________________
૧૬૪
જૈનસ મત જ્ઞાનચર્ચા * જિનભ કરેલી સ્પષ્ટતા અનુસાર અક્ષરનું સર્વદ્રવ્ય પર્યાય પરિમાણવ કેવળને લાગુ પડતું હોવાથી અક્ષરને વિશેષ અર્થ કેવળજ્ઞાન થાય છે, જ્યારે ફૂઢ અર્થ શ્રુતજ્ઞાન થાય છે. કારણ કે રૂઢિવશાત અક્ષરને અર્થ વર્ણ છે, હરિભદ્ર અને મલયગિરિએ તેનું સમર્થન કર્યું છે. જિનદાસગણિ વિશેષ સ્પષ્ટતા કરતાં કહે છે કે, જ્યાં શ્રુતજ્ઞાન હોય ત્યાં મતિજ્ઞાન હોય જ, તેથી અક્ષરને અર્થ મતિજ્ઞાન પણ થઈ શકે છે. મલયગિરિએ તેનું સમર્થન કર્યું છે. 44
જિનભદ્ર આદિ આચાર્યો વ્યુતનું પણ સર્વદ્રવ્યપર્યાયપરિમાણવ સિદ્ધ કરે છે, જે આ પ્રમાણે છે : (અક્ષરના સર્વદ્રવ્યપર્યાયપરિમાણત્વની બાબતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે નંદિમાં 5 અક્ષરને શબ્દત: આકાશપ્રદેશપર્યાયપરિમાણુ કહ્યો છે. પરંતુ ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યના પર્યાયે આકાશ પ્રદેશ કરતાં ઓછા હોવાથી તેઓને સમાવેશ પણ ત્યાં અર્થત સમજી લેવાનું છે. આથી અક્ષરની સર્વદ્રવ્યપર્યાય પરિમાણુતામાં કશી વિસંગતિ ઉપસ્થિત થતી નથી.) પ્રસ્તુત સર્વદ્રવ્યપર્યાય પરિમાણવા એક વર્ણને પણ લાગુ પડે છે, કારણ કે વર્ણને સ્વપર્યાય અને પરપર્યાય મળીને વણું સર્વદ્રવ્યપર્યાયપરિમાણુ બને છે.*
સ્વપર્યાય – અકાર આદિ વર્ણના પિતાના સ્વગત હવ, દીર્ધ આદિ ભેદો અને અન્યવણ સાથે તેના જોડાણથી થતા ભેદો સ્વપર્યાય છે. જિનદાસગણિ વગેરેએ તેનું સમર્થન કર્યું છે ? મલયગિરિ પ્રસ્તુત વિગતને ઉદાહરણ દ્વારા સમજાવતાં કહે છે કે, આ ના ૧૮ ભેદો છે. તે જ્યારે ક સાથે જોડાય ત્યારે તેટલા જ બીજા ભેદ સંભવે છે. આમ વિવિધ વર્ણના જોડાણથી અનેક ભેદો સંભવે છે. વળી સ્વરવ્યંજન સમાન હોય, પરંતુ અર્થ પરિવર્તન થતું હોય તે ભિન્ન પ્રકારના પર્યાયે સંભવે છે. જેમકે કરને અર્થ કિરણ થાય ત્યારે એક પ્રકારના પર્યાયે હેય છે, પરંતુ તેનો અર્થ જ્યારે હસ્ત થાય ત્યારે બીજ પ્રકારના પર્યાયે સંભવે છે. આમ કર, ઘટ, પટ આદિ વાચ્ય અનંત હોવાથી અકાર વર્ણના વપર્યાયે અનંત છે. આ જ રીતે આકાર આદિ શેષવણનું પણ સમજવું.
પરપર્યાય – સ્વપર્યાયથી ભિન્ન તમામ પર્યા પર પર્યાય છે. જેમકે અકારની બાબતમાં આકાર, કકાર આદિ વર્ણોના પર્યાય અને ઘટ આદિ વસ્તુના રૂપ
આદિ પર્યાએ અકાર વર્ણના પરપર્યા છે. તે સ્વપર્યા કરતાં અનંતગણું વધારે છે. 9 સ્વપર્યાયે મૂળવતુ સાથે સંબંધિત હોઈ શકે, પણ પરપર્યાય શી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org