદર્ભમાં છે, તેમ કેવલજ્ઞાન-દર્શનનું સાદિઅપર્યાવસિતત્વ ઉપયોગનિરપેક્ષ લબ્ધિના સંદર્ભમાં છે. ૦ ૪ (૨) ઉપયોગ કમથી પ્રાપ્ત થાય છે એ સર્વ જીવોને સ્વભાવ છે. આમ છતાં ઇતરેતાવરણ અને નિષ્કારણુવરણ જેવા દોષો ઉપસ્થિત કરવામાં આવશે તો તે દો અત્યાદિજ્ઞાનેને પણ સમાન રીતે લાગુ પડશે, કારણ કે તે જ્ઞાને પણ ક્રિમિક છે.299 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy