________________
જૈનસંમત જ્ઞાનચર્ચા
નથી એમ માનવું પડે. આમ છતાં તેઓએ વ્યંજનાવગ્રહના ચાર ભેદોની સંગતિ માટે પ્રાકારિત્વની દલીલ કરી.2 8 2 (ક) પરંપરાનુગત માન્યતા નિરપેક્ષ રીતે જોતાં પૂજ્યપાદીય વ્યવસ્થા અનુસાર યે ઇન્દ્રિયને વ્યંજનાવગ્રહ શક્ય બને, કારણકે જો યે ઈન્દ્રિયજન્ય અર્થાવગ્રહની પૂર્વે દર્શન સ્વીકાર્યું હોય, દર્શન અને અર્થાવગ્રહની વચ્ચે વ્યંજનાવગ્રહ હય,283 પરિણામે વ્યંજનાવગ્રહને વિષયેન્દ્રિયસંયોગ સાથે સંબંધ ન હોય, એ પરિસ્થિતિમાં છે ઈન્દ્રિયજન્ય વ્યંજનાવગ્રહ શક્ય બને છે, કારણકે આ પરિસ્થિતિમાં તેને ઇન્દ્રિયોને પ્રાય–અપ્રાકારિત્વ સાથે સંબંધ રહેતા નથી.
વળી, જિનદાસગણિએ મને દ્રવ્યનું ગ્રહણ થતું હોવાનું માનીને મનને પણ વ્યંજનાવગ્રહ સ્વીકાર્યો છે. 8 4 અલબત્ત, જિનભદ્ર, હરિભદ્ર અને મલયગિરિએ એ મતનું ખંડન કર્યું છે. 8 5
જે મનને વ્યંજનાવગ્રહ (ભલે અન્ય દૃષ્ટિએ પણ) સ્વીકાર્ય હોય તે ચક્ષુને વ્યંજનાવગ્રહ પણ સ્વીકાર્ય બની શકે જ. અલબત્ત, મનને વ્યંજનાવગ્રહ સ્વીકારતો મત જૈન પરંપરામાં માન્ય બન્યું નથી, અર્થાત વ્યંજનાવગ્રહના ચાર જ ભેદો સ્વીકારાયા છે. મનના વ્યંજનાવગ્રહ વિષેની ચર્ચા ઈન્દ્રિની પ્રાયકારિતાની વિચારણું વખતે કરી છે.
ધવલાટીકાકાર એક તરફ પ્રાપ્ત અર્થગ્રહણને વ્યંજનાવગ્રહ માનીને જિનભદ્રીય વ્યવસ્થાનું સમર્થન કરે છે, જ્યારે બીજી તરફ અવગ્રહની પૂર્વે દશનને સ્વીકાર કરીને પૂજ્યપાદીય વ્યવસ્થાને અનુસરે છે. 8 6 પરિણામે તેમની માન્યતા વિસંગત બનવા પામી છે. દર્શન અને અવગ્રહની વિશેષ વિચારણું જ્ઞાન-દર્શન-મિથ્યાજ્ઞાન પ્રકરણમાં કરવામાં આવી છે.
કલમાન-આ૦ નિયુક્તિમાં જણુંવ્યા અનુસાર અવગ્રહને કાલ એક સમય છે, (પ્રસ્તુત ગાથા નંદિમાં ઉધૂત થઈ છે.) 8 1 પરંતુ અવગ્રહના અંત સુધીમાં અનેક સમયે વ્યતીત થાય છે. સંભવ છે નંદિના કાલમાં વિકસેલી બે પ્રકારના અવગ્રહની કલ્પનાના મૂળમાં ઉક્ત કાલમાનની સંગતિ બેસાડવાની આકાંક્ષા પણ એક કારણ હોય. જેનાચાર્યોએ પરંપરાપ્રાપ્તિ (નિયુક્તિગત) કાલમાન (એકસમય) નૈઋયિક અર્થાવગ્રહને લાગુ કર્યું અને બાકીને કાલ (અંતમુહૂત) વ્યંજનાવગ્રહને લાગુ કર્યો.8 8 8 (અહીં એ નેંધવું જરૂરી છે કે નદિના ઉપયુક્ત ૬૦ મા સૂત્રમાં આ નિયુક્તિની ૨ થી ૬ અને ૧૨ મી ગાથા ઉદ્ભૂત થઈ છે. આ નિયુક્તિની ૨ થી ૬ ગાથામાં અવગ્રહાદિનું સ્વરૂપ, કાલમાન અને શબ્દ-સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org