________________
૨૧૦
જૈનસ મત જ્ઞાનચર્ચા નથી, તેમ જે અવધિજ્ઞાન જીવ સાથે સ ંબદ્ધ નથી, અર્થાત્ જે સમગ્ર અવધિક્ષેત્રને નહિ, પણ તેના છૂટાછવાયા ભાગને જ પ્રકાશિત કરે છે, તેને અસંબદ્ધ અવધિ કહે છે.10 5
પ્રભેટ્ટા : અનાનુગામિકના પ્રભેદોના ઉલ્લેખ નિયુ*ક્તિ, નંદિ, ષÉઢાગમ અને તત્ત્વાર્થ'માં નથી, પરંતુ ધવલાટીકારે આનુગામિકના પ્રભેદોની જેમ તેના પણ ત્રણ ભેદોના ઉલ્લેખ કર્યાં છે : ક્ષેત્રાનનુગામી, ભવાનનુગામી અને ક્ષેત્રભવા નનુગામી. જે અવધિજ્ઞાન તેના સ્વામીની સાથે અન્ય ક્ષેત્રમાં જતું નથી, પર ંતુ અન્ય ભવમાં જ સાથે જાય છે, તેને ક્ષેત્રાનનુગામી કહે છે; જે અવધિજ્ઞાન તેના સ્વામીની સાથે અન્ય ભવમાં જતુ નથી, પણ અન્ય ક્ષેત્રમાં જ સાથે જાય છે, તેને ભવાનનુગામી કહે છે અને જે અવધિજ્ઞાન એક જ ક્ષેત્રમાં અને એક જ ભવમાં ટકે છે, પણ અન્ય ક્ષેત્ર અને અન્ય ભવમાં સાથે જતુ નથી તેને ક્ષેત્રભવાનનુ ગામી કહે છે.1૦ ધવલાટીકાકારે આનુગામિક અને અનાનુગામિકના જે ત્રણ ભેદની સમજૂતી આપી છે, તેમાં ક્ષેત્રાનનુગામી અને ભવાનુંગામી ભેદ, અમુક દૃષ્ટિએ કરાયેલા નામભેદ સિવાય, કશે! તફાવત ધરાવતા નથી, એ જ રીતે ભવાનનુગામી અને ક્ષેત્રાનનુગામીમાં પણ કરશે તફાવત નથી. માત્ર ક્ષેત્રભવાનનુગામી અને ક્ષેત્ર ભવાનુગામી પરસ્પર વ્યાવૃત્ત છે. આથી અનાનુગામિકના ક્ષેત્રભવાનનુગામી ભેદ જ યુક્તિસંગત બની રહે છે.
(ગ) મિશ્ર : જિનભટ્ટે કરેલી સ્પષ્ટતા અનુસાર જે અવધિજ્ઞાનના અમુક ભાગ તેના સ્વામીની સાથે અન્ય ક્ષેત્રમાં જાય અને બાકીને ભાગ ન જાય તેને અનુગામી–અનનુગામી (મિશ્ર) અવધિ કહે છે.107 પ્રસ્તુત ભેદોના ઉલ્લેખ માત્ર નિયુક્તિમાં પ્રાપ્ત થાય છે;108 ષટ્સ ડાગમ, નંદિ કે તત્ત્વાથ'માં પ્રાપ્ત થતા નથી. સ્વામી : આવશ્યક નિયુક્તિમાં જણાવ્યા અનુસાર આનુગામિક અવધિ દેવ, નારક, મનુષ્ય અને તિય"ચેાતે1∞ હોય છે. મલયગિરિ કહે છે કે, મધ્યગત આનુગામિક દેવ, નારક અને તીથ કરીને અવશ્ય હોય છે; અતગત તિય ચાને હાઇ શકે છે, 11॰ જ્યારે મનુષ્યને અંતગત અને મધ્યગત બન્ને પ્રકારનુ આનુગામિક હાઈ શકે છે.11 1
(ઘ) પ્રતિપાતિ-અપ્રતિપાતિ :
પ્રતિપાતિ અને અપ્રતિપાતિની પ્રાથમિક સમજૂતી પૂર્વે' અપાઈ ચૂકી છે.1 18 આવશ્યક નિયુક્તિ,નદિ અને ખંડાગમમાં જણાવ્યા અનુસાર જ્યાં સુધી અવધિજ્ઞાન લેાક સુધી મર્યાદિત હોય છે, ત્યાં સુધી તે પ્રતિપાતિ હોઈ શકે છે, અર્થાત્ તે પ્રતિપાતિ કે અપ્રતિપાતિ ગમે તે પ્રકારનુ હાઈ શકે છે, પર ંતુ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org