________________
ભૂમિકા શ્લેષ’ વિચાર આગળ ચલાવીશું.
શ્લેષ'ની ચર્ચામાં ભારતના મતનું વામનીયોએ ખંડન કરી વામનનો મત આગળ કર્યો. તેનું ખંડન જે શબ્દોમાં થયું તે આચાર્યનો પોતાનો મત હોય કે દંડીનો (=દંડીના અનુયાયીઓનો) જે હોય તે, આપણે ઉપર ઉદ્ધત કર્યો છે. પણ તે ઉદ્ધરણ થોડી વધુ સ્પષ્ટતા માગી લે છે. મૂળ શબ્દો છે “સૃપ તુરતાય હિં તિવૈશાસોનિપાત:” હવે ‘તુર'નો કોશગત અર્થ વિશેષ તરીકે તો “લાંબા આગળ પડતા દાંતવાળું.” અસમ, (jagged, dentated, notched, serrated, uneven, આપ્ટે) વગેરે દર્શાવાયા છે. “દતુરતા' નો અર્થ આપણે અસમતા -વૈષમ્ય –તેવો તારવીશું. “વૈશસ” નો Bitef destruction, slaguhter, butchery, distress, torment, pain, suffering, hardship, (2412 કોશ) વગેરે અપાયા છે. આથી હેમચન્દ્રના વિધાનને ગોઠવતાં તેમાંથી કદાચ, “મસૃણ (એટલે) - અસમતાનો અભાવ હોતાં રીતિ અંગેની તકલીફનું નિવારણ (માત્ર); અર્થાત્ સમત્વને કારણે રીતિગત મુશ્કેલીનો અભાવ તે મસુણત્વ” – એમ અર્થ તારવી શકાય.
આ પ્રકારનું મસૂણત્વ - અન્યતરરસનિર્વાહે - એટલે (ગણાવેલા રસોમાંના) કોઈ પણ રસના નિર્વહણ માટે (સામાજિકો) સેવતા નથી. તેથી દંડીનો મત છે, “અશિથિલ તે શ્લિષ્ટ”. જેમ કે, “પેલામૃત ” વગેરે (શ્લોક ૪૧૦, વિવેક, એજન).
હેમચન્દ્ર દંડીના “શ્લિષ્ટ' અંગેના મતનું ખંડન કરતાં નોંધે છે કે દંડીએ જે રીતે શ્લિષ્ટની સમજૂતી આપી છે, તે રીતે તો તે ઓજનો જ પ્રકાર (માત્ર) જણાય છે. અથવા તો, જેમણે ગૌડ-(કવિ, વિવેચકો ?)નો સંદર્ભ જોયો નથી તેમનું આવું દર્શન (= આવો અભિપ્રાય) હોઈ શકે, તેથી આ (દડીનો મત) ઉપેક્ષણીય છે. ગૌડ (કવિઓ) શિથિલ (રચના) સત્કારે છે, જેમ કે, “નીતાવિતોનર્તનના” વગેરે (શ્લોક ૪૧૧, વિવેક, એજન).
વામન પ્રમાણે (કા. સૂ. વૃ. ૩/૨/૪|) અર્થગુણ શ્લેષ એટલે “ઘટના.” ઘટના એટલે ક્રમ, કૌટિલ્ય, અનુબણત્વ અને ઉપપત્તિનો યોગ”. અર્થાત્ ક્રમ - અનેક ક્રિયાઓનો ક્રમ, કૌટિલ્ય - ચમત્કારજનક રચના, અનુલ્મણત્વ - પ્રશાન્ત વર્ણનશૈલી અને ઉપપત્તિ = યુક્તિ વિન્યાસ – આ બધાનો યોગ તે ઘટના'. ડૉસુશીલકુમાર દે (Sanskrit Poetics, પૃ. ૯૪, આ ૬૦, કલકત્તા) 44191 2148S’lesa, or, coalescence or commingling of many ideas (ghatana) - આવી છે. અર્થાત એક જૂથમાં જોડાણ, અનેક વિચારોનું એક સાથે મળવું તે શ્લેષ છે. ઉદાહરણ છે, “áાન” વગેરે હેમચન્દ્ર આ વિચારનો અસ્વીકાર કરતાં જણાવે છે કે, આ તો રચના(= સંવિધાન)માં જણાતી એક શોભા (-વૈચિત્ર્ય) માત્ર છે. તે કોઈ (સ્વતંત્ર) ગુણ નથી.
- ભરતનો “સમ' અંગેનો વિચાર સમજાવતાં હેમચન્દ્ર નોંધે છે કે, પરસ્પર અલંકારરૂપ થતો (-શોભારૂપ, જણાતો) ગુણો અને અલંકારોનો સમૂહ તે “સમ” નામે ગુણ છે. ભારતના નાટ્યશાસ્ત્ર ૧૬/૧૦૦(પૃ. ૩૩૬, એજન)માં આ પ્રમાણે વંચાય છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org