________________
૨૦
કાવ્યાનુશાસન ધ્વનિ એવો શાસ્ત્રીય અભિગમ છે. આ વાત આચાર્યે પૂરેપૂરી સ્પષ્ટતાથી મૂકી આપી નથી.
તો, વ્યંજના ગ્રાહ્ય પ્રધાનભંગ્યાર્થ તે ધ્વનિ તેવું આચાર્યને અભિપ્રેત તો છે જ. તેને આગળ ચલાવતાં તેઓ નોંધે છે કે આ (પ્રધાન) વ્યંગ્યાર્થ જેને “ધ્વનિ કહેવાય છે, તે (સ્વરૂપત ) વસ્તુરૂપ, અલંકારરૂપ અને રસાદિરૂપ એમ ત્રણ રીતે વિભક્ત થાય છે.
આ પછી વસ્તુરૂપ ધ્વનિ મુખ્યાદિ અર્થથી અત્યંત જુદો છે તે વિગત તેઓ આનંદવર્ધન, મમ્મટ વગેરેને અનુસરીને બરાબર સમજાવે છે અને કેટલાંક વધારાનાં ઉદાહરણો ટાંકી નવા વિકલ્પો પણ છુટ કરે છે.
આ અંશના વિવેકમાં આચાર્ય હેમચન્દ્ર મમ્મટના કાવ્યપ્રકાશના પાંચમા ઉલ્લાસમાં વ્યંજનાવૃત્તિના સ્વતંત્રવૃત્તિ તરીકેના વિશેષ સ્થાપનમાં જે મીમાંસક, નૈયાયિક આદિના પૂર્વપક્ષોની વિચારણા કરાઈ હતી, તેનો સંક્ષેપ ખૂબ સ્પષ્ટ રીતે નિરૂપે છે. તેમાં દીર્ઘદીર્ઘતર અભિધાવાદીઓ, તાત્પર્યવાદીઓ, અભિહિતાન્વયવાદીઓ, અન્વિતાભિધાનવાદીઓ, લક્ષણાવાદીઓ વગેરે બધા જ પૂર્વપક્ષોનું ખંડન આવી જાય છે, જે સ્તુત્ય છે. કાવ્યપ્રકાશમાં જે સર્વાશાસ્ત્રીય નિરૂપણ છે, જે * અનુગામી વિશ્વનાથ, વિદ્યાધર વગેરેએ સ્વીકાર્યું છે, તેને સુસ્પષ્ટ રીતે હેમચન્દ્ર વિવેકમાં ઉતાર્યું છે.
એક પાયાની વાત અહીં નોંધવાની છે કે, પ્રતીયમાનાર્થ / ધ્વનિ-ની સિદ્ધિ માટે પરંપરાથી આનંદવર્ધનથી માંડીને મમ્મટ, હેમચન્દ્ર અને વિદ્યાધર, વિશ્વનાથ વગેરે સહુ પ્રધાન આલંકારિકોએ હાલની “સપ્તશતી” જે અત્યારે અનુપલબ્ધ છે, તેમાંથી ઉત્તમ પ્રાકૃત ગાથાઓ ઉદાહરણરૂપે પસંદ કરી છે. ભોજ વગેરેની માલવપરંપરામાં તથા તેનાથી આગળ કુંતક કે મહિમાએ પણ પ્રાકૃત ગાથાઓ વિશે જ પક્ષપાત બતાવ્યો છે. નામ લીધા વગર કહીશ કે ગુજરાતના એક પ્રસિદ્ધ કવિવિદ્વાને કાલિદાસ કે ભવભૂતિમાંથી, કે અન્ય મહાકાવ્યોમાંથી કે બાણ વગેરેમાંથી ઉદાહરણો લેવાને સ્થાને આ સ્થૂળ શૃંગારવાળાં (તેમને મતે અનૈતિક સંબંધોની વાત કરતાં) પ્રાકૃત કાવ્યો આનંદવર્ધન અને પછી તેમના અનુયાયી મમ્મટ વગેરેએ પસંદ કર્યા તેનું તેમને આશ્ચર્ય થયું હતું અને આ “કંઈક અંગે નીચી કોટિના ટેસ્ટ માટે તેમણે મોં બગાડ્યું હતું તે મને યાદ છે. પછી તો તેમના “યથાનિવૃિતપતિ:” એવા પંડિતમન્યમાન અનુયાયીઓની ફોજ પણ આવું બોલતી થઈ ગઈ !
વાસ્તવમાં પ્રાકૃત ગાથાઓને પસંદ કરવા પાછળનો આ મૂર્ધન્ય આલંકારિકોનો— આનંદવર્ધનનો–અને આચાર્ય હેમચન્દ્રનો આશય એ જ હોઈ શકે કે, સંસ્કૃતેતર લોકસાહિત્યને પણ વિવેચનમાં આદરપૂર્વકનું સ્થાન પ્રાપ્ત થાય. સાહિત્યમાં શ્લીલ-અશ્લીલની ચર્ચા તો ચાલતી રહે છે. વાસ્તવમાં “સુંદરનું દર્શન ગ્લીલ-અશ્લીલની પાર્થિવ ભૂમિકાથી પર છે. કલા આ રીતે સ્થળ જીવન-પ્રવાહો અને માન્યતાઓથી ઊંચી, ભિન્ન છે. એમ ન હોય, તો કોણાર્ક કે, ખજૂરાહો કે, મોઢેરાના સૂર્યમંદિરના સ્થાપત્યને આપણે ક્યારેય કલાકૃતિ રૂપે સ્વીકારી શકીએ નહિ. અશ્લીલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org