________________
ભૂમિકા
૬૩
શાસ્ત્રચર્ચા કરી છે, તેના મહિમાએ આપેલા ઉદાહરણ સાથે, માત્ર સંક્ષેપમાં જ ઉલ્લેખ કરતાં આચાર્ય નોંધે છે કે, (‘અસૌ = ૩' નું રૂપ) ને “ત” શબ્દનો અર્થ આપનાર ગણીએ તે યોગ્ય નથી. જેમ કે, “મસી મસ્વિતo' (શ્લોક ૩૫૯, એજન) વગેરેમાં. આ ઉદાહરણમાં ‘સી’ દ્વારા ‘તત્' શબ્દના અર્થની પ્રતીતિ થતી નથી. કેમ કે, જો એમ માનવામાં આવે તો, ‘' પ્રોપદ્મિના' (શ્લોક ૩૬૦, એજન) વગેરે ઉદાહરણ(મહિમા, પૃ. ૨૦૭, એજન)માં “સ” પદ (નું ગ્રહણ ચતુર્થ પાદમાં થાય છે તેના)થી પૌનરુક્ય થશે.
આપણે ઉપર જે શબ્દો “ર્વ = ”િ ................... વગેરે આચાર્યશ્રીમાંથી ઉદ્ધત કર્યા છે, એના અનુસંધાનમાં “વિવેક'(પૃ. ૨૪૭ એજન)માં “વતિ 'એવા પ્રતીક સાથે પૂરાં દસ મુદ્રિત પાનાં (પૃ. ૨૪૭ થી ૨૫૮, એજન) સુધી આચાર્યશ્રીએ વ્યક્તિવિવેક પૃ. ૨૨૮ થી ૨૭૨ સુધીના ભાગને લગભગ આખોને આખો ઉદ્ધત કર્યો છે. કાવ્યનુશાસનના (આવૃત્તિ, એજન) સંપાદકોએ ફક્ત વ્યક્તિવિવેક (૨/૧૫-૨૦) કારિકાઓનો જ સ્પષ્ટ નિર્દેશ, કર્યો છે, પણ વાસ્તવમાં આખીય ચર્ચામાં બહુધા શબ્દશઃ મહિમાનું જ અનુસરણ છે એવી નોંધ આપણે કરીશું. આચાર્ય અત્રતત્ર સંક્ષેપ સાધે છે એ પૂરતો એમનો “વિવેક' બિરદાવી શકાય. આ આખાય શાસ્ત્રાર્થનો સાર નીચે પ્રમાણે વિચારી શકાય
પૃ. ૨૪૭ (વિવેક, એજન) પર “ તથા હિ ' શબ્દોથી આચાર્ય આ શાસ્ત્રાર્થ આરંભે છે. મહિમા (પૃ. ૨૨૮, એજન) “યતઃ' શબ્દથી શાસ્ત્રચર્ચા આરંભે છે એટલો જ તફાવત છે. વ્યક્તિવિવેક પૃ. ૨૦૭ થી ૨૨૮ (આ. એજન) સુધીનો ભાગ આચાર્યશ્રીએ લગભગ ગાળી નાખ્યો છે. જો કે, પૃ. ૨૫૯ ઉપર અલંકારચૂડામણિમાં અવિમુવિધેયાંશદોષની ચર્ચાનું સમાપન કરતાં વ્યક્તિવિવેક પૃ. ૨૦૮ અને પૃ. ૨૦૯ નો અંશ અને છેલ્લે વળી, પૃ. ૨૫૩ (વ્યક્તિવિવેક એજન) ઉપરનું ઉદાહરણ આચાર્ય આપે છે. પૃ. ૨૪૭ –પૃ. ૨૫૮ ઉપરની “વિવેક'ની લંબાણ ચર્ચામાં પણ જે અંશો ઉદ્ધત છે, એ તો સીધી વ્યક્તિવિવેકના જ છે. પણ તેમાંય પૂરેપૂરો વિસ્તૃત ભાગ આચાર્યશ્રીએ આપ્યો નથી, બલ્ક અર્થના ભોગ વગર પોતાની રીતે ચર્ચા ટૂંકાવી છે.
પૃ. ૨૪૭ (વિવેક, આ. એજન) પરની ચર્ચાનો આરંભ કરતાં આચાર્યશ્રી નોંધે છે કે, બધા જ સમાસોનું સામાન્ય લક્ષણ એ હોઈ શકે કે એમનું શરીર(=બંધારણ, રૂપ) વિશેષણ અને વિશેષ્યનું અભિધાન કરતાં પદોથી રચાયેલું હોય છે. મહિમા અહીં ઉમેરે છે કે, જો એમ ન હોય તો તેમની “સમર્થતા' સિદ્ધ થતી નથી. - “ફતરથી તેષાં સમર્થતાડનુપત્તેિઃ (પૃ. ૨૨૮, એજન). આચાર્ય આ શબ્દો છોડીને આગળ વધતાં નોંધે છે કે, આ વિશેષણ-વિશેષ્ય-ભાવ દ્વિવિધ છે; સમાનાધિકરણ અને વ્યધિકરણ. તેમાંનો પહેલો તે કર્મધારયનો વિષય છે. જ્યાં બે કે બેથી વધુ પદો કોઈ અન્ય પદનાં વિશેષણરૂપ બને છે, ત્યારે તે બહુવ્રીહિનો પ્રાન્ત બને છે. વળી તેમાં જો સંખ્યા કે પ્રતિષેધ (negation) વિશેષણરૂપ બને છે, ત્યાં “દ્વિગુ” અને “નગ્ન સમાસનો પ્રાન્ત બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org