SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અવધિજ્ઞાન ૨૨૧ તે અલેકના એકાદા ભાગને સ્પર્શે છે તે પછી તે નિયમથી અપ્રતિપાતિ હોય છે.113 કારણ કે તે કેવલની પ્રાપ્તિ સુધી ટકી રહે છે, એવી સ્પષ્ટતા હરિભક આદિ આચાર્યોએ કરી છે. 114 અવધિનાં પ્રતિપાત અને ઉત્પત્તિની બાબતમાં આવશ્યક નિયુકિતમાં કહેવામાં આવ્યું છે કે, બાહ્યાવધિ એક સમયમાં યુગપત્ ઉત્પન્ન અને વિનષ્ટ (પ્રતિપાતિ) થઈ શકે છે, જ્યારે આત્યંતર અવધિ એક સમયમાં યુગપત ઉત્પન્ન વિનષ્ટ થઈ શકતું નથી, કારણ કે એક સમયમાં તેની ઉત્પત્તિ કે વિનાશ બેમાંથી એક જ શક્ય છે. 15 જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, બાહ્યાવધિના એક સમયમાં ઉત્પત્તિ, વિનાશ અને ઉત્પત્તિવિનાશ એમ ત્રણેય વિકલ્પ શક્ય છે, જ્યારે આત્યંતર અવધિના પ્રથમ બે જ વિકલ્પ શક્ય છે. યુગપત ઉત્પત્તિવિનાશની સમજૂતી આપતાં તેઓ કહે છે કે, જેમ દાવાનળ એક તરફ ઉત્પન્ન થતું રહે છે અને બીજી તરફ શાન્ત થતે થતું રહે છે, તેમ બાહ્યાવધિ એક સમયમાં એક તરફ ઉત્પન્ન થાય છે તે બીજી તરફ નષ્ટ થાય છે. બાહ્ય-આત્યંતરની સમજૂતી આપતાં તેઓ કહે છે કે, એક દિશામાં પ્રાપ્ત થતું અંતગત અને અસંબદ્ધ અવધિ બાહ્યાવધિ છે, જયારે સંબદ્ધ અવધિ આત્યંતર અવધિ છે.11 (૬) વર્ધમાન-હીયમાન અને દેશાવધિ-પરમાવધિ-સર્વાવધિ : (અ) વધમાન-હીયમાન : આ બન્ને પ્રકારની વિચારણા નિયુકિત આદિ ચારેય પરંપરામાં થઈ છે.111(અલબત્ત, નિયુકિતગત વિચારણું ચલદ્વારમાં થઈ છે.) ઉમાસ્વાતિ સ્પષ્ટતા કરે છે કે ઈધણું નહીં નાખવાથી ઘટતા અગ્નિની જેમ જે અવધિજ્ઞાન જે પ્રમાણમાં ઉત્પન્ન થયું છે, ત્યાંથી તે ઘટતું જાય તેને હીયમાન કહે છે, જ્યારે ઈમ્પણ નાખવાથી વધતા જતા અગ્નિની જેમ જે અવધિજ્ઞાન જે પ્રમાણમાં ઉત્પન્ન થયું હેય ત્યાંથી તે વધતું જાય તેને વર્ધમાન અવધિ કહે છે. પૂજ્યપાદ, મલયગિરિ આદિ પરવતી આચાર્યો આ સમજૂતી અનુસર્યા છે.11 8 ધવલાટીકાકાર વર્ધમાન અવધિની અમજૂતીમાં વધવાની પ્રક્રિયા ઉપરાંત અન્ય બે શરતોને પણ ઉલ્લેખ કરે છે: (૧) રોકાણ સિવાયની વૃદ્ધિ (અવઠ્ઠાણે વિણા) અને (૨) કેવળની પ્રાપ્તિ થાય ત્યાં સુધીની ક્રમશઃ વૃદ્ધિ 119 (૧) વૃદ્ધિહાનિનાં કારણે :- નંદિમાં જણાવ્યા અનુસાર પ્રશસ્ત દ્રવ્યલેશ્યાયુક્ત ચિત્તનું હોવું, પ્રશસ્ત ચારિત્ર્યવાળા હેવું” અને ચારિત્ર્યની ઉત્તરોત્તર શુદ્ધિ અનુભવવી અર્થાત મૂળ ગુણની વૃદ્ધિ અવધિવૃદ્ધિમાં કારણભૂત છે, જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy