________________
૧૯૪
જેન સંમત ાનચર્ચા
મન-(ક) સ્વનિ અને સ્વપ્નજન્ય અનુભવે મતિ છે. પછી સ્વનનું ફળ, અન્ય સ્વપ્ન સાથે તુલના, સ્વપ્નદૃષ્ટ પદાર્થોની વિશેષ વિચારણા આદિ ચૂત છે. (ખ) અનુમાન-પેલા પર્વત ઉપર ધૂમ છે, મચ્છરોની હાર નથી, તે મતિજ્ઞાન છે. પછી “જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ હોય, પવત તેવો છે, તેથી ત્યાં અગ્નિ હે જોઈએ, એવી અને એથી આગળ વધતી વિચારણા શ્રત છે. (ગ) સ્મૃતિઅવર્ણનીય અનુભૂતિનું અંતજ ૫રહિત સ્મરણ મતિ છે, જ્યારે વચ્ચે અનુભૂતિનું અંત જલ્પ સહિત સ્મરણ શ્રત છે. આ પ્રમાણે ઉપમાન, અભાવ આદિનું સમજવું. આમ મતિ-શ્રતની ભેદરેખા સ્પષ્ટ કરવા માટે જૈનાચાર્યોએ કરેલા કૃતના અર્થઘટનના આધારે એમ કહી શકાય કે જેનપરંપરામાં મૃત શબદ જૈનશાસ્ત્રપરક અથ ઉપરાંત વિશાળ અર્થમાં સ્થિર થયે, જ્યારે જૈનેતર સાહિત્યમાં તે વિશાળ અર્થમાં પ્રયોજાયેલે જણ નથી, કારણ કે વૈદિક દર્શનમાં તે આગમપરક અર્થમાં છે.૨૦૧(ક) અને કાવ્યસાહિત્યમાં તે વેદપરક અર્થ ઉપરાંત વિદ્યા (શાસ્ત્ર), પ્રસિદ્ધિ, સાંભળેલું આદિ અર્થ પરક છે. ૭ (ખ)
(ખ) મતિ-શ્રુતની અભિન્નતા – નંદિના કાળ પહેલાં એક પરંપરા મશ્રિતને અભિન્ન માનતી હતી, એવું અનુમાન મંદિગત ‘તહવિ' ૦ 1 રાદના આધારે તેમજ બનને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવા જેનાચાર્યોને કરવા પડેલા વિશેષ પ્રયાસના આધારે કરી શકાય. પછીના કાળમાં સિદ્ધસેન દિવાકરે સ્પષ્ટ શબ્દોમાં બન્નેના અભેદનું સંક્ષેપમાં પ્રતિપાદન કર્યું 2 ૦ ૪ જેની સ્પષ્ટતા યશોવિજયજીએ જ્ઞાનબિન્દુમાં કરી છે. અલબત્ત, તેઓ તે બનેને ભિન્ન માને છે. બન્ને જ્ઞાનની અભિન્નતા સિદ્ધ કરતી દલીલે આ પ્રમાણે છે :૨૦ ૭
(૧) મત્યુપયોગથી તેના કાર્યની પ્રતિપત્તિ થઈ જતી હોવાથી શ્રુતને પૃથ ગણવાની આવશ્યકતા નથી,
(૨) જે શ્રતને મતિથી ભિન્ન માનવામાં આવશે તે અનુમાન, સ્મૃતિ અને પ્રત્યભિજ્ઞાન વગેરેને પણ મતિભિન્ન માનવાં પડશે, કારણ કે તેમાં પણ સાવ્યાવહારિક પ્રત્યક્ષત્વને અભાવ છે.
(૩) સૂત્રમાં અવગ્રહ આદિને શબ્દતઃ સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહ્યાં હોવાથી અનુમાને આદિ અર્થતઃ પરોક્ષમતિ છે તેવું ફલિત થાય છે. આ પરિસ્થિતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org