SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧ મલયગિરિ (૧) જીવન અને (૨) લેખન (૧) જીવન : (ક) સમય: શબ્દાનુશાસનગત અદ્ભુત્ માતીર્ મારવા: વાકયમાં 1 કુમારપાલને ઉલ્લેખ મલયગિરિના સમયનિર્ધારણમાં મહત્ત્વના ભાગ ભજવે છે. સામાન્યતઃ કોઈપણ ગ્રંથકાર જ્યારે પોતાની કૃતિમાં કઈક ઐતિવાસિક વ્યક્તિન નામના ઉલ્લેખ કરે છે, ત્યારે તે વ્યક્તિ તે ગ્રંથકારના સમયનિર્ધારણ માટેની પૂર્વ'સીમા બની રહે છે. એ રીતે ઉક્ત ઉલ્લેખના આધારે કુમારપાલ મલયગિરિના સમયની પૂર્વીસીમા બની શકે, પર ંતુ અહીં પરિસ્થિતિ જુદી છે. શબ્દાનુશાસનના કૃદન્ત પ્રકરણમાં ભૂતકાળના પ્રયોગાની વિચારણામાં રાતે યે સૂત્ર છે, જેમાં પ્રખ્યાત અને વકતાએ જોયેલ પરિસ્થિતિમાં ઘુસ્તનભૂતકાળ વપરાયા છે એ બતાવવા મહત્ માતીર્ મારવાØ: ઉદાહરણ મૂકયું છે. અહીં મત્ ક્રિયાપદ ભૂતકાળનુ હોવા છતાં વક્તાના સ્વકાલનું સૂચક છે. આના આધારે એમ કહી શકાય કે મલયગિરિ કુમારપાલના સમકાલીન હતા. ૧૬ ૬૯ હેમચન્દ્ર ત્રિષષ્ટિશલાકાપુરુષયરિતમાં તાંધે છે. કે, કુમારપાલ વીરસ ંવત (=વિક્રમ સંવત ૧૧૯૯)માં ગાદીએ આવ્યા. હેમચંદ્રસૂરિપ્રશ્ન ધ અને કુમારપાલપ્રબંધ ઉક્ત વિગતનું સમથ ન કરે છે. પતિ એચરદાસજી કહે છે કે, ગાદી ઉપર આવ્યા પછી પાંચ-સાત વર્ષોં બાદ કુમારપાલે આક્રમણા શરૂ કર્યાં. કુમારપાલે શાક ભરી, ચદ્રાવતી અને કાંકણુ દેશના રાજા સાથે કરેલા યુદ્ધના મલયગિરિ સાક્ષી હતા. આ યુદ્ધના કાલ વિક્રમની ૧૩મી સદીના પૂર્વાદ્ધ છે. પંડિત બેચરદાસજી અનુમાન કરે છે કે, મલગિરિના જન્મ વિક્રમ સવત ૧૧૮૮માં થયા હતા. તેમણે સંવત ૧૨૦૦માં સંન્યાસ (વૈદિક) લીધા. સાતેક વર્ષ એ અવસ્થામાં ગાળ્યા પછી તેમણે વૈદિક પરંપરાના એ સંન્યાસને ત્યાગ કર્યાં. તે પછી પાંચ વર્ષ સુધી આધ્યાત્મિક ગુરુની શોધમાં રખડયા અને છેવટે જૈન સાધુ બન્યા.” આ અનુમાન અનુસાર તેમના જૈન સંન્યાસી કાળ વિ. સં. ૧૨૧૨માં પ્રાપ્ત થાય છે. પણ પંડિતજીએ ઉપયુક્ત કાલમાન માટે કોઈ પ્રાણુ આપ્યાં નથી, આથી એ વર્ષાના પ્રામાણ્ય વિષે શંકા રહે છે જ. આમ છતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy