________________
શ્રુતજ્ઞાન
૧૮૧
પારિમિકી બુદ્ધિથી યુક્ત હોય તેટલી સંખ્યા પ્રકીર્ણની છે. 148 અર્થાત અતપ્રણીત માર્ગને અનુસરીને જે કંઈ રચવામાં આવ્યું છે તે બધું પ્રકીર્ણક છે. 149 અહીં જે પ્રકીર્ણકની સંખ્યા આપવામાં આવી છે તે શિષ્યની સંખ્યા સમજવાની છે. 150 ઉપર પ્રમાણેની સંખ્યા જોતાં નંદિમાં આપેલી પ્રકીર્ણકગ્રંથોની સૂચિ અત્યપ છે.
જિનભદ્ર આદિ આચાર્યોએ અંગપ્રવિષ્ટ આદિ અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે, જેમકે --
અંગપ્રવિષ્ટ - અંગબાહ્ય :- જિનભદ્ર 151 આ અંગે ત્રણ સમજૂતી અપી છે : (ક) ગણધરોએ રચેલું અંગપ્રવિષ્ટ છે, જ્યારે વિરોએ રચેલું અંગબાહ્ય છે. (ખ) નિયત (યુવ) શ્રત અંગપ્રવિષ્ટ છે, જ્યારે અનિયત (ચલ). અંગબાહ્ય છે. નિયત- અનિયત અંગે સ્પષ્ટતા કરતાં મલયગિરિ 158 કહે છે કે, આચારાંગ આદિ શ્રુત સર્વક્ષેત્ર-કાળમાં અર્થ અને ક્રમના સંદર્ભમાં એવું જ વ્યવસ્થિત છે તેથી તે નિયત છે, જ્યારે અંગબાહ્યમાં આવી પરિસ્થિતિ ન હોવાથી તે અનિયત છે. ઉપર્યુક્ત બે સમજૂતીઓ (ક અને ખ) અનુસાર અંગપ્રવિષ્ટને અર્થ મૂસુત છે. ગણધરો સર્વોત્કૃષ્ટ કૃતલબ્ધિથી સંપન્ન હોવાના કારણે મૂલબુત રચવા સમર્થ છે, જ્યારે સ્થવિરો શ્રુતના એક ભાગને કેન્દ્રમાં રાખીને રચના કરે છે, તેથી તેઓની રચનાને અંગબાહ્ય કહેવામાં આવે છે. (ગ) તીર્થ કરેના આદેશથી નિષ્પન્ન તે અંગપ્રવિષ્ટ, જ્યારે છૂટાછવાયા પ્રશ્નપૂર્વક અર્થનું પ્રતિપાદન તે અંગબાહ્ય
નંદિના ટીકાકારોએ ઉપર્યુક્ત ત્રણ સમજૂતીઓમાં પ્રથમની બે સમજૂતીઓનો ઉલ્લેખ કર્યો છેઉપરાંત શ્રુતપુરુષના હસ્તપાદાદિ અંગના સંદર્ભમાં પણ એક સમજૂતી આપી છે. જેમકે આચારાંગ આદિ આગમ ગ્રુતપુરુષનાં બાર અંગે. (૨ પગ, ૨ જાંધ ૨ સાથળ. ૨ શરીર મધ્યભાગ, ૨ હાથ ૧ ગ્રીવા અને ૧ મસ્તક) હોવાથી અંગપ્રવિષ્ટ છે, જ્યારે એ રિવાયનું આગમ સાહિત્ય શ્રુતપુરુષથી અલગ હોવાને કારણે આ બાહ્ય છે. વશેવિ જી જિનભદસમા પ્રથમ સમજૂતી જ આપે છે.15 3
અંગપ્રવિષ્ટ.. અંગબાહ્યના રચયિતા વિષે વિચારતાં અંગપ્રવિષ્ટની રચના ગણધરેએ કરી છે તે બાબતમાં કશે વિવાદ નથી, જ્યારે આ ગબાહ્યના રચિયતા વિષે બે મત પ્રવતે છે : એક મત તેને ગણધરરચિત માને છે, જ્યારે બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org