SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંમત જ્ઞાનચર્યા . મત તેને વિરરચિત માને છે. ઉક્ત બે મતેમાં પ્રથમ મત પ્રાચીન હોય તેમ જણાય છે, કારણ કે ભદ્રબાહુસ્વામીએ અંગબાહ્ય તરીકે ગણાતા આવશ્યકસુત્રને બણુધરકૃત માન્યું છે અને જિનભદ્ર તેનું સમર્થન કર્યું છે.15 4 પ્રસ્તુત માન્યતા ભાદ્રબાહુસ્વામી પહેલાં પણ હતી કારણ કે તેમણે આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે હું પરંપરા અનુસાર સામાયિક વિષે વિવરણ કરું છું.1 5 5 પછીના કાળમાં ઉમાસ્વાતિએ અંગબાહ્ય આચાર્ય કૃત માન્યું છે.15 6 ઉમાસ્વાતિ અને જિનની વચ્ચેના કાળમાં ઉમાસ્વાતિની માન્યતામાં શૈથિલ્ય આવવા લાગ્યું હતું એમ જણાય છે. સંભવ છે કે આથી જિનભદ્રને ત્રણ સમજૂતી આપવી પડી હોય. જિનભર પછીના કાળમાં બન્ને મતો સમાન્તર ચાલતા હતા, કારણ કે હરિભદ્ર અને મલયગિરિએ એક તરફ અગબાહ્ય સ્થવિરરચિત જણાવ્યું 15 (ક) તે બીજી તરફ તેને દ્વાદશાંગી સાથે ગણવાની ભલામણ કરી. 15 એમ લાગે છે કે અંગબાહ્યને ગણધરત માનવાની વૃત્તિ તાબ.. દિગંબર પરંપરામાં જાગેલા મતભેદના કારણે સબળ બનતી ગઈ હોય, કારણ કે ગણદારો ઋદ્ધિયુક્ત હોવાથી તેમણે ભગવાનને ઉપદેશ સાક્ષાત ગ્રહણ કર્યા હતાં. પરિણામે તેમની રચનાનું પ્રામાણ્ય અન્ય કરતાં વિશેષ હોય તે સ્વાભાવિક છે. આ આચાર્યોએ આગમમાં ખપી શકે તેવા સાહિત્યને ગણધરના નામે ચઢાવવાનું ઉરિત લેખ્યું હોય. આ પ્રવૃત્તિ આગમ સાહિત્યથી આગળ વધીને પુરાણ સાહિત્યમાં 5 $ પણ પ્રવેશી હતી. પોતાના પુરાણનું પ્રામાણ્ય સિદ્ધ કરવા જેન પુરાણકારોએ કહ્યું કે, પુરાણું મૂળમાં ગણધરકૃત છે. અમને એ વસ્તુ પરંપરાથી પ્રાપ્ત થઈ છે યશવિજયજીએ અંગબાહ્ય સ્થવિરકૃત માન્યું છે.159 તેથી એમ કહી શકાય કે છેલ્લે “અંગબાહ્ય સ્થવિરકૃત છે” એ મત સ્થિર થયો છે. આવશ્યક : ફરજિયાત કરવા યોગ્ય ક્રિયા અને અનુષ્ઠાનનું નિરૂપણ આવશ્યક છે " , કાલિક-ઉત્કાલિક : જે શ્રુત દિન-રાતની પ્રથમ તેમજ અતિમ પૌરુધીમાં જ ભણી શકાય તેને કાલિક કહે છે. આ અર્થમાં દ્વાદશાંગી પણ કાલિક છે, જ્યારે જેના અધ્યયનમાં કાળનું બંધન નથી તે ઉત્કાલિક છે' 61 : (૭) પટખંડાગમગત વિચારણા : પખંડાગમમાં જણાવ્યા અનુસાર અક્ષરની દષ્ટિએ બેય ભેદે છે, જ્યારે પ્રમાણની દષ્ટિએ વીસ ભેદો છે. (ક) અક્ષરની દૃષ્ટિએ : i ' પખંડગમ અનુસાર જેટલા અક્ષરે કે અક્ષરસંગે છે, તેટલા શ્રુતભેદે છે2 આ અંગે ધવલાટીકાકારે કરેલી પદતાઓ આ પ્રમાણે છે, (૧) અક્ષરેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy