________________
૨૧૦
જૈનસંમત જ્ઞાનચર્ચા
લધુ (ભાષા અગ્રહણયોગ્ય) માં થાય છે તે અવધિજ્ઞાનીનું જ્ઞાન અગુરુલઘુ દ્રવ્યોમાં જ આગળ વધે છે, ગુરુલઘુ દ્રવ્યોમાં નહીં. અલબત્ત, કેઈક અવધિજ્ઞાની ગુરુલઘુ દ્રવ્યોને પણ જોઈ શકે છે. 21 મલધારી હેમચન્દ્રસૂરિએ કરેલી સ્પષ્ટતા અનુસાર જેનું અવધિજ્ઞાન ગુરુલઘુથી શરુ થયું હોય તે જીવની જે વિશેષ વિશુદ્ધિ ન થાય તે તેનું જ્ઞાન કેટલાક સમય પછી નષ્ટ થાય છે. આ બધી સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે અગુરુલઘદ્રવ્યથી શરૂ થતા અવધિજ્ઞાન કરતાં ગુરુલઘુથી શરુ થતા અવધિજ્ઞાનની કક્ષા ઉતરતી છે. વળી તેને નાશ થવાની શક્યતા પણ વિશેષ છે. અવધિના નાશની બાબતમાં જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે અવધિનું જે આરંભબિંદુ છે તે જ તેનું પતનબિંદુ છે,89 અર્થાત અવધિ ઘટતું ઘટતું તેના મૂળ આરભબિંદુએ આવીને જ નષ્ટ થાય છે. (ક) અવધિના પ્રકારે :
(ક) આગમોમાં પ્રાપ્ત થતા પ્રકારો : ભગવતીસૂત્રમાં આધવધિક અને પરમાધવધિકને ઉલ્લેખ છે. ત્યાં એક જ સ્થળે છદ્મસ્થ અને આધવધિક તેમજ પરમાધવધિક અને કેવલીની તુલના કરવામાં આવી છે. જેમ કે છદ્મસ્થ જીવ પરમાણુ પુદ્ગલ વગેરેને જ પ્રમાણમાં જાણે છે, જુએ છે. તે પ્રમાણમાં આધવાધિક પણ જાણે છે, જુએ છે અને જે પરમાવધિક જાણે છે જુએ છે તે કેવલી જાણે છે, જુએ છે.૩૦ આ વિગતોના આધારે એવું અનુમાન કરી શકાય કે પ્રાચીન કાળમાં આધવધિક અને પરમાધવધિક એમ અવધિજ્ઞાનીની બે દક્ષાઓ હતી, જેમાં આધેવધિક પ્રથમ કક્ષા અને પરમાધવધિક દ્વિતીય કક્ષા હતી. અલબત્ત, પછીના કાળમાં અવધિજ્ઞાનની બે કક્ષાએ ઉપરાંત ત્રીજી-સર્વાવધિની કક્ષા પણ સ્વીકારાઈ છે. અલબત્ત, અકલ ક દેશાવધિ અને સર્વાવધિ એમ બે જ કક્ષાઓ સ્વીકારે છે. 31 પછીના કાળમાં વિકસેલા અવધિના પરમાવધિ પ્રકારનું મૂળ પર માધવધિમાં જોઈ શકાય અને દેશાવધિની તુલના અધેવધિક સાથે કરી શકાય.
સ્થાનાંગમાં ભવપ્રયત્ન, ક્ષાપશમિક, આનુગામિક, અનાનુગામિક, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ પ્રકારનો ઉલ્લેખ મળે છે.
(ખ) નિર્યુકિત અને તે પછીના ગ્રંથોમાં પ્રાપ્ત થતા ભેદ : આવશ્યક નિયુક્તિ અને ખંડાગમમાં જણાવ્યા અનુસાર અવધિના પ્રકારો અસંખ્ય છે. ૩૩ જિનભદ્ર સ્પષ્ટતા કરે છે કે, ક્ષેત્ર-કાળની દષ્ટિએ અસંખ્ય પ્રકૃતિઓ છે, જ્યારે દ્રવ્ય, ભાવ અને રેયની દષ્ટિએ અનન્ત પ્રકૃતિઓ છે. 4 નિયુક્તિકાર જણાવે છે કે, આ બધી પ્રવૃતિઓને ભવપ્રત્યય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org