SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ મલયગિરિ : (૧) જીવન અને (૨) લેખન કારણ કે જેન સાધુ પરંપરામાં આયગિરિ અને મલયગિરિ ઉપરાંત મહાગિરિ , સિંહાગિરિ, પુષ્યગિરિ, વનગિરિ 1 આદિ “રિ અંતવાળાં અન્ય નામો પણ મળે છે. જે ગિરિ પદને સંબંધ દશનામી સંન્યાસી સાથે જોડવામાં આવે, તે ઉક્ત જન સાધુઓ માટે પણ એવું જ અનુમાન કરવું પડે. આથી એમ માનવું પડે કે કેટલાક જૈન સાધુઓના નામમાં “જિરિ પદ મળી આવે છે, પણ તેને સંબંધ દશનામી સંન્યાસી સાથે છે તેમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહીં. મલયગિરિને જે બ્રાહ્મણધર્મ તરફ શ્રદ્ધા હતી તે જેમ બુદ્ધચરિત અને સૌન્દરનંદમાં બ્રાહ્મણધર્મ પ્રત્યે અશ્વઘોષની શ્રદ્ધા જોવા મળે છે, તેવી શ્રદ્ધા મલયગિરિના લખાણમાં પણ જોવા મળત, પરંતુ એવી શ્રદ્ધા જોવા મળતી નથી, કારણ કે મલયગિરિએ ચક્ષુની અપ્રાકારિતાની વિચારણામાં ચક્ષુને પ્રાયકારી માનતા શ કરસ્વામીની છાયાણુની કલપનાનું “૩૦નત્તાવિતમ્' અને “વરિશવહિવત કહીને ખંડન કર્યું છે; પર્શાસ્પર્શ વ્યવસ્થાને કાલ્પનિક બતાવી છે; શબ્દનું આકાશ ગુણત્વ સ્વીકારતા તેમજ અક્ષને ઈન્દ્રિયપરક અર્થ માનતા ન્યાયવૈશેષિક મતનું 24 અને વેદના અપૌરુષેયત્વનું ખંડન કર્યું છે. આથી એમ સ્વીકારવું પડે કે મલયગિરિને બ્રાહ્મણધર્મ પ્રત્યે શ્રદ્ધા ન હતી. આ બધી વિગતોના આધારે એમ માનવું પડે કે મલયગિરિ પૂર્વાશ્રમમાં બ્રાહ્મણ જ્ઞાતિના હતા તેવું નિશ્ચયપૂર્વક કહી શકાય તેમ નથી. (ર) લેખન : - મલયગિરિએ શબ્દાનુશાસન નામને વ્યાકરણગ્રંથ રચે છે. અને નીચેના ગ્રંથે ઉપર વૃત્તિ લખી છે :રાજકીય,વાછવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રાપ્તિ, સૂર્ય પ્રાપ્તિ, બૃહત્કલ્પ, આવશ્યક, નન્દિસૂત્ર, વ્યવહાર, પિંડનિયુક્તિ, જ્યોતિષ્કરંડક, ધર્મસંગ્રહણી, કમપ્રકૃતિ, પંચસંગ્રહ, પડશાતિ, સંતતિ, બૃહત્સંગ્રહણી, બ્રહક્ષેત્રસમાસ, કર્મગ્રંથષક, એનિયુકિત, ધર્મસારપ્રકરણ અને તત્ત્વાર્થાધિગમ. પં. બેચરદાસજી, આ સિવાય જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને દેવેન્દ્રપ્રકરણું ઉપરની મલયગિરિવૃત્તિની પણ નોંધ લે છે. છે નંદિવૃત્તિ : નંદિસૂત્ર ઉપરની ચૂર્ણિ અને હરિભદ્રવૃત્તિ કરતાં મલયગિરિત્તિ વિસ્તૃત છે, કારણ કે ચૂર્ણિનું ગ્રંથાગ ૧૫૦૦ છે, હરિભદ્રવૃત્તિનું ૨૩૩૬ છે, જ્યારે મલયગિરિ : વૃત્તિનું છ૭૩ર છે. મલયગિરિએ નંદિવૃત્તિમાં અકલંક, 6 અનુગદ્વાર,27 આવશ્યક ચૂર્ણિ, 2 જ આવશ્યકટીકા 20 કમં પ્રકૃતિ, કમં પ્રકૃતિટીકા, 1 કુમારસંભવ-કાલિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy