SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનસંમત જ્ઞાનચર્ચા એટલું અવશ્ય કહી શકાય કે મલયગિરિને જીવનકાળ વિક્રમની ૧૨મી સદીનું ચતુર્થ ચરણ અને ૧૩મી સદીને પૂર્વા છે (ખ) વતન: મલયગિરિની વૃત્તિઓમાં કેટલાક શબ્દો નોંધપાત્ર છે. સુરક્ષા (ઉકાળ); રે (લે); નિશ્ચયમાન (નીચોવાતું); માદ્રશુળ,(આંધણ છઠન(છડવું); માટે (ભાડું), ઢાહન (લાણું, વોસિવ (પિતડી); મુસ્ત્રિતા: (મોકલ્યા), રાતી (દળતી); સુવિ (લૂમ); પુટિ (ચપટી), વરાત્રિત (વટલાયે), સ્ટાનશ્રી (લાપસી), યુવર (દેરડું); દ (લોટ); પુળિકા (રુની પૂણ); આદિ છે આ શબ્દપ્રયોગો ઉપર તત્કાલીન લેકભાષાને પ્રભાવ જણાય છે, તેથી તેમની માતુ. ભાષા ગુજરાતી હતી એટલું અવશ્ય કહી શકાય. શબ્દાનુશાસનગત તદ્ધિત પ્રકરણમાં તેમણે સૌરાષ્ટ્રના કેટલાક રિવાજેનો ઉલ્લેખ કર્યો છે, જેમ કે, (૧) વૈશાખી પૂર્ણિમાના દિવસે ગોવાળો બધું ગોરસ વાવીને ગૃહદેવતાને બલિ આપે છે અને તે પછી અતિથિને આપ્યા બાદ તેને ઉપયોગ કરે છે. (૨) અષાઢી પૂર્ણિમાના દિવસે વાંસ કાપીને, સુગંધી દ્રવ્યો લગાવીને, ફૂલમાળા પહેરીને, છોકરાઓ તે દંડ મકાન ઉપર લગાવે છે. આ અને અન્ય વિગતોના આધારે પંડિતજીનું અનુમાન છે કે તેમનું વતન સૌરાષ્ટ્ર છે.11 અલબત્ત, આપણે એવી મર્યાદા ન બાંધીએ તો પણ એટલું જરૂરી કહી શકાય કે તેઓ સૌરાષ્ટ્રમાં લાંબા કાળ સુધી રહ્યા હતા. તેમણે નિસ્વપ12 (વીસાવદર કે નેસડી), ટ,11 મૃg 814 (ભરૂચ), વઢમી,15 શિરિનારી (જૂનાગઢ), મોજપુરી? (વઢવાણ) આદિ સ્થળોને કરેલા ઉલ્લેખના આધારે એવું અનુમાન કરી શકાય કે તેમણે સૌરાષ્ટ્ર અને લાટપ્રદેશમાં વિહાર કર્યો હશે.18 ગ) જ્ઞાાતઃ પંડિત બેચરદાસનું કહેવું છે કે, જેન પરંપરામાં એકાદ અપવાદ (આયગિરિ) સિવાય, નામની પાછળ ગિરિ શબ્દ જોડાયેલ હોતે નથી. બ્રાહ્મણ પરંપરાના દશનામી સંન્યાસીઓના નામની પાછળ ગિરિ, પુરી, ભારતી આદિ શબ્દો હોય છે. આયગિરિ અને હરિભદ્રની જેમ મલયગિરિ પણ પૂર્વાવસ્થામાં વૈદિક) સંન્યાસી હશે અને પછીથી તેઓ જૈન સાધુ બન્યા હશે.19હરિભદ્ર જૈન સાધુ બનતી વખતે પૂર્વાવસ્થાના બ્રાહ્મણ પરંપરાના સંન્યસ્તને નામાંશ રાખ્યો ન હતો, જ્યારે ભલયગિરિએ દશનામી સંન્યસ્તને નામાંશ રાખ્યો છે. સંભવ છે કે મલયગિરિએ જૈનધર્મ અંગીકાર કર્યો હોવા છતાં, વૈદિક પરંપરા તરફની શ્રદ્ધાના કારણે જિરિ' નામાંશ પોતાના નામની પાછળ ચાલુ રાખ્યું હોય એવી સંગતિ બેસાડી શકાય. “ગિરિ' નામાંશના કારણે મલયગિરિ પૂર્વાવસ્થામાં વૈદિક સંન્યાસી હતા એવું પંડિતજીનું અનુમાન નિર્ણયાત્મક કક્ષાનું છે એમ સ્વીકારી શકાય તેવું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy