________________
કાવ્યાનુશાસન
ચૂડામણિમાં સાચવ્યો છે. વળી, મૂળનું અનુસરણ કરતી વખતે વિવેકમાં પણ આચાર્યે પોતાની રીતે વિસ્તાર | સંકોચ કંર્યો છે, ક્યારેક વિસ્તાર (જેમ કે, ચારો વગેરેના સંદર્ભમાં) બિનજરૂરી પણ જણાય છે. ક્યારેક તેમણે નોંધો આઘી પાછી કરી છે જેમાં કોઈ ચોક્કસ તર્ક જણાતો નથી, જ્યારે
ક્યારેક વળી, વ્યક્તિવિવેકમાં પૂરી ચર્ચા ન થઈ હોય એવાં એક બે ઉદાહરણ પોતે વિસ્તારથી ચર્ચા છે. આ બધે સ્થળે ચોક્કસ તર્ક કામ કરતો જણાતો નથી. પણ બીજી રીતે જોતાં સમગ્ર કાવ્યાનુશાસન અને વિવેક એક ગ્રંથ-રત્ન–સમુચ્ચય જેવાં બની જાય છે. તથા જે તે ગ્રંથના સમીક્ષિત પાઠ - નિર્ધારણની દૃષ્ટિએ ખૂબ ઉપયોગી બની રહે છે. આ વિગત આ સિવાયની સમગ્ર ચર્ચાને પણ લાગુ પડે છે.
આ પછી (સળંગ સૂત્ર ૯૧) સૂત્ર ૩/૭માં આચાર્ય અર્થદોષોનો વિચાર કરે છે. જેમાં, કષ્ટથી બોધ થતો હોવાથી, “કષ્ટત્વ દોષ, પ્રકૃતિ વિશે ઉપયોગી ન હોવાથી “અપુષ્ટાર્થ, પૂર્વ અને અપર અંશમાં મેળ ન પડે તેથી વ્યાહતત્વ' દોષ, વિદગ્ધતાના અભાવરૂપ “ગ્રામ્યત્વ', આકાંક્ષા પૂરી ન થવાથી “સાકાંક્ષત્વ', જ્યાં સંશયને કારણ મળે ને “સન્દિગ્ધત્વ” જ્યાં પૂર્વાપરનો ક્રમ ન જળવાય ત્યાં “અક્રમત્વ', બે વાર (અથવા વધુ) (એની એ વાતનું) કથન તે “પુનરુક્ત', (અહીં આચાર્યે દરેક સ્થળે દોષ દોષરૂપ ક્યારે ન બને તેની ચર્ચા જે તે દોષમાં વણી લીધી છે, તે રીતે પુનરુક્ત' દોષરૂપ ક્યારે ન બને તેની ચર્ચા વામન વગેરેનો આધાર લઈને કરી છે), (વળી, જે તે દોષ ક્યારેક “ગુણ” રૂપ બને, ક્યારેક નહિ દોષ, નહિ ગુણ' રૂપ જણાય, એવી ચર્ચા પણ યથાસ્થાને કરી છે. ), ઉચિત સહચારિના ભેદરૂપે રહેલો ‘ભિન્નસહચરત્વ' દોષ, પ્રસિદ્ધિ અને જે તે શાસ્ત્રની વિદ્યાથી વિરુદ્ધ વિગતનું નિરૂપણ તે ‘વિરુદ્ધ’ દોષ, નિરૂપણ કરીને છોડી દીધેલી વિગતને કવિ ફરી નિરૂપવા બેસે તે “જ્યકતપુનરાત્તત્વ'દોષ, નિયમ | અનિયમ, સામાન્ય | વિશેષ, વિધિ | અનુવાદની પરિવૃત્તિ-ઊલટસૂલટ, તે પરિવૃત્તદોષ–આમ કુલ ૧૩ અર્થદોષો આચાર્ય વિચારે છે. સૂત્ર ૩૮, ૯, ૧૦માં આચાર્યશ્રી જણાવે છે કે, આ સઘળા દોષો “અનુકરણ' વક્તા વગેરેના ઔચિત્ય વગેરેના સંદર્ભમાં ક્યારેક દોષરૂપ જણાતા નથી અને ક્યારેક ગુણરૂપ પણ બને છે.
ચોથા અધ્યાયમાં આચાર્યશ્રી “ગુણ” વિચાર ચર્ચે છે. સૂત્ર ૪/૧માં માધુર્ય, ઓજસ અને પ્રસાદ એમ ત્રણ ગુણોનો નિર્દેશ કરીને વિવેકમાં ત્રણથી વધારે કે ઓછા ગુણોના અસ્વીકારની ચર્ચા તેઓ કરે છે જે આપણે નીચે વિસ્તારથી જોઈશું. એ પછીનાં આઠ સૂત્રોમાં ત્રણે ગુણોનો વૈયક્તિક સ્વરૂપવિચાર આચાર્યશ્રી કરે છે.
આચાર્યશ્રી નોંધે છે કે “મુળ શબ્દાર્થો વાવ્યમ્ ” એવું કહેવાયું છે, અને (અધ્યાય ૧/ ૧૨માં) ગુણો રસોત્કર્ષના હેતુઓ છે એવું સામાન્ય લક્ષણ પ્રતિપાદિત કર્યું હતું. આમાંથી એક ફલિત એ તારવી શકાય કે હેમચન્દ્રને મતે ગુણો “રસ જોડે સંકળાયેલા ધર્મો છે, અને ઉપચારથી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org