________________
૪૨
"नातिचूर्णपदैर्युक्ता न च व्यर्थाभिधायिभिः । दुर्बोधनैश्च न कृता समत्वात् समता मता ॥"
અર્થાત્, ઘણા અસામાસિક પદો(=ચૂર્ણપદો)થી યુક્ત ન હોય (=અર્થાત્, જ્યાં થોડા સમાસો પણ હોય) જોકે, દીર્ઘસમાસો, અને અસમાસવાળી રચના ન હોય) વ્યર્થ (= નિષ્પ્રયોજન, જેનું કોઈ પ્રયોજન નથી તેવી) વિગતવાળી, ન હોય, જેનો અર્થ જાણવો કઠણ હોય (= જે દુર્બોધ હોય) તેવી (રચના) ‘સમત્વ'ને કારણે ‘સમતા' ગુણ (વાળી) (રચના કહેવાય છે.)
અભિનવગુપ્તે ઉપર મુજબની સમજૂતી આપી છે. હવે હેમચન્દ્રે જે ભરતનો મત આપ્યો છે, તે તો ઉપર જણાતો નથી પણ ભરતે ‘ભૂષણ’ નામે લક્ષણની સમજૂતી (નાટ્યશાસ્ત્ર ૧૬/૫ પૃ. ૨૯૯, એજન) આપી છે તેમાં
:
કાવ્યાનુશાસન
“अलङ्कारैर्गुणैश्चैव बहुभिर्यदलंकृतम् । भूषणैरिव विन्यस्तैस्तद्भूषणमिति स्मृतम् ॥"
Jain Education International
એવું વંચાય છે, આચાર્યશ્રીની ‘સમ’ની સમજૂતી ‘ભૂષણ’ નામે લક્ષણને લાગુ પડે છે. તેથી ક્યાંક કોઈ પ્રમાણિક ભૂલ કોઈક પક્ષે રહી ગઈ હોય તેવો સંભવ છે. હવે વિવેકમાં, ભરત પ્રમાણેના ‘સમ’નું ઉદાહરણ “સ્મનવની”. (શ્લોક ૪૧૨, વિવેક, એજન) અપાયું છે, આનું ખંડન આચાર્યે દંડીને મતે કર્યું છે. ઠંડી (અથવા, કદાચ દંડીના અનુયાયીઓ હશે ?) એવું માને છે કે, ગુણો અને અલંકારો જુદા જુદા અધિકરણમાં રહેલા છે - (અર્થાત્ ‘ગુણો’ રસાશ્રય છે, અને અલંકારો શબ્દાર્થાશ્રય છે—એવું હશે), તો તેવા તે ગુણાલંકારો કેવી રીતે એકબીજાને અલંકૃત કરે ?
અહીં પણ આપણને થોડી તકલીફ પડે છે. કારણ કે કાવ્યાદર્શમાં ‘ગુણો’ માર્ગદ્રય (=વૈદર્ભ / ગૌડ)ની ચર્ચામાં સમાવાયા છે. પછી ઠંડી તેમને પણ – અર્થાત્ ગુણોને પણ – વ્યાપક અર્થમાં ‘અલંકારો' કહે છે. ઠંડી જણાવે છે કે, જે તે માર્ગના સંદર્ભમાં, જે તે માર્ગના વિશેષ અલંકારો (=ગુણો) ગણાવ્યા; હવે સાધારણં અનારનાત' - જે અલંકારો બન્ને માર્ગમાં આવી શકે, તેવા વિચારીશું. હવે આ દૃષ્ટિએ તો દંડીમાં એક જ માર્ગ —વૈદર્ભ કે ગૌડ–માં જે તે ગુણ સાથે બધા અલંકારો એક રચનામાં આવી શકે. તેથી ઉપરિનિર્દિષ્ટ ખંડન દંડીની દૃષ્ટિએ સ્વીકારી શકાય નહિ. વળી, ઠંડીએ એવો સ્પષ્ટ તફાવત ઉપસાવ્યો પણ નથી કે ‘ગુણો’ રસના ધર્મ છે. અને ‘અલંકારો’ શબ્દાર્થના ધર્મો છે તેથી બન્ને વચ્ચે ‘અધિકરણ ભેદ' રહેલો છે, વાસ્તવમાં એક જ - વૈદર્ભ કે ગૌડ રચનામાં - તે બન્ને રહી શકે ; વૈદર્ભમાર્ગના જે તે ગુણો સાથે પણ, ઉપમા, ઉત્પ્રેક્ષા, ચમકાદિ ગોઠવાઈ શકે, અને ગૌડ માર્ગના જે તે ગુણો સાથે પણ ઉપમા, ઉત્પ્રેક્ષા, યમકાદિ ગોઠવાઈ શકે. તેથી હેમચન્દ્રે જે દંડીને નામે ખંડન આપ્યું છે તે સમીચીન – દંડીને મતે – જણાતું નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org