________________
૨૭૬
જેનસંમત જ્ઞાનચર્ચા
પ્રયોગ મહલવાદીની કૃતિમાં જોવા મળે છે. 89 (૩) સર્વજ્ઞતાની સિદ્ધિ માટે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન કે અર્થપત્તિ પ્રમાણ નથી, એવી તેઓએ કરેલી દલીલને ઉત્તર એ છે કે, સર્વજ્ઞતાની સિદ્ધિ માટે અનુમાન પ્રમાણ પ્રાપ્ત થાય છે. જેમ કે, અતીન્દ્રિયજ્ઞાનનું અસ્તિત્વ છે, સુનિશ્ચિત બાધક પ્રમાણને અભાવ હોવાથી, સુખની જેમ. વળી પ્રત્યક્ષ, અનુમાન, વિરુદ્ધવિધિ, અર્થોપત્તિ, ઉપમાન, આગમ અને અભાવ પ્રમાણ સર્વજ્ઞતાને બાધ કરતાં નથી. (૪) તેઓને પ્રશ્ન છે કે સર્વજ્ઞ જીવ ભૂતકાળની વસ્તુને કયા સ્વરૂપમાં જુએ છે ? ભૂતકાળના સ્વરૂપમાં કે વતમાનકાળના સ્વરૂપમાં ? જો ભૂતકાળના સ્વરૂપમાં જુએ છે એવું સ્વીકારવામાં આવે છે તે જ્ઞાનને પ્રત્યક્ષ ન કહેવાય અને જો વર્તમાનકાળના સ્વરૂપમાં જુએ છે એવું સ્વીકારવામાં આવે તો તે જ્ઞાનને ભ્રાત માનવું પડે, કારણ કે કેવલી એક સ્વરૂપમાં (ભૂતકાળમાં) રહેલી વસ્તુને અન્ય સ્વરૂપમાં (વર્તમાનકાળમાં ) રહેલી જુએ છે. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, તેમણે (મીમાંસકોએ) પ્રત્યક્ષનું જે લક્ષણ સ્વીકાર્યું છે, તેને કારણે આ આપત્તિ ઉદ્ભવી છે. વાસ્તવમાં પરિસ્કૂટયાર્થસ્ય પ્રતિભાસઃ એ પ્રત્યક્ષનું લક્ષણ છે, અને આ લક્ષણ પ્રમાણે ઉક્ત આપત્તિ ટકતી નથી. (૫) તેઓને બીજો પણ એક પ્રશ્ન છે કે, સત્તને પ્રાગભાવ અને પ્રāસાભાવનું જ્ઞાન હોય છે કે નહિ ? જે બન્નેમાંથી એકનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો સર્વજ્ઞત્વ સિદ્ધ ન થાય અને બન્નેનું જ્ઞાન સ્વીકારવામાં આવે તો બે વિસંગતિએ ઉભી થાય ઃ (૧) બન્નેનું જ્ઞાન યુગપત, થાય છે એવું સ્વીકારતાં જન્મમરણના જ્ઞાનને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને (૨) કમથી થાય છે એવું સ્વીકારતાં સર્વજ્ઞત્વ સિદ્ધ ન થાય. આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કઈ પણ અર્થ ભાવરૂપ હોય કે અભાવરૂપ હોય પણ તે દેશ-કાળની મર્યાદામાં જ દેખાય છે. આથી જન્મમરણના યુગપત જ્ઞાનને પ્રસંગ પ્રાપ્ત થતો નથી. ( કારણ કે પદાર્થ ઉત્પન્ન થયેલું હોય ને તેની ઉત્પત્તિનું, વર્તમાનમાં હોય તે તેના વર્તમાન સ્વરૂપનું, અને નાશ પામતો હોય તો તેના વિનાશનું જ્ઞાન થાય છે.) આથી ઉપર જણાવેલી વિસંગતિ આપોઆપ ટળી જાય છે.) (૬) ભાવના પરોક્ષજ્ઞાનજન્ય હેવાથી તે અપક્ષ જ્ઞાનની જનક ન બની શકે, એવી તેઓની દલીલ અનુચિત છે, કારણ કે ભાવનાથી કમક્ષય થાય છે અને કર્મક્ષયથી કેવલજ્ઞાન થાય છે. એ રીતે કેવલનું પ્રધાનકાર કર્યો છે, ભાવના નથી. 91 (ભાવના તે અપ્રધાનકારણ છે.)
૯. મેક્ષ :
વૈદિકદર્શન સૂતે જ્ઞાનાન્ન મુક્તિઃ' કહીને જ્ઞાનને મોક્ષને અનિવાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org