________________
ભૂમિકા
૭૧
બધાંનો એક મંડન-ક્રિયા સાથે સંબંધ બતાવાયો છે. આથી એ દ્વારા તે દરેકની પ્રધાનતા સિદ્ધ થાય છે અને તે રતિના ઉદીપન માટે અહીં વિવક્ષિત છે. આથી, એ રૂપ વગેરેની પ્રધાનતા, એમને સમાસમાં જોડીને ખંડિત કરાઈ નથી. ચાન્યા મુઃ- વગેરે (શ્લોક ૩૯૨, વિવેક, એજન) વગેરેમાં પણ તેમ જ સમજવાનું છે.
એકશેષમાં ઉદાહરણ જેમ કે, પ્રસ્તાવેરથારૂઢૌ વગેરે (શ્લોક, વિવેક, શ્લોક ૩૯૨, એજન, વ્યક્તિવિવેક (પૃ. ૨૬૩, એજન). આ શ્લોકમાં પણ સમાસ કરાયો નથી. જો એકશેષ સમાસ કરવામાં આવે તો આ જ ઉદાહરણ પ્રત્યુદાહરણ બની જાય.
| વિવેકમાં હવે પછીની ચર્ચા આચાર્યશ્રીએ બેઠી મહિમા(પૃ. ૨૪, વ્યક્તિવિવેક ૨)માંથી જ લીધી છે. તે આ પ્રમાણે - જ્યાં આ પ્રધાનેતરભાવ વિવક્ષિત નથી હોતો, અને વિશેષણ – વિશેષ્યભાવ કેવળ સ્વરૂપમાત્રનો જ બોધ કરાવે છે, ત્યાં સમાસ કરવો કે ના કરવો તે માટે (કવિને) (પોતાની પસંદગી પ્રમાણે) છૂટ છે. જેમ કે, “તનપુરામથુનાતિં' વગેરે (શ્લોક ૩૯૪, વિવેક, એજન; પૃ. ર૬૪, વ્યક્તિવિવેક એજન) અહીં રિપુસ્ત્રીઓ માટે “મવતિઃ' અને સ્તનયુગ માટે ‘રિપુસ્ત્રીથી સંબંધી હોવાને નાતે, વિશેષણરૂપે આવે છે. તેનાથી તેમનો ઉત્કર્ષ બતાવવો અભીષ્ટ નથી. ફક્ત એમના સંબંધ-માત્રની તેમાં પ્રતીતિ થાય છે. હવે આવી પ્રતીતિ તો, “વ્રમિવ મવવિધૂતનદિયમ્' એવો સમાસ પ્રયોજવાથી પણ એ જ રીતે થાય છે, જેમ કે, આ પદ્યમાં ‘રિપુત્રી' (એ સામાસિક પદ)માં સ્ત્રીઓનો રિપુઓ સાથેનો સંબંધમાત્ર પ્રતીત થાય છે.
આ પછી આચાર્યશ્રી (પૃ. ૨૫૬-૭ વિવેક, એજન) વ્યક્તિવિવેક(પૃ. ૨૬૪,૫)માંથી ત્રણ કારિકાઓ (વ્યક્તિવિવેક II, ૧૪,૧૫,૧૬ – પૃ. ૨૬૪ એજન) યથાવત ઉદ્ભૂત કરે છે, તે પ્રમાણે –
‘ઉત્કર્ષ અને અપકર્ષ વગર કયારે ય પદાર્થો સ્વાદુ બનતા નથી. તે (=સ્વાદ | ચમત્કાર) ને માટે જ કવિઓ અલંકારોનો આશરો લે છે; (વ્યક્તિવિવેક ૨/૧૪). તે (-ઉત્કર્ષ | અપકર્ષ ) વિધેય / અનુવાદ્ય રૂપે થયેલી વિવક્ષા ઉપર નિર્ભર છે. આ વિવક્ષા (પદને) સમાસમાં જોડવાથી અસ્ત પામે છે, તે અનેક વાર પ્રતિપાદિત કરાયું છે. (વ્યક્તિવિવેક ૨/૧૫) આથી જ એકલી વૈદર્ભી રીતિ જ પ્રશસ્ય મનાઈ છે કેમ કે, એમાં સમાસોનો સંસ્પર્શ નથી જ હોતો (વ્યક્તિવિવેક ૨/૧૬) જ્યારે સમાસ તો પદાર્થોનો ફક્ત સંબંધ જ કહેશે, નહિ કે ઉત્કર્ષ કે અપકર્ષ; (વ્યક્તિવિવેક ૨/૧૬)નાં ત્રણ ચરણ, વિવેકમાં બરાબર આ જ રીતે ઉદ્ધત કરાયાં છે. (પૃ. ૨૫૭, એજન) (ચોથા ચરણની પહેલાં ઉદાહરણ અપાય છે ). જેમ કે “áffક્ષતાપ તિતેડુ' વગેરે (વિવેક, શ્લોક ૩૯૫, એજન) વગેરેમાં જયારે વાકયમાં તો બન્ને (=ઉત્કર્ષ | અપકર્ષ) પ્રતીત થાય છે. (વ્યક્તિવિવેક ૨/૧૭ d- ચતુર્થ ચરણ, પૃ. ૨૬૬, એજન) જેમકે, ‘ચો થવો' વગેરે (શ્લોક ૩૯૬, વિવેક એજન, વ્યક્તિવિવેક પૃ. ૨૬૬ એજન)માં. આ ઉદાહરણ પછી વ્યક્તિવિવેકમાં કારિકાઓ , I ૧૮, ૧૯, ૨૦ (પૃ. ૨૬૮, એજન) અપાઈ છે પણ આચાર્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org