________________
શ્રુતજ્ઞાન
૧૯૩ અલંક અને વિઘન કહે છે કે બન્ને જ્ઞાન વિષયને ભિન્ન ભિન્ન રીતે ગ્રહણ કરે છે, તેથી ભિન્ન છે. 25
અકલંકનું માનવું છે કે, શબ્દાનુજના થાય તે બુત છે. તેઓ સ્વ અને પર પ્રતિપત્તિકાળવિષયક અનુમાન, શબ્દ, ઐતિ હય, અર્થપત્તિ, પ્રતિપત્તિસંભવ અને અભાવને અંતભવ શ્રુતમાં કરે છે, આ બાબતમાં વિદ્યાનંદ સ્પષ્ટતા કરે છે કે, સ્મૃતિથી આભિનિબોધ (અનુમાન) સુધીનાં જ્ઞાન તેમજ ઉપમાન, પ્રતિભા, સંભવ, અભાવ અને અર્થપત્તિ અત્યંત અભ્યાસવશાત્ જ્યાં સુધી અશબ્દાત્મક હોય છે ત્યાં સુધી તેઓને અંતભવ મતિમાં થાય છે, પરંતુ જ્યારે તેઓ શબ્દાત્મક બને છે ત્યારે તેઓનો અંતર્ભાવ શ્રુતમાં થાય છે.20 અકલંક અને વિદ્યાનંદની સ્પષ્ટતાના આધારે એમ કહી શકાય કે પરપ્રતિપત્તિ નિયમથી શબ્દાત્મક હોય છે, જ્યારે સ્વપ્રતિપત્તિ શબ્દાત્મક અને અશબ્દાત્મક બને હેઈ શકે છે. જે તે અશાત્મક હોય છે. અનુમાનાદિને અંતર્ભાવ મતિમાં થાય.
તારણ - પાંચ જ્ઞાનેન્દ્રિયજન્ય અને મને જન્ય અનુભૂતિ (ક) જે શબ્દ દ્વારા અવર્ણનીય હોય તો તે મતિ છે, (ખ) પરંતુ જો તે વર્ણનીય હેય તે મતિજ્ઞાન પછી મૃત શકય બને છે. તે એ રીતે કે પૂર્વ પ્રાપ્ત જ્ઞાન કે પરોપદેશ (શ્રુતજ્ઞાન)ને ઉપયોગ કર્યા સિવાય ઉક્ત અનુભૂતિને નિર્ણય (અવાય) થાય ત્યાં સુધી મતિજ્ઞાન હોય અને પછી પૂર્વ પ્રાપ્ત જ્ઞાન કે પરપદેશની સહાયથી (શ્રતના અનુસરણથી થતી ઉક્ત નિર્ણયની વિશેષ વિચારણા શ્રુતજ્ઞાન છે, જેમકે :
શબ્દ-કોઈ વક્તાએ ગે શબ્દના કરેલા ઉચ્ચારણ પછી “આ શબ્દ છે, રૂપ આદિ નથી (વિશેષ સામાન્યાવગ્રહ) - આ મનુષ્યને શબ્દ છે (વિશેષ સામાન્યાવગ્રહ) >, એ શબ્દ ગે છે (અવાય), આદિ શ્રોતાનું જ્ઞાન મતિ છે. તે પછી ગે શબ્દને અથ', ગાયના શરીરની રચના, ઉપયોગ, મનુષ્ય સાથેના સંબંધો, અન્ય દૂધાળાં પ્રાણીઓ સાથે તુલના આદિ વિચારણું ભાવ-બુત છે.
સ્પર્શ-ગુલાબને સ્પર્શ થતાં “આ સ્પર્શ છે,' રૂ૫ આદિ નથી, > પુષ્પને સ્પર્શ છે, > ગુલાબને સ્પર્શ છે, > તે સ્પર્શ મૃદુ છે, કર્કશ નથી (અવાય) આદિ જ્ઞાન મતિ છે. તે પછી ગુલાબમાંથી સુગંધીજળ, અત્તર આદિની પ્રાપ્તિ, અન્ય પુષ્ય સાથે તેની તુલના અને ઉપયોગ આદિની વિચારણુ શ્રત છે. આ પ્રમાણે રૂપ, રસ, અને ગંધનું સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org