SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન આદિના ગ્રહણનું નિરૂપણ છે. ૭ થી ૧૧ ગાથાઓમાં શદ્વવ્યના આદાન-પ્રદાનની વિચારણું છે અને ૧૨ મી ગાથામાં આભિનિબોધના પર્યાયવાચક શબ્દની સૂચિ છે. જે નંદિમાં એ વિષે સ્વતંત્ર સૂત્રો હોવા છતાં આ નિયુક્તિગત ૨ થી ૪ ગાથાઓ ઉદ્ભૂત કરીને પુનરાવર્તન કરવામાં 8 (ક) આવ્યું હોય અને ગાથા છઠ્ઠીમાં શબ્દગ્રહણની વિચારણું હોય, તે શબ્દજ્ઞાન અંગેની વિશેષ માહિતી આપતી થી ૧૧ ગાથાઓ શા માટે ઉધૃત કરવામાં ન આવે ? આથી એવું અનુમાન કરી શકાય કે કદાચ નિર્યુક્તિગત ૭ થી ૧૧ ગાથાઓ નંદિ પછી, પણ જિનભદ્ર પૂર્વેના કાળમાં, નિયુક્તિમાં ઉમેરાઈ હોય. ઉપર્યુક્ત છઠ્ઠી ગાથા (માસામસેરીમો) ડા પાઠભેદ સાથે ધવલાટીકાકારે ઉદ્ભૂત 89 કરી છે.) રૂ જ્ઞાન==ા :– જેમ બહેરા મનુષ્યના કાન સાથે શબ્દદ્રવ્યને સંયોગ થાય છે, પરંતુ સંવેદન ન થવાના કારણે તે અજ્ઞાનરૂપ છે, તેમ વ્યંજનાવગ્રહ વખતે પણ સંવેદન ન થતું હોવાના કારણે તે અજ્ઞાનરૂપ છે. એવી શંકાનું સમાધાન જિનભદ્ર નીચેની દલીલ દ્વારા કરે છે : વ્યંજનાવગ્રહનું ગ્રહણ સૂમ અને અવ્યક્ત હોવાથી તેનું સંવેદન અનુભવાતું નથી. આમ છતાં તે પ્રથમ સમયથી ચરમ સમય સુધી જ્ઞાનરૂપ છે, કારણ કે (૧) તેના અંતમાં જ્ઞાનરૂપ અર્થાવગ્રહ છે. (૨) જેમ સૂતેલા મનુષ્યને જાગૃત થતાં કશું સ્મરણ રહેતું નથી, આમ છતાં નિદ્રા દરમ્યાન તેને થયેલું ગ્રહણ જ્ઞાનરૂપ છે, ( કારણ કે તેની વચન આદિ ચેષ્ટાઓ જ્ઞાનરૂપ જ હોઈ શકે, ) તેમ વ્યંજનાવગ્રહનું અવ્યક્ત ગ્રહણ પણ જ્ઞાનરૂપ છે. છમસ્થ મનુષ્ય જાગૃત હોવા છતાં જે તેને સમસ્ત વસ્તુને અનુભવ ન થતો હોય તે નિદ્રિત મનુષ્યને અનુભૂતિ ન થવામાં કશું આશ્ચર્ય નથી. (૩) જેમ તેજ અને તેના સૂક્ષ્મ અવયવ વચ્ચે કશે વિરોધ નથી, તેમ જ્ઞાન અને અવ્યક્તત્વ વચ્ચે કશો વિરોધ નથી, કારણ કે તે (જ્ઞાન) સૂક્ષ્મ હેવાના કારણે અવ્યક્ત ભાસે છે. (૪) બહેરા મનુષ્યના કાન સાથે થયેલ શબ્દદ્રવ્યનો સંયોગ જ્ઞાનનું કારણ બનતું નથી, તેથી તે અજ્ઞાન છે. 29 ૦ (૫) જિનભદ્રને અનુસરીને મલયગિરિ વિશેષ સરલતાપૂર્વક રજૂ કરે છે કે જે વ્યંજનાવગ્રહના પ્રથમ સમયમાં જ્ઞાનમાત્રા ન હોય તે તે પછીના અન્ય સમયોમાં પણ જ્ઞાનમાત્રા ન હોય, પરિણામે તે પછી પ્રાપ્ત થતે અથવગ્રહ પણ જ્ઞાનરૂપ બનવા ન પામે. પરંતુ અર્થાવગ્રહ જ્ઞાનરૂપ છે. વળી, જેમ રેતીના એક કણમાં તેલ ન હોય તો સમુદાયમાં પણ ન હોય, તેમ જે અપદ્રવ્યમાં જ્ઞાનરૂપતા ન હોય તે તેના મોટા સમૂહમાં પણ જ્ઞાનરૂપતા ન હોઈ શકે, પરંતુ તેના (વ્યંજનાવગ્રહના) ચરમ સમયે જ્ઞાનરૂપતા જોવા મળે છે, તેથી તેની પૂર્વેના તમામ સમયમાં તે ( વ્યંજનાવગ્રહ) જ્ઞાનરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy